નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

નાનકડી ‘કેંગુરુ’નો મોટો કૂદકો !

KenGuru Car

હજુ પાછલાં વર્ષો સુધી તો એડવોકેટ મિસ સ્ટેસી ઝોર્મ હંગેરીમાં રહેતી’તી. તેનો એક મુખ્ય પ્રોબ્લેમ હતો કે તે શારીરિક રીતે અપંગ હતી. પણ માનસિક રીતે તેનું ફોકસ સોલ્યુશન પર વધારે રહેતું.

“ઝિંદગી વ્હિલચેર પર ફરતા રહી શું કામ વિતાવવી?- એ કરતા મને તો બહાર નીકળી દુનિયા જોવી છે !” એવો નિશ્ચય કરી સ્ટેસીએ પોતાના પ્રોબ્લેમની વકીલાત જાતે કરવાનું નક્કી કર્યું.

‘જબ હોશ આતા હૈ, તો જોશ ભી સાથ હોતા હૈ !’ સૂત્રનો ઉપયોગ કર્યો. ક્રિયેટિવ ડ્રિમ્સ, પેશન, પર્સપીરેશન અને સખત મહેનતને અંતે તેની સામે ઉભી થઇ ‘કેંગુરુ’.

વ્હિલચેરીઓ માટે ખાસ એવી નાનકડી સ્માર્ટકાર જે ઇલેક્ટ્રોનિક છે, ઇકો-ફ્રેન્ડલી છે અને ઇકોનોમિક છે. પણ જેમ નવા સાહસમાં દરેક પગલું પઝલ સાથે ભરેલું હોય છે. (તેમ તેનું સોલ્યુશન પણ તેની પાછળ ચીટકીને જ આવ્યું હોય છે.)

હંગેરીમાં આ ‘કેંગુરુ’ વેચવા નીકળેલી સ્ટેસીને કોઈ ખાસ ખરીદાર/ઇન્વેસ્ટર ન મળ્યાં. તેનું ટાર્ગેટ-માર્કેટતો અમેરિકામાંથી મળી આવ્યુ.

તેના વેપારની ગાડીને પાટે લાવવા સ્ટેસી તેની નાનકડી ‘કેંગુરુ’ને અમેરિકા લઈ આવી. અને પછી જોઈએ શું?- તેના માર્કેટિંગ કેમ્પેઈન દ્વારા મોટા ઇન્વેસ્ટર્સની સાથે ખુદ પ્રેસિડેન્ટ ઓબામાએ પણ તેમાં ખાસ રસ બતાવ્યો છે. (સ્ટેસીમાં નહિ..હોં!… ‘કેંગુરુ’માં સ્તો.)

મોટર-મોરલો: “નવી શોધખોળોથી હવે અપંગ રહેવું મોહતાજગી નથી બન્યું, તાજગી બની રહ્યું છે.”

વધું અવનવી વિગતો સાઈટ/વિડીયો સાથે: http://www.kenguru.com/

ખાસ ઇજન: દોસ્તો, તમારી કે તમારા કોઈક સ્વજન પાસે એવી કોઈક પ્રોડકટ કે સર્વિસ છે?- જો હોય તો ખબર કરો દુનિયાને…ખરીદાર તો આલમમાં પડ્યા છે. સવાલ એ છે કે ‘વેચનાર ક્યાં છે?’

(photo source: vitrinaauto.com.ec)

Advertisements

2 responses to “નાનકડી ‘કેંગુરુ’નો મોટો કૂદકો !

  1. valay shah February 15, 2014 at 11:57 am

    મુર્તઝાભાઇ કેમ છો? મારું નામ વલય છે ને હું દિવ્યભાસ્કર.કોમ સાથે સંકળાયેલો છું. મારે તમારી એક હેલ્પ જોઇએ છે. તમે ફ્રી થાવ ત્યારે valayshah811@gmail.com પર મેઇલ કરજો.

  2. jagdish48 February 16, 2014 at 5:45 am

    ‘જબ હોશ આતા હૈ, તો જોશ ભી સાથ હોતા હૈ !’ સુત્ર ગમ્યું.
    લેકીન હોશ કબ આયેગા ? 😦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: