નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

નાઈલથી…મેગ્નિફીસ્ન્ટ માથેરાનમાં !

Matheran

નાઈલના કિનારેથી નીકળીને….મેગ્નિફીસ્ન્ટ માથેરાનમાં નેચર-ખોળે આવવાનું બને ત્યારે આમ ઊંચું જોવાઈ જવાય એ પણ નેચરલ જ છે, ખરુને?

તે વખતે મુંબઈની માથે પડતી ગરમીથી દૂર જ્યારે માથેરાન પહોંચવાનું થયું ત્યારે નેરલથી નીકળતી બચુકડી ગાડી, ત્યાંની પહેલવાની પોની-ઘોડી, લાલ માટી, એક પગલું ચૂકીએ ને હજારો ફિટ ખાઈમાં ધકેલાઈ જઈએ એવાં ‘પોઈન્ટસ’….

ચિલ્લર-પાર્ટીઓની પોઈન્ટલેસ મસ્તીઓ, એક બોલાવીએ ને ૨૫-૫૦ આવી જાય એવી હજારો વાનરસેના, ગાઢ જંગલમાં સંતાયેલા ફાર્મ-હાઉસ-બંગલોઝ, ૨૦ રૂ.ના કપ વાળી ચાહ અને….અને….હાથમાં હાથ ભેરવી હનીમૂન કપલ્સની ચાહના…આહ! બધું જ…તન-મન અને ધનમાં ધનાધન ઉતરી જાય એમાં કોઈ શક ખરો?

હા, આવું હોવા છતાં માત્ર એક વસ્તુની ખોટ સાલે તે….વરસાદ.

યેસ! વખત જ એવો હતો કે…વરસાદ અને દિવાળી વેકેશન બસ પુરા થઇ ચુક્યા હતા. તોયે ફેમીલી સાથે એક દિવસ માટે માત્ર ‘જઈ અને જોઈ’ આવ્યા.

અબ દોબારા બારીશ કે સાથ ભાગ કર આયેંગે ઔર ભીગ કર જાયેંગે. પક્કા!

6 responses to “નાઈલથી…મેગ્નિફીસ્ન્ટ માથેરાનમાં !

 1. Vinod Patel December 9, 2013 at 8:19 pm

  મુર્તઝાભાઈ વતનની હવાથી દિલ કદી ભરાતું નથી હોતું અને ફરી પાછા આવવાનું મન થાય જ છે .

  વતનથી દુર પરદેશમાં રહેતા અને થોડા સમય માટે વતનની મુલાકાતે આવેલા ભારતીયોનો આ સામાન્ય

  અનુભવ હોય છે .

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! December 9, 2013 at 8:40 pm

   Yes Vinubhai, કેટલીક બાબતો તો દિલના ઊંડાણમાં એવી ઉતરી ચુકી હોય છે કે…

 2. રૂપેન પટેલ December 10, 2013 at 8:31 am

  સરસ ફોટોગ્રાફ છે.

 3. pravinshastri December 10, 2013 at 3:11 pm

  છેલ્લી વાર ૧૯૬૩માં ગયો હતો. લગ્ન પછી. એક લોકલ ગાઈડ બીજા કપલને હનિમૂન પોઈન્ટ વીશે માહિતી આપતો હતો. હનિમૂન શબ્દને બદલે એ હનમાન પોઈન્ટ બોલતો હતો. બાલબ્રહ્મચારી હનુમાનને હનિમુન સાથે જોડ્યા.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! December 10, 2013 at 3:42 pm

   અરે વાહ શાસ્ત્રી સાહબ! મજાની વાત બની છે. ‘તાકાત’ તો બંનેમાં જરૂરી બને છે. 🙂

 4. niharika.ravia December 26, 2013 at 12:59 pm

  ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: