નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

| એક ‘દસમી’ પ્રેમકથા |

 Hanky of Love

“….પણ તું મને એ તો જણાવ કે….તારી યાદ પ્રમાણે આપણે તો ૧૦ વર્ષ પહેલા SSC પછી છુટ્ટા પડી ગયા હતા. તો આટલાં વર્ષો બાદ તે મને ફેસબૂક પર કઈ રીતે ઓળખી લીધી?”

“બસ ! સમજ કે તારી તરફનું મારું પેલું ખેંચાણ…પાછુ લઇ આવ્યું છે.”

“ઓહ ! એ વળી કયું ખેંચાણ હતું?”

“દસમાંની પરીક્ષાના પહેલા જ દિવસે એ સ્કૂલના દરવાજે તારો જમણો હાથ ભીડમાં અચાનક મારી ડાબી આંખો પર જોરથી વાગી ગયો હતો. તું ઉતાવળમાં હોઈશ અને હું શાંતિમાં…એમ માની હું તને કશુંયે બોલ્યો ન હતો.”

“ઓહ એમ ?!?! શક્ય છે.. પણ પછી..પછી શું થયું હતું?

“તું થોડે આગળ નીકળીને મારી તરફ પાછી વળી’તી અને ‘સોઓરી’ કહી મારી આંખોમાંથી નીકળતાં પાણીને તારા નાનકડા રૂમાલ વડે ગરમ ફૂંક મારીને લૂછી નાખ્યું હતું. અને થોડી સેકન્ડ્સમાં જ મને ઠંડક થઈ ગઈ’તી.”

“ઓહ્ફ ! શું વાત કરે છે? મેં આવું કર્યું તું?”

“બસ. પછી એ જ ઘડીથી તારી એ ગરમ ફૂંકને મેં આંખોમાં સમાવી લીધી અને દુવા કરી કે “એ ખુદા! તારી આંખોને કોઈકને કોઈ રીતે મારા થકી ઠંડી કરાવજે.”

“વાઉ ! હાઉ રોમેન્ટિક યાર!”

“એટલે પાછલાં કેટલાંક વર્ષથી ફેસબૂક પર દરેક છોકરીઓની પ્રોફાઈલ પર એક નજર કરી લેતો’તો એમ માનીને કે એક દિવસ ‘મોહબ્બત રંગ લાયેગી. અને ગઈકાલે તું મને અચાનક દેખાઈ ગઈ. એટલે આજે આ રીતે તને મેસેજ મોકલ્યો. બોલ તારી ‘આંખો ઠારવા’ તું ક્યારે રૂબરૂ મળીશ?”

“ઉહ્ફ ! પણ હું તો….”

“મને ખબર છે. તારી પ્રોફાઈલમાં તે ‘મેરિડ’ લખ્યું છે. પણ તારા સ્ટેટસ પરથી મેં જાણી લીધું છે કે તું હજુયે…”

“ઓહ બોય ! તને…આટલો બધો કોન્ફિડેન્સ કઈ રીતે આવ્યો?”

“પગલી ! એ કોન્ફિડેન્સ મારી કરેલી દુવાનો છે. અને ખુદાને પણ ખબર છે કે આ બંદાને હવે આંખો કૂલ કરવાનો ફૂલ સપોર્ટ મળવો જોઈએ.”

7 responses to “| એક ‘દસમી’ પ્રેમકથા |

 1. Deepak Solanki June 14, 2013 at 6:03 am

  સરસ,, ગમ્યુ….

 2. Gujaratilexicon June 14, 2013 at 10:14 am

  નમસ્કાર!
  આપનો બ્લોગ ”નાઇલને કિનારે” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ. આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.

  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે. આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ.

  આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

 3. pragnaju June 14, 2013 at 1:45 pm

  સ ર સ
  યા દ

  હિંમતે મર્દા તો મદદે ખુદા!

  મૈને રબ સે દુઆ માંગી,
  દુઆ મેં અપની મોત માંગી,
  ખુદા ને મુજસે કહા કી,
  તુજે મેં મોત તો દે દુંગા,

  પર ઉસે ક્યાં કહૂંગા…………………………………………??

 4. mohanbhatt June 28, 2013 at 6:00 am

  મુર્તઝાભાઈ આપને school time ની પ્રેમિકા facebook ના માધ્યમથી મળી. Congratulation ! કાશ બધાને
  આવું સુખ મળે.આમીન ! -મોહન ભટ્ટ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: