નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

ભલાઈના ફટકાં મારતો એક અનોખો ‘બેટ’મેન !

Baltimore_Batman

Photo-source: (News.yahoo.com & Wto.com)

અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં ૪૯ વર્ષનો લેની રોબિન્સન ઘણી મહેનત કરીને કરોડોપતિ બન્યો છે. તેની આ માલેતુજ્જારી પાછળ વિશ્વ-પ્રસિદ્ધ ફિક્શન કેરેક્ટરનો ‘ફટકો’ પણ શામેલ છે. જેને આપણે સૌ ‘બેટ’મેન તરીકે ઓળખીયે છીએ.

અઢળક ધનનો આ સ્વામી પૈસાની રેલમછેલ વચ્ચે પણ પસીનાવાળું ભલાઈનું અનોખું કામ કરે છે.

દર અઠવાડીયે લેની તેની બેટમેન-થીમવાળી કારમાં નીકળી બાળકોની હોસ્પિટલમાં પહોંચી સરપ્રાઇસ સાથે બેટમેનના માસ્ક્સ, ટોપી, શર્ટસ, યુનિફોર્મ જેવી પ્રાઈઝ આપે છે. આ એવાં બાળકો છે જેઓ લાંબા વખતથી બીમારીનો ઈલાજ કરાવી રહ્યાં છે.

હોસ્પિટલના પ્રાંગણમાં બાળકો સાથેના જલસામાં નર્સ-ડોક્ટર્સ પણ શામેલ થાય છે. એટલું જ નહિ, જે ચાલવામાં સમર્થ નથી એવાં બાળકોના બેડ પાસે પહોંચીને જાતે ગિફ્ટ્સ પણ આપી આવે છે. તેમને વ્હીલચેરથી બહાર લઇ આવી હલ્લા-ગુલ્લાંમાં શામેલ કરી દે છે.

ઘણીવાર તેની અનોખી કાર અને બેટમેનના સ્વાંગમાં ટ્રાફિક પોલીસે પકડ્યો પણ છે. પણ…બંદા તેની દિલદારીથી પોલીસમેનને પોલિશ્ડ કરી નાખે છે. તેનું કહેવું એમ છે કે…જે બાળકો મર્દાનગીના સ્વપનાં જુએ છે તેમને હકીકતથી આવી ખુશી આપવી એ ‘મેન’નું કામ છે. ભલેને એ પછી ‘બેટ’, સ્પાઈડર કે સુપરમેન હોય !

મેન(યીઆક) મોરલો: “બાળકોને ‘મેન’ની જરૂર છે, મેનર્સતો પછી આપોઆપ મળી જાય છે.” ખરું ને ?

Advertisements

4 responses to “ભલાઈના ફટકાં મારતો એક અનોખો ‘બેટ’મેન !

  1. Vinod R. Patel March 23, 2014 at 5:46 pm

    સમાજમાં આવા બેટમેનોની વધુ જરૂર છે . પ્રેરણાત્મક કહાની .

  2. pragnaju March 23, 2014 at 7:40 pm

    આ તો અમારા ઘર આંગણાનો હીરો છતાં હજુ તેમને મળ્યાં નથી!
    ‘The masquerading superhero from Baltimore County makes it his mission to cheer up sick kids at local hospitals. He’s been doing so for more than a decade, but the world first met Lenny Robinson last year. Now, he’s taking his superpowers back on the road.’ આ રીતે અમારા ગ્રાં.ચીલ્ડરન પણ જાણે છે!
    આવા હીરોને સલામ

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! March 23, 2014 at 9:43 pm

      ક્યા બાત હૈ! પ્રજ્ઞાજુબા. તો હવે નેક્સ્ટ રિપોર્ટ એ આપજો જે આ બેટમેન સાથે આપની મુલાકાત કેવી રહી બસ. 🙂

  3. prdpraval March 25, 2014 at 7:02 am

    like u to see ur post

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: