નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

આમાં ‘પાણી લેવા’ જેવું છે ને?

WaterWheel

આપણા દિમાગમાં મળી આવતો એક સિમ્પલ આઈડિયા ક્યારેક બહુ મોટા ‘ડિમ્પલ’માંથી બહાર આવે છે. તેના ઇતિહાસ પાછળ બહુ ભાર રાખીએ એ કરતા તેની આગળ રહેલી તકો પર ભાર મુકવામાં આવે તો મૂળ પ્રોબ્લેમમાં રેવોલ્યુશન થઇ શકે છે.

આ વોટરવ્હિલનો જ દાખલો લઈએ…

પાણી મેળવવા માટે માઈલબંધનું….ને ક્યારેક તો દસકા કિલોમીટરનું અંતર ખેડતી ગામઠી બૂનો-બાળકો તેમના ઓટલાં-રોટલાં અને ભણતરની ચિંતા નેવે મૂકી માથાભારે બેડલાંઓ ભરી ઘરે લાવે ત્યારે તેમની અંદર રહેલુ પાણી બહાર આવી જતું હોય છે.

પાણીના આવા બોજને રમતિયાળ જોબમાં ફેરવી નાખી વોટરવ્હિલની આ રીતે તેમનો ‘ગમતો ધંધો’ થોડો આસાન કરી આપ્યો છે. મજબૂત પ્લાસ્ટિકના કન્ટેનરને આસાનીથી ધસડી વધારે પાણીને લાવવાની આ અર્બન સિસ્ટમ આમતો આફ્રિકાના ઘણાં ગામોમાં મહિનાઓથી પ્રચલિત છે. પણ ધીમેધીમે તેની સ્પિડ તેના ‘ડબ્બા’ની જેમ ગુજરાતના ગામોમાં આવી વધવા લાગી છે એટલે મિડીયે ચર્ચા થાય તો સારી જ વાત છે ને!

નળ-ડંકી વાટે પાણી તો આવતું રહેશે. પણ એ દરમિયાન લાવનારાઓનું ‘મૂળ’ પકડી જે દોસ્તો ગામ કે ગ્રામ-પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેઓ વોટરવ્હિલની અમદાવાદ ખાતે આવેલી ઓફિસનો સંપર્ક કરી તેના માર્કેટિંગ મિશનમાં મદદરૂપ થઇ શકે છે.

મીઠ્ઠો મોરલો: “દોસ્તો, જીવનમાં…પાણી ઉચકો કે ખેંચો એ કરતા ‘પાણી લેવું’ એ વધારે અગત્યનું છે, ખરું ને?”

2 responses to “આમાં ‘પાણી લેવા’ જેવું છે ને?

 1. Vinod R. Patel January 7, 2014 at 6:58 pm

  My Engineer friend and a reputed Blogger Suresh Jani says in his e-mail that this a not so good idea on following reasons .

  ” I see these loopholes.

  1.Chances of leakage from bearings.
  2.Wear and tear on surface making the pot uselss after some time; esp. on village roads.

  Better would be just a trolley that can be used for many more other purposes too.”

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! January 8, 2014 at 10:22 am

   વિનુદાદા. સહમત. પણ લખ્યું છે (અને એ રીતે ઈમ્પલીમેન્ટ પણ થયું છે) કે પ્લાસ્ટિક મજબુતાઈ વાળું છે. વાળી રસ્તાનો સંઘર્ષ પણ ખામી શકે એવી બનાવટ રખાઈ છે.

   માનું છું ત્યાં સુધી એમાં બેરિંગનો ઉપયોગ નથી. કેમ મેં બેરલની વચ્ચેથી ડાયરેક્ટ પાઈપને પસાર કરવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: