નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

‘સુ’વિચારની અસર થાય છે?!?!

“આ સુવિચારોની મારા જીવન પર કોઈ અસર દેખાતી નથી. જેટલાં પણ લોકો સુવિચાર બોલે કે લખે છે તે માત્ર સમય અને જગ્યાનો બગાડ કરે છે.”

……આઅહ ! પાછલાં દિવસોમાં ફેસબૂકમાં હવાફેર માટે કેટલાંક ગ્રુપમાં જઈ ખાસ વાંચન માટેનો સમય લીધો. ત્યારે એક જગ્યાએ જાણીતા વડિલની ઉપર મુજબની આ કોમેન્ટ જોવા મળી. મને થોડીવાર માટે તો લાગી આવ્યું કે શું સાચે જ સુવિચારો…એ કુવિચારોની ગરજ સારે છે? કોઈ આમ કેમ કહી શકે?

સુવિચારોનો વિરોધ શા માટે? શું એ કોઈ ગાળ છે કે આપણા દિલને ઠેસ પહોંચી શકે? કે પછી માત્ર બકવાસ કરવા બોલાયેલા શબ્દો છે જેનું કોઈ મહત્વ નથી?

દોસ્તો, જે રીતે અનાજનો દાણો શરીરના બંધારણ પર અક્સીર અસર કરે છે તે જ રીતે સમજણ અને શાણપણના ક્વોટ્સ જે પણ ભાષામાં બોલાયેલા હોય તે વાઈરલ બનીને ગ્રહણ કરનારના મન અને મગજ સુધી અસર કરે છે.

સાયકોલોજી અને (સર્ચ-એન્જિન ટેકનોલોજીએ પણ) પૂરવાર કરી આપ્યું છે કે…મગજને જેવો ખોરાક આપશો દિલ એવું વર્તન કરશે.

” If Good in, So Good Out. If the Garbage in, So the Garbage Out. It is up to us how we get it in our-self.”

એટલાં જ માટે ચાણક્ય કે ચેખોવ, વિવેકાનંદ કે વોલ્તેર, ઓસ્કાર વાઈલ્ડ કે ઓપ્રાહ વિન્ફ્રે, મોહન બાપુ કે મોરારી બાપુના શબ્દોની કિંમત હજુ પણ એટલી જ ઉંચી છે.

આજે ખુશીથી કહી શકું છું કે….મારી આ મસ્તીસભર લખવાની આદત પાછળ વિવિધ વાંચન દ્વારા માણેલાં એ ક્વોટ્સનો બહુ મોટ્ટો ભાગ છે.

માનસિક મોરલો::|>

(એ પણ એક ક્વોટ સાથે જ હોં)

“સુવિચારોની સામાજિક અસર એટલા માટે દેખાતી નથી, કેમ કે…જ્યાં પણ એ લખાયા હોય છે ત્યાં વાંચનાર એમ જ માને છે કે તે બીજાં માટે લખાયા છે.”– ઇર્વિન બોલ.

Advertisements

10 responses to “‘સુ’વિચારની અસર થાય છે?!?!

 1. pragnaju June 11, 2013 at 1:13 pm

  વિચાર વમળ કરે તેવો લેખ

  તેનૂં કારણ કેટલું સરળ અને તાર્કીક

  સુવિચારોની સામાજિક અસર એટલા માટે દેખાતી નથી, કેમ કે…જ્યાં પણ એ લખાયા હોય છે ત્યાં વાંચનાર એમ જ માને છે કે તે બીજાં માટે લખાયા છે.”- ઇર્વિન બોલ.

  સત્ય જ જગતનો સાર છે. એનાથી વિશ્વ ટકે છે. એના પર સોનાના ઢાંકણાનું આવરણ આવી જાય તો તે હટાવી સત્યને પામવું તે છે સાધના…આ વાત કાફ્રર (નાસ્તિક) પણ માને!

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! June 11, 2013 at 1:38 pm

   Once Again with More Pressure..THANK YOU VERY MUCH Pragnaju Ba!

 2. A P PATEL June 11, 2013 at 2:05 pm

  Human brain(mind) is a godown.People get from it what they fill in it.If filled with good quotes,only good will come out.”You are what you think.” is aptly said.

 3. Vinod R. Patel June 11, 2013 at 4:50 pm

  સુવિચારો તમારે વાંચવા છે ? તો આ રહ્યા જથ્થાબંધ સુવિચારો .

  થોડા ઉપર પણ વિચારશો પણ ઘણું ….. આભાર .

  https://vinodvihar75.wordpress.com/2013/06/07/258-%e0%aa%95%e0%ab%87%e0%aa%9f%e0%aa%b2%e0%aa%be%e0%aa%82%e0%aa%95-%e0%aa%9a%e0%aa%bf%e0%aa%a4%e0%aa%a8-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%aa%be-%e0%aa%af%e0%ab%8b%e0%aa%97%e0%ab%8d%e0%aa%af/

 4. Deepak Solanki June 12, 2013 at 4:36 am

  તમારા વિચારોને સલામ…. તમારા બધા લેખો ધીમે ધીમે ટાઇમ મળે તેમ વાંચતો રહુ છુ… એકાદ બે દિવસ પહેલા જ આપના લેખો મારા સંપર્કમાં આવ્યા છે…થોડામાં ઘણુ આપના વિશે જાણવા મળ્યુ છે… વધુ જાણવાની તાલેવેલી છે,.,,

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! June 12, 2013 at 8:46 am

   દિપકભાઈ, આપનો આભાર. પાછલાં લેખો પર સમયાંતરે નજર મેળવતા જશો. – કોઈક સવાલ હોય તો પૂછી પણ શકો છો. 🙂

 5. Utkantha June 12, 2013 at 5:08 am

  “આ સુવિચારોની મારા જીવન પર કોઈ અસર દેખાતી નથી.
  જેટલાં પણ લોકો સુવિચાર બોલે કે લખે છે તે માત્ર સમય અને જગ્યાનો બગાડ કરે છે.”
  ​​
  ​આ બે વાક્યોને અલગ અલગ વાંચતા મને એવું લાગે છે કે પહેલી વાત એ અંગત મંતવ્ય હોઈ શકે . પણ બીજું વાક્ય ​એ આક્ષેપ જેવું લાગે છે . બીજા શું કરે છે તે વિષે આવી રીતે જાહેરમાં સ્ટેટમેન્ટ આપવું એ તે લખનારી વ્યક્તિની પરિપકવતા બતાવે છે . મને જે ગમે તે બધાને ગમે તે જરૂરી નથી, તેમ મને જે ના ગમે, તે બધાને ના ગમે તે પણ જરૂરી નથી . શું વાંચવું તે એકદમ અંગત પસંદની વાત છે . મારી વાત કરું તો મારા જીવનમાં પણ મેં કરેલાં વાચનનો ઘણો પ્રભાવ રહ્યો છે . વાચનના શોખને લીધે મને ખુબ જ સારા મિત્રો મળ્યા છે . પ્રાથમિક શાળામાં પહેલી વાર વાંચેલો આ સુવિચાર મારું પ્રિય વાક્ય છે . ” મને દરેક દિશાએથી શુભ વિચારો પ્રાપ્ત થાવ .” બાકી તો દ્રષ્ટિ એવી સૃષ્ટિ … 🙂

 6. રૂપેન પટેલ June 12, 2013 at 3:11 pm

  ભાઈ સુવિચારો માત્ર વાંચવા માટે નથી પણ વાંચ્યા બાદ માણવા, મમરાવવા, વિચારવા માટી હોય છે. માત્ર વાંચી જવાથી કંઈ મળતુ નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: