નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

તમારું પેરાશૂટ કોણ બાંધે છે?’

Jet Fighter

વિયેતનામ-યુદ્ધ વખતે એક અમેરિકન જેટ-ફાઈટર પાઈલોટ ચાર્લી પ્લમ્બ સાથે એક ઘટના બની.

એક દિવસે ફાઈટ મિશનનું બ્યુગલ ફૂંકાયુ. સેકન્ડ્સમાં તો ચાર્લી તેની છાવણીમાંથી ઉભો થઈ તેનો પાઈલોટ ડ્રેસ-કોડ પહેરી બહાર આવી ગયો. મિનીટ્સમાં છાવણીની બહાર તેના જેવા બીજાં અન્ય પાઈલોટ્સ સાથે તેનું પણ બોડી-સ્કેન થયું અને પીઠ પાછળ પેરાશૂટ પણ ફિક્સ કરી આપવામાં આવ્યું….

ગણતરીની પળોમાં તો ચાર્લી તેના જેટફાઈટરને લઇ ગગનમાં ગૂમ થઇ ગયો. તેની મનોસ્થિતિમાં એટલું ધ્યાન કે તેનું મિશન શું છે? પણ બાજી ગોઠવે ત્યાંજ….પ્લેનની પાછળ એક જબરદસ્ત બ્લાસ્ટ થયો. જમીન પરથી છોડવામાં આવેલા કોઈક મિસાઈલે તેના પ્લેનને ભડભડતા બોમ્બમાં ફેરવી દીધું.

ચાર્લીની એટલી સૂઝ બાકી રહી કે પેરાશૂટ ખોલીને તે સીધો પ્લેનમાંથી કૂદી પડ્યો. પણ જે જગ્યાએ તે સલામતીથી પડ્યો હતો ત્યાં દુશ્મનોએ તેને યુદ્ધકેદી તરીકે પકડી લીધો. અને એ બાદ લગભગ ૬ વર્ષ સુધી…એક ગૂમનામ ઝિંદગીમાં ગરકાવ થઇ ગયો.

ઘણાં વર્ષો પછી…

અમેરિકાના કોઈક થિયેટરની રેસ્ટોરન્ટમાં ચાર્લી તેની પત્ની સાથે બેઠો હતો. દૂર બીજા એક ટેબલ પાસે એક અજાણ્યો માણસ ક્યારનો તેને તાકીને જોયા કરતો હતો. ચાર્લીને થોડું અજુગતું લાગ્યું. પણ એવા ચેહરાંઓ પાછળ રિસર્ચ કરવાનો કોઈ મતલબ? – પણ થોડી મિનીટ્સ બાદ..

“સર ! તમે ફાઈટર પાઈલોટ ચાર્લી પ્લમ્બ છો ને?, તમે વિયેતનામના યુદ્ધમાં શામેલ હતાં ને?, તમે જ પેલો ‘ટોપ ગન’ ડ્રેસ ચડાવીને દોડતા બહાર આવ્યા હતાં ને?, તમે જ ‘કિટ્ટી હોક’ નામના ફાઈટર પ્લેનમાં પળવારમાં સચેત થઇ ઘૂસી ગયા હતા ને?….”

ચાર્લી સવાલોની મશીનગન સામે માત્ર ‘યેસ! યેસ! યેસ!’ સિવાય બીજું શું બોલી શકે? છતાં એક સવાલ તેણે પૂછ્યો કે.. “દોસ્ત, તું મારા વિશે આટલી બધી જાણકારી રાખે છે તો એ તો બતાવ કે તું ત્યાં શું કરતો’તો?”

“સર! હું એ જ સૈનિક છું, જેણે આપની પીઠ પર પેરાશૂટ બાંધ્યું હતું. પણ આપ ખૂબ ઉતાવળમાં હતા એટલે કદાચ આપને વિદાય કરવાનો સમય મળ્યો ન હતો. પછી અમને ખબર મળ્યા કે આપનું પ્લેન હવામાં ક્રેશ થઇ ગયું હતું. પછી કોઇજ સમાચાર મળ્યા નહિ. પણ આજે આપને જોઈને…..”

“ઓહ દોસ્ત! તો તું એ જ છે જેણે પેરાશૂટ બરોબર બાંધી મારો જાન બચાવ્યો છે????. જો એ ન બંધાયો હોત તો…આહ! તારા થકી આજે હું જીવતો છું. ત્યારે તો મેં તને થેંક્યું પણ ન કહ્યું….આજે હું તારો અભાર કઈ રીતે…??!?!?!?!!?!?!?!?”
~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-

મદદગારી મોરલો:

” આપણી ‘ઝિંદગીના ઉડ્ડયનમાં’ પણ કોણ જાણે કેટલાંયે એવાં હશે જેઓએ આપણી પીઠ પાછળ પેરાશૂટ બાંધી આપ્યું હશે. જો એવું કોઈ ‘પીઠબળ’ યાદ આવી જાય તો…એમને આજે…‘થેંક્યુ’ કહેવા જેવું ખરું ને? “

2 responses to “તમારું પેરાશૂટ કોણ બાંધે છે?’

  1. vishal jethava February 1, 2014 at 9:51 am

    આઈ.કે વીજળીવાળા. ની બુક માં આજ ટૂંકી વાર્તા પહેલી વાર વાંચેલી… અને ખૂબ ગમેલી… ફરી વાર એ દિવસ યાદ અપાવવા શુક્રિયા.. ! 😉

  2. jagdish48 February 2, 2014 at 3:16 am

    ઈન્ટરનેટના વેપારમાં ધડકતું દીલ…………

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: