નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

આમાં ‘નમો’ અસ્તેની કોઈ અસર ખરી?

Appleste

.

ખાસ કરીને યુ-ટ્યુબ પર હું વિવિધ ક્ષેત્રનાં પ્રસિદ્ધ વક્તાઓનાં લેક્ચર્સ (કિ-નોટ સ્પ્કિંગ) વારંવાર જોતો રહું છું. તેના અંતમાં કેટલાંક વખતથી મને તેમાં મસ્ત મજાની નુક્તેચીની જોવા મળે છે.

નમસ્તેની મુદ્રા સાથે એ વક્તા પોતાનું વક્તવ્ય તમામ કરે છે. બંને હાથોને જોડી ઓડીયન્સ તરફ માથું ઝુકાવી સૌનો હાર્દિક આભાર માને ત્યારે થાય છે કે…ભારતીય કલ્ચરનું માર્કેટિંગ સારું એવું થઇ રહ્યું છે.

આ એપલનું રિસેન્ટ આઈફોન-૬ લોન્ચ વખતે પણ તેના વડા ટિમ કૂકે આવું જ કર્યું ત્યારે (તેની આગળની લાઈનમાં બેસેલા ભારતીય ડેવેલોપર્સની ખુશી વિશે તો શું કહી શકું) પણ મારું દિલ એટલું કહેવા મજબૂર થઇ જ ગયું. ‘એપલસ્તે !”

હવે આમાં ‘નમો’ અસ્તેની કોઈક અસર ખરી?

Advertisements

6 responses to “આમાં ‘નમો’ અસ્તેની કોઈ અસર ખરી?

 1. pragnaju September 18, 2014 at 3:29 pm

  બાહ ભાઇ વાહ
  તમે તો મારા મનની વાત કહી !!

  પોનજાયજોલિયારે

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! September 18, 2014 at 9:29 pm

   પ્રજ્ઞાજુ બા, તમને ય અસ્તે અસ્તે ગઈમ્યું ખરા હોં ! 😉

 2. Vinod R. Patel September 18, 2014 at 4:45 pm

  મુર્તઝાભાઈ , એપલ એની ભાવી પ્રોડક્ટનું નામ કદાચ આઈ- નમસ્તે પણ રાખે !

  મેં ટી.વી. ઉપર ડોક્ટરોની એક ચર્ચા થતી સાંભળી હતી એમાં એક ડોક્ટરનું એમ કહેવું હતું કે પશ્ચિમની

  શેક હેન્ડ કરવાની પદ્ધતિથી રોગીસ્ટ બેકટેરિયાનો ફેલાવો થઇ શકે છે એને બદલે ભારતીય નમસ્તે કરવાની રીત

  અપનાવવા જેવી છે . ભારતીય કલ્ચરનું માર્કેટિંગ કરવા માટે ની આ એક અસરકારક દલીલ કહેવાય .

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! September 18, 2014 at 9:26 pm

   વિનુ દાદા, સાચી વાત છે. પણ હવે એપલની ‘આઈ’ કલ્ચર થોડું ઓછું થતું જણાય છે. તેમણે તાજેતરમાં લોન્ચ કરેલી વોચ આગળ માત્ર એપલ જ રાખ્યું છે. ‘આઈ’ આપણને જોવા માટે જ છોડી દીધી છે. 🙂

 3. Suresh Jani September 18, 2014 at 5:01 pm

  नुक्त ची है , गमे दिल, ईसको बनाये न बने
  बात बन जाय मगर, बात बनाये न बने !!
  ——–
  ન્યાં કણે તો …
  ‘પડો રસ્તે ‘!!

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! September 18, 2014 at 9:28 pm

   ઓ જાની બાપા,

   તમેય તે ગાલિબબાપાને બાળપણથી પીતો આવ્યો છું ને પાછા મને ‘રસ્તે પડો’ ક્યાં કો ? – આવી નુક્તે’ચીની’ તમે ‘મિસરી’ આગળ કરો છો પાછા? 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: