નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

તુમ બેસહારા હો?…..

“હસ કર ઝિંદા રહેના પડતા હૈ…અપના દુઃખ-સુખ સહેના પડતા હૈ,
રસ્તા ચાહે જીતના લંબા હો…દરિયા કો તો બહેના પડતા હૈ.”

દોસ્તો, તમારામાંથી કોઈકને ક્યારે એવું થયું છે કે……..

•=> કોઈક નિકટની વ્યક્તિ/ દોસ્તે તમને ‘લેના બેંક’ બનાવી તમને કાયમી `બનાવે રાખ્યા` હોય?

•=> આહ ! આખા બ્રહ્માંડમાં તમે જ માત્ર એક દુઃખી જીવ છો? અને આખી દુનિયાએ તમને એકલા પાડી નાખી છે?

•=> સંબંધોની બાબતમાં ‘કટી પતંગ’ બની ગયા છો અને કોઈક ઝાડ કે પત્રના શેડ નીચે ‘લટકી’ ગયા છો?

•=> સમાજને હમણાં જવા દો…કુટુંબમાં પણ તમારી પાવલી સંભળાતી નથી?

જવાબ જો::: દુઃખદ “હા………હા……..હા” હોય તો તમે આજે બરોબર જગ્યાએ આવી ગયા છો. કારણકે જે ગીત આજે હું શેર કરી રહ્યો છું એમાં ઉપરોક્ત દર્શાવેલા નાનકડા માનસિક રોગની દવા મળવાની છે.

જેનું નામ છે. (કાકા રાજેશ ખન્ના, નામે સાદી પણ ભડકદાર સિમ્પલ કાપડિયા અને અશોકકુમાર યુક્ત ફિલ્મ અનુરોધનું ગીત) “તુમ બેસહારા હો તો કિસી કા સહારા બનો.”

આ ગીત મને કંઈ એટલા માટે નથી યાદ આવ્યું કે થોડાં મહિનાઓ અગાઉ ગુજરી ગયેલા મન્ના ડેજી એ ગાયેલું છે. આ તો મારો અઠવાડિયે- પંદર દિવસે લેવાનો રેગ્યુલર ડોઝ છે. મન્નાજી તો બ્રાન્ડ-વેલ્યુ વધારી આપી છે.

જુઓ ભ’ઈ….એમાં દાદામુનીને બાળકો અને છોકરીઓ સાથે ગાતા જોવાના નથી. પણ તેમના ખુલ્લાં દિલે બતાવેલા મસ્તીભર્યા એક્સપ્રેશન્સ માણવાના છે. અને ગીતની પાછળ રહેલાં શબ્દોની જાણવાના છે. કેમ કે ખુશીઓને પાછી મેળવવાની દવા એ જ તો છે.: ‘બીજા ને મદરૂપ થવું.’

“કશ્તી કોઈ ડૂબતી પહોંચા દો…કિનારે પે,
તુમકો અપને આપ હી કિનારા મિલ જાયેગા”

મન્નાજી વિશે જ્યારે પોસ્ટ લખી હતી ત્યારે એમાં માત્ર આ ગીતનો ઉલ્લેખ કર્યો હતો. એમાં દોસ્ત Keyur Savaliya એ એટલી બધી અધીરાઈ બતાવી કે…થોડું વધારે લખવાની જરૂર પડી જ ગઈ.

હવે એક વાત ૭૧૭ વાર કહેવાની જરૂર ખરી? જાવ ભાઈઓ-બૂનો જાવ. અહીં નીચે મુકેલો ૭: ૧૭ મિનીટનો વિડીયોનો સહારો લઇ લ્યો. કેમ કે…મન્ના કે મુનિદાદા વારંવાર નથી મળતા.

One response to “તુમ બેસહારા હો?…..

 1. pragnaju March 20, 2014 at 2:30 pm

  રસ્તા ચાહે જીતના લંબા હો…
  દરિયા કો તો બહેના પડતા હૈ…
  સાંભળી અમારા સ્નેહી કહે આમા કાંઇ ખોટું લાગે છે!
  નાઇલના કિનારેથી શ્રી મુર્તઝા સાહેબ દરિયાને બહેનેકી બાત કરતે હૈ!
  અમે કહ્યું…મિયાં, યહ ગુજરાતીમેં ગલત હૈ…હિન્દી-ઉર્દુમેં સહી હૈ!
  ……………………
  वाह
  तुम बेसहारा हो तो किसीका सहारा बनो,
  तुमको अपने आप ही सहारा मिल जायेगा,
  डूबती हुई कश्ती को पहुंचा दो किनारे पे,
  तुमको अपने आप ही किनारा मिल जायेगा |
  किनारे पे पहुचते ही लोग बिखर जायेंगे,
  और तुम फिर से बेसहारा हो जाओगे,
  पर जिन्दगीका येही दस्तूर है मेरे भाई,
  चाहे हो वो ज़मीन या समंदर की गहराई |
  बेसहारा होके तुम अपनी आंकें चल्कोगे,
  पल पल अपने आप में खो जाओगे,
  कुछ न हुआ तो अपने आपको कोसोगे,
  फिर भी उन लम्हों में हम याद करोगे |
  अपने आप में खोने में क्या है समझदारी
  उपरवाले की है दुनिया न्यारी,
  याद तो तुम्हारी आएगी मेरे यार,
  क्या इसको ही कहते है प्यार?

  દરેક ધર્મોનો સાર આજ પ્યાર-પ્રેમ-ઇશ્ક-લવ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: