નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

ચોંકાવનારા (અને ચમકનારી) ઈન્ટરનેટની કેટલીક અવનવી ખબરો….

 કહેવાય છે કે…

•=) યુ.એસ.એ.માં લગભગ ૨૫૦ મિલિયન ઈન્ટરનેટ યુઝર્સ છે. જ્યારે ચાઈનામાં તેના ‘ડબ્બલ કરતા બી વધારે’ પોણા-છસ્સો યુઝર્સ છે.

•=) ભલેને ફેસબૂક પર આખી દુનિયામાંથી ૧.૧૧ બિલિયન યુઝર્સ હોય છતાં તે ચાઈનામાં પ્રવેશી શક્યું નથી. કેમ કે ત્યાં એ ‘બેન્ડ’ થયેલું છે.

•=) હવે તમે એમ ધારતા હોય કે…એમેઝોન.કૉમ દુનિયાની સૌથી મોટી અબજોનો વેપલો કરતી ઈ-કોમર્સ સાઈટ છે. તો જરા એટલું જાણી લો કે તે હજુયે ખાંડ ખાય છે. કેમ કે અલીબાબા.કૉમ એ એમેઝોન.કૉમ અને ઈ-બે.કૉમના ટોટલ કરતા આગળ છે.

•=) ૨૦૧૫ સુધીમાં જ કદાચ ડેસ્કટોપ કોમ્પ્યુટરનું સ્થાન ટેબ્લેટ કોમ્પ્યુટર લઇ લેશે. કારણકે…..જગ્યા અને સાધનની જુગલબંધીની સહુલીયત એમાંથી મળી ગઈ છે.

•=) અલ્યા એય ફેસબૂક ! તું ભલેને દરરોજ ૩૦૦ મિલિયન જેટલાં ફોટોગ્રાફ્સ અહીં ઠાલવે જાય છે. પણ તારી પાછળ તારું માર્કેટ કબજે કરવા સ્નેપચેટ.કૉમ અને પિંટરેસ્ટ.કૉમ નામના બે નાનકડાં બાળ રાક્ષસો ખૂબ ઝડપથી મોટા થઇ રહ્યા છે. સાવધાન !

•=) ગૂગલ અર્થ (કે મેપ)ના ફોટોગ્રાફ્સ તૈયાર કરવામાં તેનો સ્ટાફ જેટલું ચાલ્યા કે દોડયા છે કે પૃથ્વીથી ચાંદ સુધી લગભગ ૧૦ વાર આંટાફેરા મારી શકાય. (અને આપણે આરામથી માત્ર માઉસ ફેરવ્યા કરીએ છીએ)

•=) એ તો જગજાહેર થઇ ગયું છે કે…યુ-ટ્યુબ પર અત્યારે એક વર્ષમાં એટલો વિડીયો અપલોડ થઇ રહ્યો છે કે જો હોલીવૂડને તેનો ઉપયોગ કરી એક લાંબી ફિલ્મ તૈયાર કરવી હોય તો માઆઆઆઆત્ર ૪૩,૦૦૦ વર્ષ જ લાગે. (ને ત્યાં સુધીમાં તો બીજાં કેટલાં વર્ષનું બીજું નવું ભાથું બંધાઈ ગયું હોય?!?!?!?)

તો દોસ્તો, હવે તમે જ પૂછશો કે…”આમાં આપણા કેટલાં ટકા?” – તો સાહેબ જણાવી દઉં કે…આ ટેકનોલોજીને ધક્કો મારવામાં ૨૮%થી પણ વધું એવા ભારતીયોનો ‘પાછળથી’ ફાળો રહ્યો છે.

– જય (બહાર) ભારત !

Advertisements

3 responses to “ચોંકાવનારા (અને ચમકનારી) ઈન્ટરનેટની કેટલીક અવનવી ખબરો….

  1. Vinod R. Patel September 10, 2013 at 2:57 am

    ઈન્ટરનેટ જગતની અવનવી માહિતી માટે ,મુર્તઝાભાઈ , આપનો આભાર .

    આંખ ઉઘાડી રાખીએ તો કેટલું બધું જાણવા મળે ! ઇન્ટરનેટ ની એ એક બલિહારી .

    પુસ્તકોના થોથા વાંચવાનો જમાનો ગયો . ગણપતિનો ઉંદર -માઉસ બધે ફરીને તમારી

    આગળ માહિતીના ઢગ ખડકી દે !

  2. Deepak Solanki September 10, 2013 at 5:11 am

    ખુબ જ સરસ માહિતી અને ટાયટલ એકદમ બંધબેસતુ…

  3. dadimanipotli1 September 10, 2013 at 2:00 pm

    ઈન્ટરનેટ જગતની ઉપલબ્ધિઓ અને ખૂબીઓ ની જાણકારી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: