નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

લેખ, લેખન અને લેખક…

Hand_Pen

.

•=) “તમને જ્યાંથી પણ આઈડિયા મળી આવે એવી જગ્યાએ વારંવાર જવું. ભલેને પછી એ માટે વહેલી સવારમાં વોકિંગ કરવા બહાર જવું પડે કે સાંજે બહારથી આવી બાથરૂમમાં શાવર લેવો પડે.”

•=) “કોઈ વિષય/વસ્તુ પર નિબંધ લખતા આવડે છે? – સારું. પણ જો એમાંય કોઈક વાર્તા રચતા આવડે તો તો….. મજ્જાની લાઈફ !”

•=) “વાંચક જેટલાં સવાલો કરે એટલું સારું. કારણકે સારા સવાલોનો જવાબ તો સૌને આવડતા હોય છે.”

•=) “જેના લખાણ દ્વારા વાંચક મૂર્ખ બની ગયાનો અનુભવ મેળવે, તેવા લેખકને પણ એવો જ ગણવો.”

•=) “તમારી અંદર રહેલો અવાજ, એ જ તમારું લખાણ.”

•=) “કેટલાં શબ્દો લખાયા, એ કરતા એમાં શું લખાયું એ લખતા આવડી જાય પછી લખાણની ચિંતા બહુ ઓછી રહે.”

•=) “કોઈ બાબતમાં ઝટકો આપી શકાય એવો કોઈ આઈડિયા તમને આવે ત્યારે…તેને સાચે જ કોઈ ઝટાકેદાર અસર કઈ રીતે આપવી તે વિશે પહેલા ૩૬૦ના ખૂણે વિચાર કરવો.”

•=) લખવાની શરૂઆત ત્યારે જ કરવી, જ્યારે સાચે જ કાંઈક લખવા જેવું લાગે. નહીંતર ચુપ રહેવું.

•=) “જ્યાંથી પણ કાંઈક નવું જાણવા કે માણવા મળ્યું હોય તેનો ઉલ્લેખ લેખમાં થાય તો શબ્દો/ વાત લેખે લાગે.”

(Ref: તરવરિયા બ્લોગર જેફરી બૂલ્લાઝના બ્લોગ jeffbullas.com પરથી…દેશી ભાષામાં.)

7 responses to “લેખ, લેખન અને લેખક…

 1. Deepak Solanki September 11, 2013 at 5:12 am

  આપનુ લખાણ ખૂબ જ સરસ હોય છે.. એક વિજળીના ચમકારા જેવુ…. એક ચમકારામાં ઘણુ બધુ જોઇ શકાય છે… અને જે જોઇ ન શકે તેના માટે અંધારુ જ રહે છે.. આ અને આ પહેલાના ઘણા લેખોમાં અંધારામાં ચમકારા દ્વારા ઘણુ દેખાડી દીધુ છે.. સરસ … અભિનંદન..

 2. Anurag Rathod September 11, 2013 at 5:21 am

  લખવાની શરૂઆત ત્યારે જ કરવી, જ્યારે સાચે જ કાંઈક લખવા જેવું લાગે. નહીંતર ચુપ રહેવું. >>> 😀

 3. Prashant Goda September 11, 2013 at 10:20 am

  હહહહહહહહહ એટલે જ મને આ બ્લોગ પર આવવું ગમે છે 😉
  એક idea જો બદલદે આપકી દુનિયા ad: famous છે.
  ખુબજ સરસ.

 4. jagdish48 September 11, 2013 at 10:44 am

  આવી શાસ્ત્રીય વાતોથી પેટ (મન) નો ભરાયું, બ્લોગરના લખાણની વાતું ક્યોને !
  ગમે તેમ પણ ગમ્યું….

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! September 11, 2013 at 3:17 pm

   જગદીશ દાદા, લખાણ ક્યાંય પણ લખાય. નોટબૂકમાં કે બ્લોગ પર. તેના કેટલાંય નિયમો તો બધે જ લાગુ પડે ને?- એમ સમજી લઈએ કે આ જ નિયમોને બ્લોગ પર અપનાવવામાં આવે તો !?!?!

   ફરક પડતા હી હૈ….ના? 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: