નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

આંખો માટે દિલથી દુવા મેળવનાર એક ડોકટર…

Dr. Harminder Duva

Dr. Harminder Duva

આજે સાચે જ એક ‘દુવા’ની વાત કરવી છે.

શરીરના અત્યાર સુધીના ટોટલ અંગોમાં વધુ એક અંગ ઉમેરી યુનિવર્સીટી ઓફ નોટિંગહામના આંખ-ડિપાર્ટમેન્ટે મેડિકલ ક્ષેત્રે નવો જ ઇતિહાસ રચ્યો છે. અને આ ઇતિહાસ રચનાર ડોક્ટર કમ સાયન્ટિસ્ટનું નામ છે: શ્રી હરમિંદર દુવા.

ઓયે બલ્લે બલ્લે યારોં ! યેહ હરમિંદરજી હૈ ના…. ઇથ્થે છોટે સંસારમેં વડ્ડે સૈંટટીસ્ત કે રૂપમેં બાર આંયે હૈ જી ! ઔર ગલ્લ યેહ હૈ કે..

અત્યાર સુધીમાં એમ સંશોધન ચાલ્યું આવતું હતું કે….આંખોમાં આવેલા નેત્રપટલની પાછળ પાંચ લેયર્સ (સ્તરો) આવેલા છે. પણ માઈક્રોસર્જરીના અભ્યાસ અર્થે આંખોમાં વધુ અંદર ઝાંકીને શ્રી હરમિંદરજીએ પરપોટાની ખૂબ સુક્ષ્મ પિચકારી મારીને એક વધુ એક લેયર (અંગ) શોધી કાઢ્યું છે.

અને આ જ નવા અંગને મેડિકલ દુનિયામાં ‘દુવા’ઝ લેયર’ નામ આપવામાં આવ્યું છે.

એમના કહેવા મુજબ: “કેટલાંક રોગોમાં આંખોના ઓપરેશન દરમિયાન બીજાં લેયર્સ પર બાધારૂપ ન બને અને માત્ર આ નવા અંગ (લેયર) પર ખૂબ ચીવટતાથી જરૂરી દવાની પિચકારી છોડવામાં આવે તો નેત્રપટલનું ઓપરેશન ઘણું આસન બની જાય છે.”

આડ નોંધ: (હવે હું ડોકટર નથી એટલે તે અંગેની ઘણી અને માઈક્રો બાબતોનું કામકાજ મારા સર્ચિંગ ગુરુ શ્રી ગૂગલજીને સોંપી દઉં છું.)

તો હવે ગર્વથી કહી શકાય છે કે શ્રી દુવા સાહેબ…..‘આંખો’ની બાબતમાં કેટલાંય લોકોની ‘દિલ’થી દુવા મેળવશે !

(પણ મને એમ સંભળાઈ રહ્યું છે કે આંખોના ડોક્ટર થનારા કેટલાંક ઇન્ડિયન વિદ્યાર્થીઓ (આંસુ સારી) કહી રહ્યા છે કે… “ઓયે પાપાજી ! યેહ આપને ક્યા કિયા જીઈઈઈ?!?! સાડે સિલેબસમેં એક ઔર નયા કિતાબી ચેપ્ટર રખ્ખ દીયાજી !??!!)

માઈક્રો મોરલો:

“ઈશ્વરે દુવા તો દરેક અંગમાં મુકી છે. બસ…એને રિસર્ચ દ્વારા બહાર કઈ રીતે કાઢવી/કઢાવવી એ ઇન્સાનનું કામ છે. ”

Advertisements

One response to “આંખો માટે દિલથી દુવા મેળવનાર એક ડોકટર…

  1. pragnaju June 16, 2013 at 2:19 am

    Dua’s layer adds to the five previously known layers of the cornea: the corneal epithelium at the very front, followed by Bowman’s layer, the corneal stroma, Descemet’s membrane and the corneal endothelium at the very back.

    Dua and colleagues found the new layer between the corneal stroma and Descemet’s membrane through corneal transplants and grafts on eyes donated for research.
    Amazing

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: