નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

|| પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: ગાંઠે બાંધવા લાયક એક બૂક – Why Knot? ||

Why Knot- A Book on How to Knot Various Knots

રાજકારણમાં અત્યારે ટાઈમપાસ માટે ચાલતી ‘ગઠબંધન’થી દૂર થઇ આજે સાચે જ ગાંઠના બંધન વિશે વાત કરવી છે.

લાઈફમાં આપણને એટલું તો ખબર છે કે રસ્સા કે દોરીને બે છેડાં જોડી-વાળીને બાંધી દો એટલે એમની વચ્ચે ગાંઠ બંધાઈ જાય, બરોબર ને?

પણ અમેરિકામાં રહેતા શ્રી ફિલીપભાઈ પેટિટ આવા એક જ ગઠબંધનમાં નથી માનતા. એમના મતે તો ૬૦થી વધારે એવી અવનવી રીતો છે જેનાથી સાવ ઢીલા બની થઇ મજબૂતમાં મજબૂત ગાંઠો વાળી શકાય છે.

યેસ ! ફિલીપ પેટિટે તેના જીવનમાં વિવિધ ગાંઠ-બાંધણ પ્રક્રિયા પર ખાસ્સા એવા જાહેર પ્રયોગો અને સ્ટંટ કરી રિસર્ચને આધારે એક બેસ્ટ સેલિંગ પુસ્તક લખ્યું છે:

‘Why Knot? How to Tie More Than Sixty Ingenious, Useful, Beautiful, Lifesaving and Secure Knots.’ –

એમનું માનવું છે કે….કોઈ પણ દોરી કે રસ્સાને તેની ગાંઠ દ્વારા મજબૂતાઈ આપી શકાય છે. માત્ર એક જ સામાન્ય પધ્ધતિ ઉપરાંત એવી ઘણી રીતો છે જેને અલગ અલગ સમય અને સંજોગો પર વાપરી શકાય છે.

તેમની આ બૂકમાં આપણને સિમ્પલ સ્ટેપ્સ અને ચિત્રો દ્વારા એવી ગાંઠો બાંધવાની સમજૂતી આપવામાં આવી છે. વાળી એવી ગાંઠો ક્યાં ક્યાં વાપરી શકાય તેનું ગાઇડન્સ પણ.

જેમ કે…
• પાંચ આંગળીઓનો ઉપયોગ કરતી ફાઈવ ચેમ્પિયન ગાંઠ

• શરૂઆતમાં બાંધવી અઘરી લાગતી પણ પછી સાવ સહેલી બનતી ટ્રીપલ ગ્રેપવાઇન ગાંઠ

• નામ તેવા ગૂણ બતાવતી મંકી’ઝ ફીસ્ટ ગાંઠ

• કાંટાળી વાડ બનાવતી ગાંઠ…વગેરે…વગેરે…

હવે જેમને લાગે કે…‘કટિંગ અને પેસ્ટિંગ’ કરી ક્યાં આયખું બગાડવું? તેવાં સૌ પ્રજાજનોએ આ પુસ્તક વસાવવા જેવું છે. એટલા માટે કે..જો આ રીતે ગાંઠ બાંધવાનું શીખી જાય તો કટિંગની બાબતેય તેઓ આખા રહી શકે છે.

આ બૂક ખરીદવી હોય તો અહીની કોઈ પણ એક ઈ-ગાંઠ પર ક્લિક કરવી:

http://bit.ly/12IG7SV
http://amzn.to/13TDqcg

ગાંઠીલો મોરલો:

“ગાંઠ એવી બાંધવી કે છૂટી શકે. કાપવી પડે એવી ગાંઠમાં કાયમી ‘ગાંઠ’ રહી જતી હોય છે.”

Advertisements

3 responses to “|| પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: ગાંઠે બાંધવા લાયક એક બૂક – Why Knot? ||

 1. Suresh Jani June 17, 2013 at 1:03 pm

  લો આ હાજર… ગાંઠો વાળતાં (!) શીખવું હોય તો…
  http://hobbygurjari.wordpress.com/2011/12/03/knots/

 2. Vinod R. Patel June 17, 2013 at 4:43 pm

  ગાંઠીલો મોરલો: “ગાંઠ એવી બાંધવી કે છૂટી શકે. કાપવી પડે એવી ગાંઠમાં કાયમી ‘ગાંઠ’ રહી જતી હોય છે.”

  એક ગાંઠે બાંધવા જેવું સત્ય કહ્યું મુર્તઝાભાઈએ .

 3. પ્રા. દિનેશ પાઠક June 21, 2013 at 4:41 pm

  સરસ! 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: