નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

બાળકને ચોરી કરતા શીખવજો…..

Soft_Pillow_in_Plane

“અબ્બાજાન, આ નાનકડો તકિયો કેટલો સોફ્ટ અને ફાઈન છે, ને? જો આપણે ઘરે લઇ જઈએ તો હું તો દરરોજ એના પર જ માથું મુકીને સુઈ જાઉં.”

– પ્લેનની એક સફર દરમિયાન મારા નાનકડા દિકરાએ મને આવા એક લલચામણા સવાલ સાથે ઈમોશનલ ઓફર મૂકી.

“અબ્બાજાન, જલ્દી કરો ને. થોડીવારમાં તો આપણે લેન્ડિંગ કરીશું. પછી પેલા આંટી આવશે તો તકિયો પાછો લઇ જાશે અને આપણને લેવા નહિ મળે. ચલો લઇ લો !…………..ઓકે હું લઇ લઉં?. પછી તમે એને આપણી હેન્ડબેગમાં મૂકી દેજો. કોઈને ખબર નહિ પડે.”

– દિકરાની એ ખુશી તો જાણે મારા માટે લાકિંમતી હતી. એટલે જ પ્લેનની સીટ પર રહેલા એ નાનકડા અને સોફ્ટ તકીયામાં અમારા બંનેનું દિલ અને મગજ ભરાઈ ગયા હતાં. પણ એક તરફ લેવાની (કે ચોરવાની?) નાનકડી લાલચ અને બીજી તરફ એક માસૂમની માંગણી વચ્ચે અજીબ કશ્મકશ રચાઈ. – એમાં આખરે જીત્યું કોણ?

“મારા પ્યારા બચ્ચા ! આવો જ મજ્જાનો તકિયો તારા માટે હું દુકાનેથી ખરીદીને લાવી આપીશ. પણ જો આજે આ તકિયો આ રીતે પૂછ્યા વગર (ચોરી કરીને) લઇ જઈશું તો કદાચ તને સુવામાં મજા આવશે. પણ એ જોઈ મને ઊંઘ નહિ આવે. કેમ કે તેના પર મને દરરોજ એવું વંચાશે: ‘ચોરેલો તકિયો.’ – હવે તું જ બોલ કે તારા અબ્બાજાન સુઈ નહિ શકે તો તને ગમશે?”

“નહિ અબ્બા…..”- જવાબથી દિકરાએ મારા ગાલ ભીના કરી દીધા. આંસુઓથી નહિ પણ તેની નાનકડી અને સોફ્ટ કિસથી….

માસૂમ મોરલો:

બાળકને ચોરી કરતા શીખવજો. યેસ! વસ્તુઓની નહીં, પણ ઈન્સાનના દિલોની. પછી જુઓ કશાયની ખોટ નહિ પડે.

Advertisements

6 responses to “બાળકને ચોરી કરતા શીખવજો…..

 1. નિરવની નજરે . . ! March 12, 2014 at 10:11 am

  મેં રીડર’માં પોસ્ટ’નું ટાઈટલ વાંચ્યું , ત્યારે જ મને આગલો ભાગ હૃદય’ની ચોરી હશે તેવું અનુમાન હતું 🙂 અને આ ચોરી ક્યારેય એળે નથી જતી .

  ખરેખર તો બાળકો આપણને સમજતા હોય છે , પણ ક્યારેક આપણે જ તેમને સમજાવવા’માં કચાશ રાખી દેતા હોઈએ છીએ !

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! March 12, 2014 at 10:17 am

   આપ પણ કાયમી ધોરણે…’સ્માર્ટ અને સમજુ’ જ છો ને… 🙂

 2. Vinod R. Patel March 12, 2014 at 6:37 pm

  મુર્તઝાભાઈ “બાળકને ચોરી કરતા શીખવજો” શીર્ષક વાંચીને પ્રથમ તો થયું મુર્તઝાભાઈ ઇન્ડિયા જીને આ શું શીખી આવ્યા ! પછી વાંચ્યું “ચોરી વસ્તુઓની નહીં, પણ ઈન્સાનના દિલોની।” ત્યારે થયું તમે સિક્ષ્રર મારી !
  વાર્તા ટૂંકી પણ ભાવ વજનદાર .
  જેવા અબ્બા એવો જ દીકરો ! કેરો આવીને તમે પહેલું કામ નવો તકિયો ખરીદી આવવાનું કર્યું હશે જ .

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! March 13, 2014 at 12:31 am

   Dear Vinubhai,

   I truly appreciate your valuable feedback. That’s where the real Harmony comes out. (y)

 3. mahesh patel March 13, 2014 at 5:00 pm

  murtaja bhai tame nani vat bahuj saral ta thi samajavi chhe je satya bina chhe varta nathi vat nani chhe pan dil ma bharo bhar utare tevi vajandar chhe.chori karvi ane karavavi pan seni te shikhadavava badal tamaro aabhar

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! March 13, 2014 at 5:05 pm

   Thank You very much Maheshbhai. Your valued feedback is truly appreciated. (y)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: