નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

‘મ’ ની માયાજાળ..મિસરમાં !

High-Way_Cairo

મમીથી શરુ કરી મહા-સંસ્કૃતિ, મુસલમાન, મુહંમદ હોસ્ની મુબારક, મહા-વિરોધ, મધ્યસ્થ ચૂંટણી, મુસ્લિમ-બ્રધરહૂડ, મુહંમદ મુરશી, મીડિયોકર મેનેજમેન્ટ, મગજમારી, માથાકૂટી, મતભેદ, મહા-ચળવળ, મીડિયા, મનોસ્થિતિની વચ્ચે આ તમારો મિત્ર ……મુર્તઝા મિસરમાં બેસીને શું લખે અને શું ન લખે?

‘નથી જાણ્યું અમારે પંથ શી મહા-આફત ખડી છે,
ખબર છે એટલી કે મીસરીઓની હાકલ પડી છે.’

– (મેઘાણી બાપુની માફી સાથે)

સ્ટ્રીટ, રોડ, ઘરો ખાલી કરી….ઘરથી થોડેક જ (દૂર કહું તો) આવેલા મહાચોક ‘તાહરીર સ્ક્વેર’ ખાતે અત્યારે લાખો લોકો તંબૂ તાણીયા રે લોલ!

ખૈર, થોડાં અરસા અગાઉ એક ટેક્સી-ડ્રાઈવર સાથે વાત કરી ત્યારે એણે અહીંના ગામઠી અરેબિક અંદાઝમાં એક વાત કરી…

“સાહેબ, અમારી પ્રજાને સખત ભુખ તો લાગી છે પણ શું ખાવું એ વિશે સૌ કોઈ અસમંજસમાં છે. એવું જ શાશનમાં થઇ રહ્યું છે. પહેલા એમણે મુબારકને ઉથલાવ્યા, પછી મોરસીને લાવ્યા. હવે એનાથીથી કંટાળી ફરી નવી જ ઉથલપાથલ કરી રહ્યા છે. જો આવું થયા કરશે ત્યારે અમારી રોજીનું શું?

ખૂબ દુઃખ સાથે કહું છું કે…પ્રજાને હાથમાં લઈને પકડી શકે એવો કોઈ લીડર અમને કેમ નથી મળતો?- કે પછી પ્રજાનો જ જુવાળ તેને આગળ લાવવા દેતો નથી? – ક્યાં ખોટ છે?- કેમ કોઈ સાચા દિલથી શું જોઈએ છે તે વિશે વાત કરતુ નથી?- આવું ક્યાં સુધી ચાલશે?- અમારું ભવિષ્ય શું?

(અને પછી એક સટ્ટાઆઆક્કક કરતો સવાલ તેણે મને પૂછ્યો): “ભાઈ, તમારા હિંદમાં આવું હોય?”

…અને મેં પણ ‘મૌન’થી જ જવાબ આપ્યો.

4 responses to “‘મ’ ની માયાજાળ..મિસરમાં !

  1. pragnaju July 2, 2013 at 2:38 am

    ખુદા ખૈર કરે યારો.

  2. Vinod R. Patel July 2, 2013 at 3:35 am

    મિસરમાં મુબારકની ડીક્ટેટરશાહી પછી મોરસીની કહેવાતી લોકશાહી આવી છતાં શાંતિ ન આવી .

  3. A P PATEL July 2, 2013 at 3:48 pm

    Everywhere religions have created rifts among people, and have destroyed their life .

Leave a reply to A P PATEL Cancel reply