નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

શું તમને એવા કાંકરા લેવા ગમશે?

Small_Stones_Diamonds

આરબી સંત ઝૂલકરનૈન તેમના શાગિર્દો (શિષ્યો) સાથે એક વાર સફર પર નીકળ્યા. મજલ લાંબી હતી એટલે તે સૌ સમયાંતરે કોઈક મુકામ પર આરામ કરી આગળ વધતા.

રાત શરુ થઇ. ચાલતાં-ચાલતાં અચાનક એક જગ્યાએ જમીન પર સૌને પગમાં નાનકડાં કાંકરાઓ ભોંકાવા લાગ્યા. અંધકાર એટલો ઘોર હતો કે આગળ ચાલવાની સાથે સાથે એક-બીજાંના ચહેરાઓ પણ જોવું મુશ્કેલ બન્યું.

ત્યારે જનાબ ઝૂલકરનૈને સૌને થોડાં સમય પૂરતું રોકાઈ જવાનું તો કહ્યું પણ સાથે સૂરજ ઉગે એ પહેલા જ આ જગ્યા છોડી દેવાની ઈચ્છા દર્શાવી.

શાગિર્દો તો થયા પરેશાન. તેઓને આવા નોકીલા કાંકરાવાળી જમીન પર શાં માટે રોકાઈ જવાનું કહ્યું હશે એ જાણવા તેમણે ઝૂલકરનૈનને પ્રશ્ન કર્યો. “જનાબ ! આવા કાંકરા-પથ્થર અમે અમારી ઝિંદગીમાં ક્યારેય અનુભવ્યા નથી. આ જગ્યાનો રાઝ શું છે?”

દોસ્તો, આ કાંકરાઓ જે લેશે એ સૌ પસ્તાશે. અને જે નહિ લે એ પણ પસ્તાશે.” – સંતનો જવાબ સાંભળી સૌ લોકોમાં એક રહસ્યનું મોજું ફરી વળ્યું.

કેટલાંક શાગિર્દોએ કુતૂહલવશ થઇ સંતની વાત માની કાંકરાઓને હાથમાં લઇ પછી રૂમાલમાં ભરી લીધા. એમ માનીને કે કાંઈક ન લેવા કરતા લઈને પસ્તાવું સારું.’

જ્યારે બાકીના શાગિર્દો… જેઓને આવી બાબત કાંકરીચાળા જેવી લાગી. તે સૌએ એમ માન્યુ કે…‘હાથમાં ખોટો વજન લઈને પસ્તાવુ એ કરતા ન જ લેવામાં શાણપણ છે.’ – આરામ ફરમાવી કાફલો પ્હો ફાટે એ પહેલા જ મંઝિલ તરફ આગળ ચાલ્યો.

સવારના પ્રથમ કિરણ સાથે ફરીવાર જનાબ ઝૂલકરનૈને સૌને થોડી વાર માટે રોકાઈ જવાનું કહ્યું. પછી ફરમાવ્યું: “જે લોકોએ રાતવાસો દરમિયાન કાંકરાઓ ભેગા કર્યા છે, તે સૌ હવે પોતાની પોટલી ખોલી જોઈ શકે છે.”

ઓહ ! પણ આ શું!!!!! કાંકરા લાગેલા એ પથ્થરો તો હિરા હતાં.

જે લોકોએ ગમ્મત ખાતર થોડાંક લીધાં હતાં તે સૌને વસવસો થયો કે…અમે આટલા ઓછાં જ કેમ લીધાં?!?!? જો હજુ વધારે લીધાં હોત તો??!!?!!!….જ્યારે જેમણે કાંકરા સમજી ન લીધાં તે સૌ તો એવા પસ્તાયા કે…તેમની પાસે માત્ર આંસુ જ હતાં.

હિરા-માણેક મોરલો:

‘જ્ઞાનનું પણ એવું જ છે. લઈએ તો પણ પસ્તાવું પડે અને ન લઈએ તો…..આહ ! ઘણું જ…’

6 responses to “શું તમને એવા કાંકરા લેવા ગમશે?

 1. pragnaju July 16, 2013 at 1:48 pm

  પ્રેરણાદાયી વાત
  માનવ શરીરમાં પાણી ને બાદ કરતાં બાકીના તમામ પદાર્થોમાં કાર્બનનું પ્રમાણ સૌથી વધુ છે. સજીવો વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનોના બનેલા છે. તેમાં શુદ્ધ કાર્બન સ્ફટિક રૂપ હીરો. તેની સખ્તાઇને કારણે તેનો ઔદ્યોગિક ઉપયોગ વ્યાપક છે. ખાસ કરીને ખૂબ સખત ઓજારોની ધાર કાપવા માટે હીરાનો ઉપયોગ થાય છે. શુદ્ધ કાર્બનનો સ્ફટિક હીરો પારદર્શક હોય છે. હીરાનો વક્રીભવન અચળાંક ખૂબ ઉંચો હોય છે. આ ગુણધર્મોને કારણે હીરો કિમતી કિમતી પત્થર તરીકે ખૂબ લોકપ્રિય છે એ અમારા હૂરટીઓને …

 2. Dipak Dholakia July 17, 2013 at 7:19 am

  સાચી વાત છે. જ્ઞાનનું પણ એવું જ છે. લો કે ન લો, અસ્તાવાનું કારન તો છે જ.

  શહેનશાહ સાયરસનું પણ અરબી નામ ઝુલકરનૈન છે ને? મારો એવો ખ્યાલ છે. આ જ્ઞાન મેળવીને હું પસ્તાવા માગું છું, એટલે પૂછું છું!

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! July 18, 2013 at 6:15 am

   દિપકભાઈ, સાચું કહું તો હજુ સુધી (આ લખું છું ત્યાં સુધી) મને ઝૂલકરનૈન સાહેબ વિશે વધુ માહિતી મારા ધાર્મિક શિક્ષક (ઉસ્તાઝ) તરફથી મળે એની ઈંતેઝારીમાં છું. મળશે ત્યારે જરૂર શેર કરીશ સાહેબ. બાકી કિંગ સાયરસ વિશે આપને વધુ માહિતી આ લીંક પરથી મળી શકશે.

   http://en.wikipedia.org/wiki/Cyrus_the_Great

   આભાર.

 3. mdgandhi21, U.S.A. July 18, 2013 at 5:39 am

  સુંદર બોધદાયક વાર્તા છે.

 4. dadimanipotli1 July 20, 2013 at 3:12 pm

  ખૂબજ સુંદર – ઉત્તમ પ્રેરણાદાયી અને બોધદાયક વાર્તા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: