નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

ક્યાંક આપણી માછલી ધૂળમાં તો તરતી નથી ને?

father-son-fishing

શહેરથી દૂઉઉઉઉર એક ફાર્મ-હાઉસની નજીક આવેલી નદીમાં મિલિયોનેર પિતા તેના પાંચ વર્ષના નાનકડા દિકરાને પહેલી વાર માછલી પકડવા લઇ ગયા. 

સ્કૂલની દુનિયાથી ઘેરાયેલા એ નાનકડા બાળકને ‘માછલી પકડવા’નો આજે પહેલો પ્રેક્ટિકલ (અનુભવ) હતો, એટલે નદીનો પટ, પાણી, તેમાં પડતા વિવિધ પ્રતિબિંબ, ખુલ્લું આકાશ….તેની કુતુહલતાની દુનિયા ખોલી રહ્યું હતું.

પિતાએ તો કિનારે નાનકડી બેઠક જમાવી માછલી પકડવા હૂક પાણીમાં નાખ્યો. તે જ વખતે દિકરાએ પણ પ્રશ્નનો બીજો અદ્રશ્ય હૂક પિતાના મગજમાં નાખ્યો: 

“હેં પપ્પા ! આ માછલી પાણીમાં કઈ રીતે તરે છે?”

“હમ્મ્મ્મ…બેટા ! મને ખબર નથી હાં.” –કહી પપ્પાએ હૂક તરફ ધ્યાન પરોવ્યું. પણ થોડી જ ક્ષણો બાદ ફરીથી બીજો પ્રશ્ન-હૂક માથે ફેંકાયો. 

“પપ્પા ! આ આસમાન બ્લ્યુ શાં માટે દેખાય અને પાણીમાં તેનો રંગ ભૂરો કેમ બની જાય છે?”

“મારા દિકરા! તારો સવાલ તો મજાનો છે. પણ હું તને સમજાવી નથી શકતો. સોરી ડિયર !” – પ્રશ્નમાં હજુયે રંગ છે એમ સમજી થોડી વધુ ક્ષણો બાદ બાળકે ત્રીજો હૂક નાખ્યો.

“તો હેં પપ્પા મને એમ તો જણાવો કે…પેલી નાનકડી બોટ પાણીમાં કઈ રીતે તરી શકે છે અને મારી કાગળની નાવડી થોડી જ વારમાં કેમ ડૂબી જાય છે?”

“ઓહ્ફો મારા વ્હાલા! પ્લિઝ મને માછલી પકડવા દઈશ કે….” – 

“સોરી સોરી…ડેડી ! તમને મારા સવાલોથી ન ગમતું હોય તો હવેથી હું નહીં પુછું…બસ ! પણ તમે આમ દુઃખી ન થશો. પ્લિઝ.”

“ઓહ માય ચાઈલ્ડ ! આઈ એમ સો સોરી કે હું તને જવાબ નથી આપી શકતો. પણ દિકરા તું સવાલ કરવાનું ચાલુ રાખજે. તારી સાથે હું પણ કાંઈક શીખી શકીશ. ચાલ આજે બીજે ક્યાંક જઈએ…”

સવાલોના સુખ…અને જવાબો ન આપી શકવાના દુઃખનું કોમ્બો-પેક લઇ પપ્પા અને બેટાએ ‘પેક-અપ’ કરી ઘરની ડેકોરેશન તરીકે બનાવેલી લાઈબ્રેરી તરફ પહેલી વાર સફર શરુ કરી….

માનસિક મોરલો:

“જો જો ક્યાંક આપણી ‘માછલી’ લાઈબ્રેરીની ધૂળમાં તો બેસી નથી ગઈને?”

One response to “ક્યાંક આપણી માછલી ધૂળમાં તો તરતી નથી ને?

  1. Vinod R. Patel July 30, 2013 at 5:30 pm

    માનસિક મોરલો:

    “જો જો ક્યાંક આપણી ‘માછલી’ લાઈબ્રેરીની ધૂળમાં તો બેસી નથી ગઈને?”

    બહુ સરસ . અમદાવાદની લાઇબ્રેરિઓમા આવી બેસી રહેલી માછલીઓ મેં નજરે જોઈ છે .

    પુસ્તકોમાં પુષ્કળ જ્ઞાન પડેલું હોય છે પણ જ્યાં સુધી એનો ઉપયોગ ન થાય તો શું કામનું ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: