નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

શબ્દોના સરોવરમાં ખીલી ઉઠેલુ ‘અરવિંદ’ !

Spelling_Bee_Champion_Arvind_Mahakali

.
આ ફોટો જે બાળકનો છે, તેની સાથે ‘શબ્દો’ની બાબતમાં બહુ પંગો લેવો નહિ. કારણકે તે અત્યારે અમેરિકામાં રહી ત્યાંના બાળકોને-માતા-પિતાઓને અને શિક્ષકોને તો ખરી જ પણ…હવે આ નેટની મહેરબાની હેઠળ રહેતા જોડણી-વાંછુંઓને પણ હલાવી રહયો છે.

શબ્દોની દાદાગીરી કરતા ન્યૂયોર્કના આ ૧૩ વર્ષની ભારતીય બચ્ચાનું નામ છે.: અરવિંદ મહાકાળી.

અમેરિકામાં દર વર્ષે યોજાતી જોડણી અને શબ્દરચનાની નેશનલ ચેમ્પિયનશીપ સ્પર્ધા Spelling Bee Champianship માં અરવિંદ તેના શબ્દોના સરોવરમાંથી છબછબિયાં કરી ૨૮૩થી પણ સ્પર્ધકોને ટપીને આગળ આવી ગયો છે.

હવે આપણને કોઈ એમ પૂછે કે…..

  • •=> Anglophile નો સ્પેલિંગ બોલી તેનો અર્થ સમજાવો. ત્યારે આપણા દિમાગનો એંગલ ખસી શકે પણ અરવિંદ ફટ દઈ જવાબ આપે કે…જે વ્યક્તિ ઇંગ્લેન્ડની દેશભક્તિમાં તરબોળ છે તે એંગલોફાઈલ. (ચાલો જવા દો…)
  • •=> Ouagadougou જેવો અગડમબગડમ શબ્દની જોડણી સાથે અર્થ જણાવો. ત્યારે આપણને તો ગળે ફાંસો આવી જાય એવું લાગે. પણ અરવિંદબાબા શાંઆઆન્તી કહી દે કે “લે! આ તો આફ્રિકાના બુકીનાફાસો દેશની રાજધાની છે. (માઇલા ચ્ચે!)
  • •=> Glasnost નામના શબ્દનો અર્થ શું? – તો કદાચ આપણે ‘કાંચમાંથી બનેલો ટોસ્ટ’ કહીને કોઈનું દિમાગ ખાઈ જઈએ. પણ આ છોરો કહી દે છે કે… ‘અલ્યા હેય! રશિયાની આ પોલીસી સાથે ચેડાં નઈ કરવાના હોં ! નહીંતર પોલીસ આઈને પકડી જશે…બકા!’
  • •=> Zygodont શબ્દના અર્થ શું? – તો જાણવામાં આપણી જીભ ખાટી થાય પણ અરવિંદ બાબો ઓડકાર કાઢ વિના કહી દે કે….દાઢમાં આવેલાં દાંત જ્યારે જોડાયેલા હોય તેને Zygodont ઓળખવા.

આવા તો કેટલાંય ઉદાહરણો છે જેમાંથી પાર પડીને અરવિંદ મહાકાલ સર્જી ચેમ્પિયન બન્યો છે. એમાંય મજાની વાત છે કે જોડણી અને શબ્દ-રચનાની આ સ્પર્ધામાં તેની સાથે પ્રણવ શિવકુમાર, શ્રીરામ હથવર, વન્યા શિવશંકર, વિસ્મ્યા ખારકર જેવાં ૬૦% NRI ભારતીય બચ્ચાં લોક પણ સાથે ઝળકી ઉઠ્યા છે.

ટીવી, નેટ-ગેમ્સ અને ચેટના ઝમાનામાં બાળકો પુસ્તકોના અઢળક વાંચન સાથે જ્યારે આવી સ્પર્ધાઓમાં આગળ આવતા હોય છે, ત્યારે ‘બાળકો વાંચતા જ નથી.’ કહેતા સાહિત્યિક અલેલટપ્પાના મોં પર આ એક નિરવ તમાચો છે.

તમારા બાળકોને નેક્સ્ટ હરીફાઈ માટે તૈયાર કરવા અને વધુ જાણકારી માટે http://www.spellingbee.com/ પર નજર રાખવાની. આ માટે તમને કોઈ જોડણી કે શબ્દ-રચનાની તૈયારી કરવી નહિ એવી મારી નરમ્ન્યભિન્ય અરજ છે.

ચાલો Kwaheri-bwana. (હવે આ શબ્દાર્થ માટે મને નહિ…અરવિંદને પૂછજો…..જોડણી સાથે.)

10 responses to “શબ્દોના સરોવરમાં ખીલી ઉઠેલુ ‘અરવિંદ’ !

  1. pragnaju May 31, 2013 at 5:43 pm

    અમારા પડોશના રાજ્યમા થયેલો આ પ્રોગ્રામ ઘરના બધાએ માણ્યો
    ઘણા ખરા શબ્દો સમજવામા અમારી તો ચાંચ ન ડૂબી પણ
    બધા પોરીઆ પોરીના ભોળા ભોળા ચહેરા
    અને
    જાણે કાંઇ જ ધાડ મારી નથી તેવા સહજ પ્રતિભાવો
    આપણને ઘણું શીખવી જાય છે.

  2. Vinod R. Patel May 31, 2013 at 7:02 pm

    વર્ષ ૨૦૧૨ની સ્પેલિંગ બી સ્પર્ધામાં હું જ્યાં રહું છું એ શહેર સાન ડિયાગોની આઠમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય ભારતીય મૂળની અમેરિકન નાગરિક સ્નિગ્ધા નંદીપતિએ ૩૧ મે ૨૦૧૨ના રોજ પ્રતિષ્ઠિત સ્પેલિંગ બી સ્પર્ધામાં વિજય પ્રાપ્ત કરવાનું માન મેળવ્યું હતું.

    સ્નિગ્ધાએ ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવેલ શબ્દ ”guetapens,” જેનો અર્થ અંગ્રેજીમાં “an ambush, snare or trap.” થાય છે એનો સાચો સ્પેલિંગ બોલીને વેસ્ટ મેલબોર્ન નિવાસી ભારતીય મૂળની જ ૧૪ વર્ષીય સ્તુતિ મિશ્રાને હરાવી આ સ્પર્ધા એના ૧૩મા ફાઈનલ રાઉન્ડમાં જીતી લીધી હતી.

    આ રીતે ફાઈનલ રાઉન્ડમાંના આઠ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમ મેળવી સ્નિગ્ધા વર્ષ ૨૦૧૨ની નેશનલ સ્પેલિંગ બી ચેમ્પિયન બની ગઈ હતી .

    આ સ્પર્ધામાં બીજા ક્રમે સ્તુતિ મિશ્રા અને ત્રીજા ક્રમે રહેનાર બન્ને સ્પર્ધકો પણ ભારતીય મૂળના જ બાળકો હતાં.
    સ્પેલીગ બી સ્પર્ધામાં છેલ્લા ઘણા વર્ષોથી આગળ રહેવાની ભારતીય મૂળના બાળકોની જાણે કે મોનોપોલી છે .

    શબ્દોના સરોવરમાં ખીલેલા આ અરવિંદને ખોબલા ભરીને અભિનંદન .

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 31, 2013 at 7:07 pm

      વિનુભાઈ, ખૂબ ખૂબ આભાર. સાચી વાત કહી આપે. પાછલાં પરિણામો પર પણ મેં જ્યારે નજર ફેરવી હતી ત્યારે ભારતીયોની મોનીપોલી જણાઈ છે. ત્યારે મને એ વિશે વધુ લખવાની ચળ ઉપડી આવી છે. જ્યારે પણ આવી અનોખી સિદ્ધિ વિશે જાણું છું ત્યારે દિલ ખુશ ખુશ થઈ જાય છે દાદા!

  3. A P PATEL May 31, 2013 at 9:19 pm

    Thanks a lot for this information about Spelling Bee.Congratulations to you for procuring this matter and serving it to us.

  4. arvind1uk May 31, 2013 at 10:53 pm

    ખરેખર સરસ માહિતી.
    આ સ્પર્ધા વિષે અને અરવિંદ વિષે થોડું વધુ.(‘સંદેશ’ માંથી).
    ———————————————————————-
    સ્પર્ધાના ત્રણેય ટોપર ભારતીય મૂળના વિદ્યાર્થીઓ હતા

    આ સ્પર્ધામાં જીત નોંધાવનાર અરવિંદ છઠ્ઠો ભારતીય

    ન્યૂયોર્કમાં રહેતા ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થીએ ૨૦૧૩ની ‘સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી’ની સ્પર્ધા જીતીને ઇતિહાસ રચ્યો છે. અરવિંદ મહનકાલી આ સ્પર્ધામાં જીત નોંધાવનારા છઠ્ઠા ભારતીય અમેરિકી બન્યા છે.
    ક્વિન્સના બેસાઇડમાં રહેતા અરવિંદે ગુરુવારે યોજાયેલ ૮૪માં વાર્ષિક સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં ભાગ લઈને તેનો ખિતાબ પોતાને નામે કર્યો હતો. ભારતીય અમેરિકનોએ સતત છઠ્ઠી વખત આ ઉપલબ્ધિ પોતાને નામે કરી છે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં જર્મન-યેડિશ શબ્દો પૂછવામાં આવ્યા હતા જેમાં જીત નોંધાવ્યા બાદ અરવિંદે કહ્યું કે, સ્પર્ધાના શબ્દો ખરેખર ઘણા મુશ્કેલ હતા. અમેરિકામાં યોજાયેલી આ સ્પર્ધાને ટીવી પર લાઇવ બતાવવામાં આવી હતી જેને લાખો લોકોએ નિહાળી હતી. આ સ્પર્ધાની ફાઇનલમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓ પહોચ્યા હતા જેમાં ભારતીય મૂળનો અરવિંદ સૌને પાછળ છોડીને ટોપર બન્યો હતો.

    સ્પર્ધામાં ભારતીય વિદ્યાર્થીઓનો દબદબો

    અરવિંદે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં સતત ચોથી વખત ભાગ લીધો હતો. આ પહેલાં અરવિંદે જ્યારે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે વર્ષ ૨૦૧૦માં નવમા સ્થાને અને ૨૦૧૧ તેમજ ૨૦૧૨માં ત્રીજા સ્થાને રહ્યો હતો. ૨૦૦૮ બાદ આ સ્પર્ધાનો ખિતાબ પોતાને નામે કરનાર અરવિંદ પ્રથમ છોકરો છે. સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં આ વર્ષે ભારતીય મૂળના વિદ્યાર્થીઓનો ઘણો દબદબો રહ્યો હતો. આ વાતનો અંદાજ તેના ઉપરથી જ લગાવી શકાય કે આ સ્પર્ધાના ત્રણેય ટોપર ભારતીય મૂળના વિદ્યાર્થીઓ હતા. છેલ્લા ત્રણ પ્રતિસ્પર્ધીઓમાં ભારતીય અમેરિકી હતા જેમાં ઇલિયોનેસના પ્રણવ શિવકુમાર, ન્યૂયોર્કના શ્રીરામ હઠવાર અને ન્યૂયોર્કના અરવિંદ મહનકાલી હતા.

    અરવિંદ શેમાં રસ ધરાવે છે

    આઠમા ધોરણમાં અભ્યાસ કરતા ૧૩ વર્ષના અરવિંદનો પસંદગીનો વિષય ગણિત અને વિજ્ઞાાન છે પરંતુ તે ફિઝિક્સમાં પોતાની કારર્કીિદ બનાવવા માગે છે. અરવિંદને અંગ્રેજી ભાષા સિવાય તેલુગુ અને સ્પેનિશ પણ આવડે છે. અરવિદને ટેનિસ, બાસ્કેટબોલ અને રંગમંચ પસંદ છે. આ સ્પર્ધામાં જીતવા બદલ અરવિંદને ૩૦,૦૦૦ ડોલર કેશ અને મોટી ટ્રોફી ઇનામમાં મળી હતી. અરવિંદના પિતા એક આઇટી અડવાઇઝર અને તેની માતા ડોક્ટર છે.

    આ વખતની સ્પેલિંગ બી સ્પર્ધામાં સૌથી વધારે અઘરા શબ્દો પૂછવામાં આવ્યા હતા જે આ પ્રમાણે છે-

    મેલોકોટોન, ગલેરે, ડોરિલાઇન, સ્મેલફન્ગુસ, માલાકોફિલોઅસ, સાયાનોપ, બિલ્બોક્વિટ, કેબોટિનેજ, ટેનેરામેન્ટે, ઓલેઅક્રાનોન.

  5. નિરવની નજરે . . ! June 1, 2013 at 3:49 am

    1) પેલી બી ( મધમાખીઓ ) મધ એકઠું કરતી હતી અને હવેની બી ( મધમાખીઓ ) શબ્દો એકઠા કરે છે 🙂

    2) અરે વાહ . . . ક્યાંક તો મારું નામ સંકળાયું . . . ” નિરવ તમાચો ” 😉

    3) ગયા વર્ષે , મારો ભાણીયો [ 7 yr ] પણ , સ્કુલમાં સ્પેલિંગ બી માં 100/100 લઇ આવ્યો હતો .

Leave a reply to મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! Cancel reply