નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

રમઝાની માહોલની કેટલીક મઝાની વાતો..

Ramzan Mubarak_Ramadan_Greetings

શારીરિક રીતે એ મારા ૯૦ વર્ષિય દેશી-પડોશી-દોસ્ત છે. પણ માનસિક રીતે હજુયે ટીન-એજમાં વસે છે.

એમના અનુભવોની ઘણી વાતો તેમણે મનમાં અને ડાયરીમાં વર્ષોથી સાચવી રાખી છે. જે મારી સાથે અવારનવાર શેર પણ કરતા રહે છે. હવે જ્યારે માહોલ ‘રમઝાની’ હોય ત્યારે એમની પાસેથી મળી આવતી કેટલીક વાત આવી ‘મઝાની’ પણ હોય છે….

•= ઝિંદગી બેવફા હોઈ શકે, છતાં પણ જીવનને માણતા રહેવું વફાદારીનું કામ છે.

•= જ્યારે કોઈ બાબતે શંકા થાય ત્યારે, અટકી જવા કરતા સૌથી નજીકનું પગલું પણ ભરવું તો ખરૂ જ.

•= જ્યારે તમે માંદા પડો ત્યારે તમારી જોબ સંભાળ નહિ રાખે. પણ તમારું કુટુંબ અને દોસ્તો મદદે આવશે.

•= ઉગ્ર ચર્ચામાં પડો ત્યારે ખોટી દલીલબાજીથી દૂર રહેવું. અને દિલમાં જે સચ્ચાઈ હોય તે રાખી મુકવી.

•= રડવું આવે ત્યારે એકલા રડવા કરતા કોઈકના ખભાનો સહારો લેવો.

•= જ્યારે ખુદની ઉપર સખત ગુસ્સો આવે ત્યારે ખુદાને પણ ઠપકારી દેવો. એ તમારી વાત સાંભળીને પછી તમને સંભાળી લેશે.

•= જે વસ્તુની જરૂરીયાત વારંવાર રહેતી હોય તેને સાચવતા રહેવું.

•= જે વસ્તુને વાપરવાની જરૂરત ન જ પડે તે ક્યારે ન ખરીદવી.

•= જેમને સાચે જ જીવવું છે તેમના માટે ઝિંદગી બહુ ટૂંકી છે. માટે દુઃખ પણ આનંદ સાથે ભોગવવું.

(દોસ્તો, આવી હજુ કેટલીયે વાતો છે જે આવનારા દિવસોમાં ફરી વાર….) ત્યાં સુધી ખુશ રહીએ…આબાદ રહીએ.

Advertisements

8 responses to “રમઝાની માહોલની કેટલીક મઝાની વાતો..

 1. pragnaju July 12, 2013 at 2:14 pm

  ખુદાના બંદાને બૂરાઇથી દૂર રાખીને અલ્લાહની નજીક લઇ જનાર પાક માસ એટલે રમજાન.

  રમજાન માસમાં વાતાવરણમાં ઘોળાતી અજાન અને એકીસાથ દુવા માટે ઊઠતા લાખોના હાથ

  જાણે ખુદા સાથેની મહોબતનો પયગામ આપી રહ્યા હોય તેવી પ્રતીતિ થાય છે

  રમજાન મુબારક

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! July 12, 2013 at 2:19 pm

   ક્યા બાત હૈ પ્રજ્ઞાબા, આપનું આખું ક્વોટ ખુદ એક પ્રેરણાત્મક પોસ્ટ બની ગયું. આભારમ !

 2. jjkishor July 13, 2013 at 12:20 am

  પ્રજ્ઞાદીદીએ ગાંધીઆશ્રમની સર્વધર્મ–પ્રાર્થનાઓ બરાબરની માણી છે. ને વળી ઉર્દુની જાણકારી !

  તમને કાલે ‘પવિત્રમાસ મુબારક’ કહ્યું પણ તે બીજાના બ્લૉગમાં ગયું !! નાઈલના પ્રવાહોની જેમ તમારા સૌમાં રમજાન વહેતો રહે ! – જુ.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! July 13, 2013 at 3:09 am

   જુ.કી દાદા, સાચે જ એમની દરેક વાતમાં એક તથ્ય બહાર ઉભરાઈ આવે છે. બ્લોગ પોસ્ટમાં તેઓ સુગંધ ઉમેરી નાખે છે. આપનો પણ આભાર.

 3. jagdish48 July 14, 2013 at 2:18 pm

  તમને રમજાન મુબારક કહીને કહી જ નાખું આ પોસ્ટમાંથી કેટલુક કોપી-પેસ્ટ મારા બ્લોગના ‘મમળાવો’ માં કરી જ નાખ્યું. ( તમારા નામ સાથે હોં….)

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! July 14, 2013 at 5:39 pm

   જગદિશબાપા, આભારમ. પણ બોસ મને ત્યાં મુર્તઝામાંથી મુસ્તફા બનાવી નાખ્યો છે એનું શું? આખું વ્યક્તિત્વ અલગ બનાવી ‘લાઈખું’ બાપલ્યા!?!?!

   • jagdish48 July 15, 2013 at 3:19 am

    ‘નામમેં ક્યા રખા હે’
    વત્સ ! નામ તો શરીરનું હોય છે, આત્મા અમર છે. આત્માનું કોઈ નામ નથી. વત્સ ! તેં લખેલા શબ્દો તો અમર આત્માની દેન છે.
    – બ્લોગ સંત શ્રી……….. 🙂
    ભઈલા, સુધારી લીધું હોં !

   • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! July 15, 2013 at 3:31 am

    થેંક્યુ થેંક્યુ સર હોં! 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: