નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

|| ચોર મચાયે ATM શોર ! ||

"Secure Revolving System-SRS"

Photo Source- Reuters

.
ભલેને એનું નામ એની ફોઈએ કે મા-બાપે ‘વેલેન્ટીન બોઆંતા’ પાડ્યું હોય. પણ આપણે એને ‘શ્રી ડિજીટલ ખિસ્સાકાતરુ સાહેબ’ તરીકે ઓળ‘ખીશું’. 

સન ૨૦૦૯માં રોમાનિયા દેશના આ વેલેન્ટીન બાપુ એક અપરાધ હેઠળ ૫ વર્ષ માટે જેલમાં ગયા. ગુન્હો માત્ર એટલો જ કે તેઓ શ્રીએ ATM મશીનમાંથી કાર્ડના નંબરની કૉપી કરતુ એક એવું ડુપ્લિકેટર બનાવ્યુ, કે જેનાથી આંખોઆંખ ખબર ન પડે તેમ પહેલા હજારો લેવ (રોમાનિયન કરન્સી) લેવાઈ જાય અને પછી બચારો કાર્ડ-ઘારક પણ.

રોમાનિયા દેશ પાછો છે એવો કે જેનાં હેકર્સ અને ક્રેકર્સ બહુ વખણાય છે. એટલે ત્યાંના આવા એકાદ ચોર ખોરડાં વગોવે તો બહુ ચર્ચા ન થાય. એટલે વેલેન્ટીનબાપુ પણ ખુશ થતા થતા જેલમાં જઈ ચડ્યા. 

પણ આ કેસ ATM ની સ્માર્ટનેસમાંથી પસાર થઇ આવ્યો એટલે ત્યાંના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને વેલેન્ટીનમાં થોડો વધારે રસ પડ્યો. એટલે પાર્ટીના આવનાર ગોરખધંધા વિશે એડવાન્સમાં જાણી શકાય એમ માની ત્યાંના જેલર માઈ-બાપે તેને જેલમાં (ચિકન-બિરિયાનીને બદલે) ડિજીટલ ખોરાક (કોમ્પ્યુટર-ઈન્ટરનેટ)ની સહુલીયત કરી આપી. 

વેલેન્ટીને આ સેવાના બદલા રૂપે પ્રથમ ત્યાંની MB Telecom માટે હવે પછી કોઈ પણ ATM માંથી ચોરી કરી જ ન શકે એવું SRS નામનું ડિવાઈસ બનાવીને આપ્યું છે. કાર્ડને ઉલ્ટા-પુલ્ટા કરી તેમાં રહેલી માહિતીને મચેડી નાખતા આ ડિવાઈસની શોધને યુરોપના બીજાં દેશોમાં પણ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. 

(આજે રોમાનિયાની જેલને સાચે જ થાય છે કે વેલેન્ટીનકો બુલાકે ઉન્હોંને કોઈ ગલતી નહિ કી…ઠાકુર !) 

હવે જ્યારે તેની સજાને માત્ર ૬ મહિના જ બાકી રહ્યાં છે ત્યારે વેલેન્ટીન તેની સરકાર માટે આ શોધ કરી સજ્જ અને સજ્જન બનીને બીજી કંપનીઓમાંથી પ્રસાદ મેળવવા તૈયાર થઇ રહ્યો છે. 

ATM મની મોરલો: 

“ખુદના શોખને….(શોક કર્યા વિના) હરહંમેશ સાથે રાખવો. ભલેને પછી ‘ક્યાંય પણ’ જવું પડે.” –(#પટેલપોથી માંથી)

2 responses to “|| ચોર મચાયે ATM શોર ! ||

 1. pragnaju May 26, 2013 at 1:30 pm

  સરસ માહીતી. અમારા જેવાને માટે આવી માહિતી આપતા………………

  સુરક્ષા એક્સપર્ટનું માનવું છે કે ડેબિટ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એજ એટીએમમાં કરવો જોઇએ કે જે બેન્કોની બ્રાન્ચ સાથે જોડાયેલાં હોય. મોલ અને લોકલ માર્કેટમાં આવેલા ઘણાં એટીએમ બેન્કની બ્રાન્ચ સાથે સંલગ્ન હોતાં નથી. અપરાધીઓ માટે આવા મશીનો સાથે છેડછાડ કરવી સરળ છે. બેન્કને લાંબા સમય સુધી આ પ્રકારના અપરાધની જાણ થતી નથી.

  છતમાં છુપાવવામાં આવેલા કેમેરાથી સાવધાનઃ બાહોશ તસ્કરો એટીએમની છતમાં પહેલી નજરે ન દેખાય તેવા ખૂબ નાના કેમેરા ચીપકાવી દેતા હોય છે. તેઓ આ કેમેરાની મદદથી એટીએમના પેડ પર ગ્રાહક દ્વારા પંચ કરવામાં આવતાં પાસવર્ડને રેકોર્ડ કરી લે છે. આવા સંજોગોમાં એટીએમ બૂથની છતનું બારીક નિરીક્ષણ કરવું જરૃરી છે. આ ઉપરાંત પિન એન્ટર કરો ત્યારે પેડ પર હથેળી ઢાંકી દેવી જોઇએ. શંકાસ્પદ ડિવાઈસ, ચીકણા પદાર્થોથી બચોઃ એટીએમમાંથી પૈસા ચોરવા માટે હેકર્સ કે ચોર મશીનની ઉપર કે તેની આસપાસ કેટલાંક શંકાસ્પદ ડિવાઈસ લગાવી દેતાં હોય છે. આ ડિવાઈસનું કામ એટીએમમાં છુપાયેલી ગ્રાહકની તમામ ગુપ્ત માહિતી કોપી કરવાનું હોય છે. કાર્ડ સ્લોટ સાથે લગાવેલી કોઇપણ ચીજ કે મશીન પર કોઇ ચીકણો પદાર્થ હોય તો બેન્ક ઓથોરિટીને જાણ કરવી જોઇએ અને આવા એટીએમનો ઉપયોગ કરવો જોઇએ નહીં.

  એટીએમ બૂથમાં વધુ સમય ન વીતાવોઃ ઘણા ગ્રાહકોને કુટેવ હોય છે કે તેઓ જરૃર ન હોય તો પણ પણ બેલેન્સ ચેક કરતાં હોય છે અથવા તો મિની સ્ટેટમેન્ટ કાઢતા હોય છે. એટીએમમાં દાખલ થાવ ત્યારે તમારું કાર્ડ હાથમાં રાખો.
  વૃક્ષો વચ્ચે ઘેરાયેલા કે અન્ય ઇમારતના પડછાયામાં રહેલાં મશીનનો ઉપયોગ ન કરોઃ હંમેશાં એવાં એટીએમનો ઉપયોગ કરો કે જ્યાં પૂરતો પ્રકાશ આવતો હોય. એટીએમ પર કોઇ ઇમારતનો પડછાયો પડતો હોય કે સેન્ટર વૃક્ષો વચ્ચે ઘેરાયેલું હોય તો એવા એટીએમમાં આસાનીથી છેડછાડ થઈ શકે છે.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 26, 2013 at 1:35 pm

   પ્રજ્ઞાજુબા, ખૂબ ખૂબ આભાર. થેંક યુ વેરી મચ. આપની જાણકારી સૌને ઘણી ઉપયોગી થશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: