નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

તમે નોકરી કરતા હોવ અને જ્યારે તમને એવું લાગવા માંડે કે…

તમે નોકરી કરતા હોવ અને જ્યારે તમને એવું લાગવા માંડે કે…

•=> તમારા બોસ સાથેનો સંબંધ બગડી ગયો છે, ત્યારે…

•=> તમારી પર્સનલ લાઈફનું પલ્લું ગબડી રહ્યું છે, ત્યારે..

•=> મહત્વના નિર્ણયો લેવાય એવી મિટિંગમાં જવા માટેનું મન છટકી રહ્યું છે, ત્યારે…

•=> કોઈક મોટ્ટા પ્રોજેક્ટ માટે તમારૂ તન અટકી રહ્યું છે, ત્યારે…

•=> બોસના બધાં જ નિર્ણયોને લટકાવી દેવાનું મન થાય છે, ત્યારે…

•=> રાતના અઢી વાગ્યે પણ ભાર ઊંઘ માંથી ઉઠીને પેન્ડીંગ પડેલા મેસેજીસ આપવાનું મન થઇ જાય છે, ત્યારે..

•=> તમારી પાછળ સતત કોઈક ‘રાજકારણ’ રમી રહ્યું છે, ત્યારે…

•=> કે…સવારમાં વહેલા ઉઠીને જોબ પર જવાનું ખૂબ આકરા બોજ વાળું લાગે છે, ત્યારે…અને

•=> આ…હ ! જોબમાં કામના પેશન પર સાવ પાણી ફરી વળ્યું છે, ત્યારે…

તમારી જોબને જાતે જ પાણીચું આપવાનો સમય પાકી ગયો છે. વહેલામાં વહેલી તકે….બહાર નીકળી જવું ‘તમારા દરેક’ માટે હિતાવહ છે.

નીલો મોરલો:

Do What YOU LOVE…Love What YOU DO.”

.

બોનસ પેક: આ જ પોસ્ટનું ઓડિયો વર્ઝન અહીં સાંભળી શકાય છે.:

10 responses to “તમે નોકરી કરતા હોવ અને જ્યારે તમને એવું લાગવા માંડે કે…

 1. jagdish48 June 9, 2013 at 10:05 am

  વાત સાવ સાચી છે, મેં ફક્ત બે વર્ષ વહેલું વોલેન્ટરી રીટાયર્ડમેન્ટ લીધું, પણ ત્યારે હું કરી શક્યો કારણ કે જવાબદારીઓ ન હતી, પણ યુવાનો, અને તે પણ ભારતમાં ક્યાંથી કરી શકે ?

  • Anurag Rathod June 10, 2013 at 4:40 am

   શક્ય છે સાહેબ, હિંમત જોઈએ બસ:)

 2. pragnaju June 9, 2013 at 12:40 pm

  ધન્યવાદ
  યાદ જ્ઞાન આપવાથી વધે છે
  તમે જોબમાં કેટલી ક્ષમતા, વિશ્વાસ અને મહેનત કરવાની તૈયારી બતાવો છો તેની પર તમામ વાતોનો આધાર રહેલો હોય છે.

  તમે જે સંકલ્પ કર્યો છે તેની પર વિચારણા કરીને પછી તેના માટે આગળ વધવાની શરૂઆત કરો. આગળ વધવા માટે ક્યાંથી આગળ વધવું તે વિશે વિચારો અને પછી કમર કસીને તેની પર કામ કરવા લાગી જાઓ. જો તમારો નિશ્ચય અડગ અને અતૂટ હશે તો કોઈ તેને તોડી શકવાનું નથી. તેમાં તમારે સફળ થવું જ પડશે અને તમારી આસપાસ ઘેરાઈ રહેલા આશાઓનાં વાદળાંને હટાવવા જ પડશે. કોઈની સાથે શેરંિગ કરવામાં સંકોચ ન અનુભવો.

  જો તમે એમ વિચારતાં હોવ કે તમે કોઈની સાથે બેસીને વાંચશો કે તેને તમારી બનાવેલી નોટ્‌સ આપી દેશો તો તે તમારાથી આગળ નીકળી જશે. તો તમારી માન્યતા ખોટી છે. એમ કોઈ આગળ થઈ જતું નથી.. જો એમ થાતું હોત તો બધી જ વ્યક્તિઓ આઈન્સ્ટાઈન કે અંબાણી કે તાતાની સફળતાના સૂત્રો અપનાવીને તેમના જેવા જ ન બની જાત? મનનો આ ભય દૂર કરીને આગળ વધતા રહો. મહેનતનું ફળ દરેકને મળે જ છે.

 3. ભરત દેસાઇ (સ્પંદન) June 10, 2013 at 2:09 am

  ભૈ મીંયા… આપ ને તો હમારે મુહકી બાત છીનલી..બસ થોડા દિવસોનીજ વાત છે.. પછી ………………………………. .ભરત દેસાઇ..શિકાગોથી નહી.. પણ વડોદરાથી……..

  રાહત ઇન્દોરીનો શેર છે…

  ગુલાબ, ખ્વાબ ,દવા, જામ.. ક્યા ક્યા હૈ…
  મૈ આ ગયા હું ..બતા ઇંતજામ ક્યા ક્યા હૈ…

 4. riteshmokasana June 10, 2013 at 8:12 am

  ખુબ સરસ મૌલિકતા ને ચિંતન…આપના બ્લોગ ને માણ્યો..કીપ ઈટ અપ..રીતેશ

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! June 10, 2013 at 8:14 am

   આપે બ્લોગને વાંચવા માટે સમય આપ્યો તે બદલ..આભાર રિતેશભાઈ.

 5. dadimanipotli1 June 10, 2013 at 8:34 am

  ખૂબજ સુંદર સમજાવટ, ઘણી વખત જીવનમાં નિર્ણયો જ મહત્વનો ભાગ ભજવતા હોય છે, પરંતુ તે લેવા માટેની વિચાર શક્તિ, હિમંત, સમજ હોવી એટલી જ જરૂરી હોય છે, અન્યથા મુશ્કેલીઓ સામે આવીને વળગી પડે છે…!

 6. mohanbhatt June 11, 2013 at 6:22 am

  તમારા દરેક વિચાર મૌલિક અને વિચારપ્રેરક હોયે છે. Murthzaભાઈ !કોઈ પણ જોબ છોડતા પહેલા બીજા જોબ કે કામ નું આયોજન પહેલા કરી લેવું હિતાવહ !

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! June 11, 2013 at 12:08 pm

   મોહનભાઈ, આપનો ખૂબ આભાર. આપની વાત સાથે સહમત છું. પાલ બાંધવી ઘણી જરૂરી છે ભાઈ. પણ અહીં જે વાત જણાવી છે તે સંજોગો પરની છે અને તેના નિરાકરણ માટે આ નિર્ણય લેવો જરૂરી છે. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: