નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

ટ્રાન્સફોર્મેશનની એ ૩૦૦ સેકન્ડ્સ…

Transformation

…..એટલા જ માટે હું એ ૩૦૦ સેકન્ડ્સ માણવા ક્યારેક આખી રાત જાગતો રહું છું.

જે લોકો પ્લેનની લાંબી મુસાફરી કરે છે, તેમને ઘણીવાર સવારથી રાત કે રાતથી સવારમાં પસાર થવું પડતું હશે. કેરોથી મુંબઈની રાતની સાડા પાંચ કલાકની મુસાફરી પણ એવી જ કાંઈ હોય છે.

ચાર કલાક અરબસ્તાનના અફાટ રણ પરથી પસાર થઇ ગયા પછી અરબી સમુદ્ર શરુ થાય છે અને આસમાનમાં (ક્ષિતીજ પર) દૂઉઉઉઉઉઉઉઉઉઉઉઉરથી આછા લાલ-પીળા રંગની ઝાંય ધીમે ધીમે શરુ થાય છે. ત્યારે સવારની સવારી તૈયાર થતી હોય છે.

દર વખતની જેમ આ વખતે પણ નક્કી કરી જ રાખ્યું હતું કે પ્લેનના એ ઉડ્ડયન દરમિયાન રાતથી સવાર પડવાની તે ઘટના માણવી અને કેમેરે કંડારવી જ.

આ ક્ષણો એવી હોય છે કે એક તરફ ગાઢ અંધારું અને બીજી તરફ ઘટ્ટ અજવાળું દેખાય છે. બેની વચ્ચેનો અદભૂત સમન્વય બસ….આઆઆહ!… ત્યારે બધું જ બાજુ પર મૂકી ‘તમસોમાં જ્યોતિર્ગમય’ના ટ્રાન્સફોર્મેશનમાં સમાઈ જવાનું હોય છે.

આ ક્ષણોને પણ હું બંદગી (પ્રાર્થના) જ ગણું છું. લગભગ ૩૦૦ સેકન્ડ્સની….આંખોથી દિલમાં ઉતરતી એવી.

ને થોડી મિનીટ્સ પછી તો…દૂરથી પ્યારું ભારત અને ગુજરાત દેખાવું શરુ થાય છે. અને

…એટલા જ માટે હું એ ૩૦૦ સેકન્ડ્સ માણવા ક્યારેક આખી રાત જાગતો રહું છું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: