નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

આ ગોલ કઈ રીતે થતાં હોય છે?

અમારા માટે કેટલાંક લોકો એમ માને છે કે ફૂટબોલ એ અમારા જીવન-મરણનો પ્રશ્ન છે. એમના આવાં વિચારો અને વર્તણૂકથી હું થોડો નાખૂશ છું. અરે! ફૂટબોલ તો અમારા માટે એથીયે વિશેષ છે.” – (વિલિયમ શાન્કલી, લિવરપૂલ ફૂટબોલ કલબનો ભૂતપૂર્વ મેનેજર.)

Football-Soccer

Win Or Lose- It’s Up to You!

આહ! આજની રાત… ક્યાંક ઉજડી ચુકી છે ને ક્યાંક ઉજળી ચુકી છે. એક તરફ ફૂટબોલનાં સર્વનામધારી ટિમ-બ્રાઝિલ પર સાત ગોલ્સનાં કારણે સાત સમંદરનાં માછલાં ધોવાઈ રહ્યાં છે. ને બીજી તરફ આલમમાં તેની યુદ્ધ કે ગેમ સ્ટ્રેટેજીથી મશહૂર ટિમ જર્મનીએ બ્રાઝિલની શરણાગતિને ખુશીથી સ્વીકારી લીધી છે.

યેસ ! બ્રાઝિલ સાચે જ રમ્યું નથી. એમનો સારથી નિમાર… બિમાર તો શું પડ્યો કે ટિમમાંથી જાન લેવાઈ ગયો એવું લાગ્યું છે. જે પરફોર્મન્સ થયું છે તેમાં કરામત નહિ પર માત્ર સમય પસાર કરતી રમત જ રહી છે.

ઈતિહાસ ગવાહ છે અને દેખીતું છે કે…જે ટિમનો આખેઆખો ભાર ખેંચતા ખેલાડીનાં શરીરનો કોઈપણ ભાગ ખેંચાઈ જાય છે ત્યારે તેમનું હાર્મોનિક મોશન…લૂઝ મોશનમાં પરિવર્તન થાય છે. (દેશી ઉદાહરણ: પ્રભુશ્રી સચિનને થતી પીઠ ઈજા !)

આવું શાં માટે થાય છે?!?!?! એ બાબતે મેં તો કોઈ રિસર્ચ કર્યું નથી. પણ એટલું હવે અનુભવી શકું છું કે ખેલાડીની તાકાત તેના લીડરમાંથી નીકળે છે. જેમાં આત્મવિશ્વાસ, ભરોસો, પ્રેરણા, જેવા રસાયણો મળેલા હોય છે, તે જ આખી ગેમ રમી બતાવતા હોય છે.

મને બ્રાઝિલ હાર્યું છે, એનું આશ્ચર્ય નથી. પણ જે દેશના બાળકોને જન્મતાની સાથે જ ફૂટબોલ નામની બાળઘૂટ્ટી અપાતી હોય એના ખેલાડીઓ આટલી ભૂંડી હાર કેમ સ્વીકારી લે?!?!!?- શું ખેલાડીઓએ માત્ર તેમની શારીરિક પ્રેક્ટિસને જ મહત્વ આપ્યું હશે અને ઓવર કોન્ફિડેન્સમાં આવીને માનસિકતાને બાજુએ મૂકી દીધી હશે? – શું કારણ હશે?!?!?!

દોસ્તો, જે હશે એ તો હવે આવનાર દિવસોમાં મીડિયાને ચકલાં ચૂથવાનો સમય મળવાનો જ છે. પણ જેઓ કોઈપણ પ્રકારની ટિમમાં હોય તે સૌને કહેવું છે કે…જે ટીમને શારીરિક રીતે ‘કિક’ મારવાની સાથે માનસિક ‘કિક ઓન એસ’ કરવાનું શીખવવામાં આવ્યું હોય તેઓ પહાડી ચેલેન્જને પણ પછાડી આગળ આવે છે.

યાદ છે ને….મરેલી મહિલા હોકી ટિમને મરણતોલ બનાવવામાં કબીરખાનનું સુપર લેકચર “સત્તર મિનટ હૈ તુમ્હારે પાસ…. (ફિલ્મ: ચક દે ઇન્ડિયા)

માતેલો મોરલો:

“કોઈપણ રમત પહેલા માનસિક રીતે રમાઈ ચુકી હોય છે. ખેલાડીઓ તો માત્ર તેનું ફ્લેશબેકિંગ કરી બતાવે છે.” – મુર્તઝાચાર્ય (ઈ.સ.પૂ. ૨૦૧૪)

( Photo Source: http://www.clubwebsite.co.uk )

One response to “આ ગોલ કઈ રીતે થતાં હોય છે?

 1. pragnaju July 9, 2014 at 6:20 pm

  બ્રાઝિલમાં, પેલેને રાષ્ટ્રીય નાયક તરીકે માન આપવામાં આવે છે. તેઓ ફૂટબોલની રમતમાં તેમના કૌશલ્ય અને પ્રદાન માટે જાણીતાં છે. ગરીબોની સામાજિક સ્થિતિ સુધરે તે માટે તેમણે ઉઠાવેલા અવાજ માટે પણ તે જાણીતા છે (જ્યારે તેમણે ૧,000મો ગોલ કર્યો હતો ત્યારે તે બ્રાઝિલના ગરીબ બાળકોને સમર્પિત કર્યો હતો).તેમની કારકિર્દી દરમિયાન, તેઓ “ફૂટબોલના રાજા” (ઓ રેઇ દો ફૂટબોલ ), “રાજા પેલે” (ઓ રેઇ પેલે ) અથવા માત્ર “રાજા” (ઓ રેઇ ) તરીકે ઓળખાતા હતાં.
  ફૂટબોલ સ્ટાર વાલ્દેમાર દે બ્રિટોની ખોજ,એવા પેલેએ સાન્તોસ માટે ૧૫ની ઉંમરે જ રમાવાનું શરૂ કર્યું, અને 16 વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય ટીમમાં જોડાયાં, ૧૭ વર્ષની વયે તો તેઓ તેમનો પ્રથમ વિશ્વ કપ જીતી ચૂક્યાં હતાં. યુરોપીયન ક્લબોની સંખ્યાબંધ ઓફરો છતાં આર્થિક પરિસ્થિતિઓ અને બ્રાઝિલીયન ફૂટબોલ નિયંત્રણોને કારણે તે સમયે સાન્તોસ પેલેને ૧૯૭૪ સુધી લગભગ બે દાયકા માટે રાખી શકી હતી, જેનાથી ટીમને મોટો ફાયદો થયો હતો. પેલેને સાથે રાખીને સાન્તોસ ટીમ ટોચ પર પહોંચી ગઇ હતી, જેમાં ટીમે ૧૯૬૨અને ૧૯૬૩માં દક્ષિણ અમેરિકન ફૂટબોલની સૌથી પ્રતિષ્ઠિત ક્લબ સ્પર્ધા કોપા લિબર્ટાડોરસ જીતી હતી. પેલે ઇનસાઇડ સેકન્ડ ફોર્વર્ડ તરીકે રમ્યા હતા, જેને પ્લેમેકર તરીકે પણ ઓળખાય છે. પેલેના કૌશલ્ય અને કુદરતી શક્તિઓના વખાણ વિશ્વભરમાં થતાં હતાં અને તે જેટલો સમય ફૂટબોલ રમ્યા તે દરમિયાન તેઓ ઉત્તમ ડ્રિબલીંગ (ફૂટબોલને લાત મારી-મારીને આગળ લઇ જવો) અને પાસિંગ, તેમની ઝડપ, તાકાતવાન શોટ, અસમાન્ય હેડિંગ લાયકાત અને સંખ્યાબંધ ગોલસ્કોરિંગ માટે ખૂબ જ જાણીતા બન્યા હતા.
  તેઓ બ્રાઝિલ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોઇ પણ સમયના સર્વોચ્ચ સ્કોરર રહ્યા છે અને માત્ર એક જ એવા ફૂટબોલ ખેલાડી છે જે ત્રણ વિશ્વ-કપ જીતનારી ટીમના સભ્ય રહી ચૂક્યા હોય. ૧૯૬૨માં વિશ્વ કપની શરૂઆતમાં તેઓ બ્રાઝિલીયન ટુકડીના સભ્ય હતા, પરંતુ બીજી જ મેચમાં ઇજા થતાં તેઓ સ્પર્ધાની બાકીની મેચો રમી શક્યા ન હતા. નવેમ્બર ૨૦૦૭માં ફિફા (FIFA)એ જાહેર કર્યું કે ભૂતકાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને ૧૯૬૨નું મેડલ પણ એનાયત કરવામાં આવશે, જેનાથી તેઓ ત્રણ વિશ્વ કપ વિજેતા ટીમના મેડલ ધરાવતા વિશ્વના એક માત્ર ખેલાડી બની ગયા.
  ૧૯૭૭માં તેમની નિવૃત્તિ પછી પેલે ફૂટબોલના વિશ્વ દૂત બની ગયા છે અને તેમણે ઘણી કાર્યકારી ભૂમિકાઓ તેમજ વેપારી સાહસો પણ હાથ ધર્યાં છે. હાલમાં તેઓ ન્યૂયોર્ક કોસ્મોસના માનદ્ પ્રમુખ છે.
  આ પેલેએ પણ આશ્વાસન આપ્યુ કે ઘાયલ રમતવીર વગર પણ મૅચ જીતી શકાય પણ જે રીતે તેઓ હાર્યા તે જોઇ અમારી આંખ પણ ભીની થઇ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: