નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

“તુજે મૈ વિદા કરતા હું.. અલવિદા નહિ…”

Taher-Maimoona

“વાહ, આજે પણ એક એવા શ્રવણને જોઈ રહ્યો છું જે હજુયે તેના મા-બાપને બંને હાથોથી ઊંચકીને જાત્રા કરાવે છે.”

લગભગ ૯ વર્ષ અગાઉ મેં જ્યારે મારા એક પરિચિત ભાઈને તેના વૃદ્ધ માતા-પિતા સાથે અહીંની એક મસ્જીદની અંદર જતી વખતે આ ‘દેશી કટ’ મારી ત્યારે એ ખબર ન પડી કે દિકરા પર તેની શું અસર થઇ હશે.

પણ વ્હિલચેર પર બેસેલા ૮૪ વર્ષિય શાંત લાગતા ડોસા-પિતાએ ધીમેથી મોં ઊંચું કરી મારી સામે સ્માઈલ આપી ફકત એટલું કહ્યું: “ઓહ ! તો તમે પણ શ્રવણ વિશે જાણો છો, એમ?!?!?”

બસ એ હતી મારા સૌથી નવયુવાન વૃદ્ધ તાહેરદાદા સાથેની મારી પહેલી મુલાકાત.

ત્યારે તો એમની ‘કબ્રમેં પાંવ લટકાયે બૈઠે હુવે હૈ હમ’ જેવી સ્થિતિ જોઈ વસવસો કરવાના બહુ લાગણીવેડાથી દૂર રહ્યો. એટલા માટે કે તેમના દિકરા સાથે જ થોડી પરિચિતતા હોય તો આ બચારા ડોસાની ઓળખાણ પણ કેટલી?~?~?~

પણ..પણ..પણ…દોસ્તો, માનવ સંબંધોની રહસ્યતા એવી હોય છે કે..ક્યારેય કોઈનો ચહેરો પણ ન જોયો હોય અને એમના કૂલા સાફ કરવા પડે છે…

તાહેરદાદાની સાથે પણ કોઈક અજાણ્યો એવો રિશ્તો કે સિરસ્તો જોડાયેલો હશે. પછી તો અમારી દોસ્તીનો દૌર એવો જામ્યો…એવો જામ્યો કે…તેમને એમના મોટા બાળકો કરતા પણ સૌથી વધારે લાગણીઓ શેર કરવાનો મોકો એમને મારી સાથે પાછલાં ૯ વર્ષમાં મળ્યો છે.

એક જમાનામાં શરૂઆતમાં મુંબઈના ભાંગવાડી સિનેમામાં કેમેરા ઓપરેટર તરીકે અને પછી પ્રોફેશનલ કોર્પોરેટ ફોટોગ્રાફર તરીકેની કેરિયર જમાવી ચુકેલો આ તાહેર જાવી નામનો ‘બુઢ્ઢો’ તેની લાઈફની અનેકાનેક બ્લેક-એન્ડ વ્હાઈટ-રંગીન યાદો, વળાંકો, ઘટનાઓ, સંબંધો. સફરો, ‘સફરિંગ’ની લાગણીઓનો ધોધ એમણે મારા પાડોશી બની વહેવડાવ્યો છે.

મજાની વાત એ બની કે…એમની યુવાનીમાં તેમની સાથે જોડાયેલાં કેટલાંય એવા રિશ્તે-નાતેના નેટવર્ક્સ મારી સાથે પણ સચોટ રીતે સંકળાયેલાં મળી આવ્યા ત્યારે આ રંગીલા દાદુને થઇ આવ્યું કે હું તેમનું ખોવાયેલું બાળપણ બની પાછો આવ્યો છું. સમજો કે તેમણે જોયેલી અદ્દલ ઘટનાઓ અને મારી વર્ણવાયેલી મુદ્દલ યાદોનું બેશુમાર બ્રિજીંગ!

ભૂતકાળી ચિત્કારો, વર્તમાનકાળી ચર્ચાઓ અને ભવિષ્યકાળી ચિંતાઓ સાથે આ ૯ વર્ષોમાં અમે બેઉ દોસ્તોએ એક-મેકના ફેમીલી મેમ્બર્સ સાથે નાનકડું ગ્રુપ બનાવ્યું. જેમાં નાખવામાં આવ્યુ એમના જમાનાની પુરાણી કવિતાઓ, વાર્તાઓ અને કલાસિક સોંગ્સનું મોંણ….જે આજે અમને ચાહે એવી ગરમાગરમ ખુશીઓની રોટલી ઉતરાવી આપે છે…

પણ..પણ..પણ..ડઝનેક શહેરોમાં વર્ષો જીવી ચુકેલો મારો પ્યારો આ તાહેર દોસ્ત મારી પાસેથી (કમબખ્ત એ પણ વેલેન્ટાઈન ડે પહેલા જ) વિદાય થઇ કમ્પાલા (યુગાંડા)માં એમના નાના દિકરા સાથે સ્થાઈ થઇ રહ્યો છે. મારી ‘ના’ આગળ તેઓ હાર્યા નથી. પણ એમની વ્હાલી લાઈફ-ટાઈમ ગર્લ-ફ્રેન્ડ એવી પત્ની મૈમુ‘ના’ની તબિયતને કારણે શરણું સ્વીકારી લીધું છે.

મહિનાઓ અગાઉ બંધ કરેલી એમની બ્લડ-પ્રેશરની ગોળીઓનું પેકેટ ગઈકાલે એમની બેગમાં મજબૂરીથી મુક્યું ત્યારે મારાથી ખુલ્લી ધમકી અપાઈ ગઈ છે.

તાહેર દદ્દુ, તુજે મૈ વિદા કરતા હું.. અલવિદા નહિ. તુજે જલ્દી વાપસ આના હોગા વરના…!” જોઉં છું હવે આ દોસ્ત મને ક્યારે પાછો મળે છે.

Advertisements

One response to ““તુજે મૈ વિદા કરતા હું.. અલવિદા નહિ…”

  1. pragnaju February 6, 2014 at 2:35 am

    તાહેર દદ્દુ, તુજે મૈ વિદા કરતા હું.. અલવિદા નહિ ………..
    આંખ ભીની થઇ.

    પ્રોફેશનલ કોર્પોરેટ ફોટોગ્રાફરની વાત થી યાદ આવી —‘તમે તમારું મોઢું હસતુ રાખશો,બાકીનું આ સેવક સંભાળી લેશે’. તમારી વાતે મને મારી એકલતાની યાદ આપી. અનેક યાદો પજવે ! મનમાં પેદા થતી કોઈ પણ પ્રકારની લાગણીઓ ઠાલવી હળવા થવા કોઈનો ખભ્ભો ના મળે ત્યારે માનસમાં જે વેદના જે પીડા જે વ્યથા પેદા થાય તે શબ્દસ્થ કોઈ ના કહી શકે તે માત્ર અનુભુતિનો વિષય છે.

    જોકે સાંપ્રતકાળમા હાઇટેક સગવડોથી આવી વેદનાઓ સહ્ય બની છે. અને હવે ઘણા સમય સુધી મનમા ગુંજશે ‘કભી અલવિદા ના કહેના’ ગીત …
    અને

    ‘બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઇયે “બેફામ” મરણ પહેલા જરા હુ જોઇ લઊ મારી કબર ક્યા છે. -”બેફામ”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: