નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

વધું ભાગે મા-બાપ એક બહુ મોટું પાપ કરે છે. એ કે…

પરીક્ષાઓના પરિણામ પછી….

• કોઈ કહે છે કે…“સાલું સમજણ નથી પડતી કે છોકરાંવને ક્યાં નાખવા- (ડિગ્રી કે ડિપ્લોમામાં?)”

• કોઈ બૂમો પાડે છે કે…“હાળું શિક્ષણની સિસ્ટમ જ એટલી ગૂંચવાળી છે કે બાળક કે વાલી નક્કી કરી શકતા નથી કે કેરિયરને ક્યાં બેસાડવું- (સાયકલ પાછળ કે કાર ઉપર?)”

• કોઈ બાપડો વંચના કરે છે કે…“ આપણા ખુદને જ સમજવાનો ટાઈમ નથી તો બાળકોને શું સમજાવીએ?”

સવાલો અનેક છે, તો જવાબો પણ અનેકાનેક છે. ચિંતા છે તો એની ચિતા પણ છે. ટેન્શન કાયકુ લેનેકા ભીડું?

તો પેશ હૈ…સિમ્પલ અને સાવ હટકે જવાબ મુર્તઝાચાર્યના ખુદના અનુભવોના પટારામાંથી….

થ્રી-ઈડિયટ્સના ફરહાન કુરેશીના અબ્બાજાને તો પછી કહ્યું’તું કે “જા બેટે તુજે જો ભી કરના હૈ વોહી કર. મેરી દુવાંએ તેરે સાથ હૈ.” પણ મારા વકીલ(ર) અબ્બાજાને મને વર્ષો પહેલા SSC પછી કહી દીધું’તું કે ‘જા દિકરા, તને જેમાં રસ હોય એમાં કૂદજે. જરૂરી નથી કે તું પણ મારી જેમ એડવોકેટ જ બને.” – ને બસ ત્યારથી બંદાએ નક્કી કર્યું’તું કે ‘અપૂન જો ભી કરેગા વોહ દિલસે કરેગા. હાથ તો સિર્ફ ઉસકા સાથ દેગા.”

સાયન્સમાં જબ્બર રસ એટલે એમાં મારી પહેલી છલાંગ. પણ ‘ઓવર કોન્ફિડેન્સના’ એક લેવલે મારાથી જ મારી ખુદની ટાંગ ખેંચાઈ ગઈ અને બારમાંમાં થયું બારમું. ગયા બારના ભાવમાં.

પણ..’વાલી’ઓ તો હતાં જ વ્હાલા. એટલે નિર્ણય લંબાવાયો… “હજુયે છૂટ છે…જે બનવું હોય તે બનજે. બસ ધ્યાન રાખજે કે બેધ્યાન ન બની જવાય.”
ને ત્યાર પછીની સ્ટોરીતો અમારા Yogesh Vaidya સર, Chinubhai સર, Shubha મેડમ, પ્રિ. Gemawat સર અને બીજાં કેટલાંય પ્રોફેસર્સની ટોળકીઓ જાણે છે. ભણવાની મસ્તી સાથે બિન- શૈક્ષણિક વૃતિઓમાં બિન્દાસ્ત બન્યો. રેન્કર પણ રહ્યો અને ઇન્ફોર્મેશનનું ટેન્કર પણ…કોઈ શક? પૂછ લીજીયે.

કારણ એટલું જ કે એ વખતે તો ઇન્ડિયામાં હજુ ઈન્ટરનેટને તેના લેબરરૂમમાંથી નીકળવાને ચંદ કલાકો જ થયાં હતા. ને છતાં તેનાથી થનારી અસરો, આવનારી તકો વિશે જાણવા પર મેં બ્રિટીશ લાઈબ્રેરીમાં અડ્ડો જમાવ્યો હતો. જેમાંથી ક્રિયેટિવિટીની નસ ફૂટી ને ગ્રેજ્યુએશન સાથે શરુ થયું મલ્ટીમીડિયાયુક્ત ગ્રાફિક્સ ડિઝાઈનનું ટ્યુશન.

ત્યારથી આજ સુધી સોફ્ટવેર્સ અને હાર્ડવેર્સના માર્કેટનો હું ૨૦ વર્ષીય સાક્ષી રહ્યો છું. છતાંય મને એવું લાગે છે કે હજુયે અધૂરો છું. ઘણું શીખવાનું બાકી છે. આ એજ ફેક્ટર છે જે મને અપડેટ રાખવાનું, કમાણી કરવાનું બળ પૂરું પાડે છે.

હવે તમને લાગે કે તમારા બાળકને (તમારું નામ નહિ) પણ ‘અટક’ સાર્થક કરવાની તક મળવી જોઈએ તો બસ….એમને ‘અટકમાં’ ન લેશો. એમને ખુલવા દેજો….ખીલવા દેજો.

મુર્તઝા પટેલનો ‘પેરેન્ટિંગ પંચ:

“વધું ભાગે મા-બાપ એક બહુ મોટું પાપ કરે છે. એ કે…બાળક માટે ‘સફળતા અને નિષ્ફળતા’ નામની સીમાઓ નક્કી કરે છે. ને બસ…યુદ્ધ ત્યાંથી જ શરુ થાય છે.”

#‎gujrati‬ ‪#‎careerguidance‬

Advertisements

2 responses to “વધું ભાગે મા-બાપ એક બહુ મોટું પાપ કરે છે. એ કે…

 1. Arvind Adalja June 19, 2014 at 10:20 am

  સાચી વાત કરી દોસ્ત !

 2. pragnaju June 19, 2014 at 2:30 pm

  હવે છોકરાઓ એવી રીતે શીખતા જ નથી. એ લોકો કમ્પ્યુટર પર આમતેમ જોઈ લે છે અને શીખી જાય છે. આપણને એમ કહેતા કે ફોકસ કરો-ધ્યાન આપો અને શીખો. અત્યારના છોકરાઓ મ્યુઝીક સાંભળે છે, એસ.એમ.એસ કરે છે, લેસન પણ કરે છે અને ગપ્પાં પણ મારતાં હોય છે. બધું સાથે કરે છે અને બરાબર કરે છે ! માતાપિતાને એમ લાગે કે આ બધું ખોટું છે. પેરેન્ટ્સની દુનિયા જુદી છે.

  એટલે હું દરેક બાળકોને કહું કે બે શિખામણ તમારે મારી પાસેથી લેવાની. એક તો પેરેન્ટ્સનું નહીં સાંભળવાનું અને બીજું ટીચરનું નહીં સાંભળવાનું. કારણ કે બિચારા બંનેને કંઈ ખબર જ નથી ! તમારી દુનિયા બહુ જુદી થવાની છે. Your world is going to be very different. કારણ કે એ લોકો તમને શિખામણ આપે છે તે એ લોકોની દુનિયા પ્રમાણે. એ દુનિયા તો પૂરી થઈ ગઈ ! ત્યારે કમ્પ્યૂટર, એસ.એમ.એસ કશું નહોતું. એ લોકોને કશી ખબર નહોતી. They don’t know how to extrapolate.

  આજે જો ટીચર અંગે વિચારીએ તો : Teacher does not need to create content now or to deliver content. I do not need teacher to create content or to deliver content. Then why do I need teacher ? I need teacher as a mentor. આ બાપુની જેમ બસ હાજર રહે. That’s more than enough. આપણા બધા ગુરુ એવા જ હતા કે જેઓ એમ કહેતા કે તમે જે કરતા હોવ તે કર્યા કરો, જરૂર પડે તો હું અહીં બેઠો છું. All our teacher need to be changed to mentor. હવે એ કેવી રીતે કરવું ? Because to be a mentor, you need to be calm, comfortable, secured.

  આ શિક્ષક તો ઘરે ઝઘડતા હોય, છોકરાઓને શું શીખવાડે ? કહેવાનો અર્થ એ છે કે : Technology is changing every role. અને આ બધું લોકો નથી સમજતા. Technology is going to change all our teachers in next 10 years. And if they do not change, they will be out of business. If I have to build a university today, it will not look like a Cambridge, Harvard, Delhi University or IIT. It may be totally different. There may not be any buildings. No classrooms. No teachers.

  બસ, છોકરાઓ ખુલ્લામાં આમતેમ બેઠા હોય, કોઈ રમતું હોય, કોઈ કોફી પીતું હોય અને દરેકને ખબર હોય કે ગુરુ બેઠા છે. કંઈ તકલીફ હોય તો જવાનું અન્યથા પોતાનું કર્યા કરવાનું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: