નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

અપડેટ છતાં આઉટડેટેડ….

“૭ ડિગ્રીની ઠંડક મેળે પડી મારા અંગેઅંગી,
S3ને હાથે લઇ બન્યો હું ‘Note’ સેમસંગી.”

Murtaza_NoteProto

દર વર્ષે અહીં યોજાતા ICT (Information Communication Technology) Fair માં જવાનું થયું. કાંઈક નવું જાણવાની-જોવાની ઈચ્છા અને પાછલાં દિવસોથી પડતી જબ્બર ઠંડીના કોમ્બોપેકે મને થોડો નિરાશ કર્યો.

એટલા માટે કે…માઈક્રોસોફ્ટ, ઇન્ટેલ, આઈ.બી.એમ, સેમસંગ જેવી કંપનીઝના બૂથ પણ તેમના પ્રતિસાદ જેવા ‘સાવ ઠંડા’ જોવા મળ્યા.

અમેરિકા/ યુરોપમાં જેમની પ્રોડક્ટ્સ હવે જૂની થઇ છે તેઓ પણ હજુ અહીં આફ્રિકામાં લોન્ચ કરી શક્યા નથી. સામાન્ય સવાલો પણ પૂછ્યાં તો જવાબ મળ્યો: “અમને બહુ ખબર નથી, સાહેબ.” – “તો પછી બૂથ રાખવાનું કારણ?”- “એ તો, જસ્ટ ડેમોન્સ્ટ્રેશન કરવા.”

જ્યાં ઈજીપ્તમાં ચારેબાજુ રાજકીય ‘ડેમોન્સ્ટ્રેશન’ થઇ રહ્યાં હોય એમાં વાળી આવું ડિજીટલ ડેમોન્સ્ટ્રેશન ભળે તો નવી શું?

ખૈર, સેમસંગ બાપુએ તોયે અહીં કાંઈક સારો એવો મોબાઈલ માર્કેટ શેર મેળવી લીધો છે. તેની સામે ‘મૂઢ માર ખાઈ ચુકેલા મુરબ્બી માઈક્રોસોફ્ટને આખો દિવસનો મોબાઈલ અને ‘ઓપન સોર્સ’ પરનો સેમિનાર રાખીને ઈજ્જત બરકરાર રાખવી પડી હતી.

આ બધાંથી દૂર શ્રી ગૂગલ મહારાજ અને એપલ અંકલ ખૂણામાં માર્મિક હસી રહ્યાં હતા…..અને મારા જેવી પ્રજાને આ રીતે ઉંચે ચડી તેમની ‘ફિલ્મ ઉતારવી’ પડી….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: