નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

આવું દેખાય ત્યારે ‘પાણી પાણી’ થવાય જ ને!

Bank_of_Nile_River

શર્ટનાં બટન બાંધતા બાંધતા જ (પેન્ટ પહેરી લીધા પછી હોં) મારા ઘરેથી પાંચ મિનીટની અંદર આ દ્રશ્ય દેખાય તો સમજી લેવાનું કે બ્લ્યુ નાઇલનાં ઓવારે પહોંચી ગયા.

મોર્નિંગ બ્રિઝ આપતો આ સીન હું બ્રિજ પરથી દરરોજ જોઉં છું. અને એટલે જ તો ‘નાઇલને કિનારેથી’ કશુંક લખવાની ચળ ઉપડી આવે છે. (હવે અહીં ‘આવી ગયા’ હોઈએ અને નાહી નાખવાનું મન થઇ જ જાય તો હમજી લેવાનું કે ઘરેથી પેન્ટ પહેરવાનું ભૂલી ગયા છીએ.)

મોબાઈલથી કેટલી સરળ સુવિધા બની છે કે પળવારમાં આપણે આંખોથી સમાવાયેલું દ્રશ્ય સીધુ દિલમાં સેવ કરી શકીએ છીએ. ટોટલ અસલી સિમ્પલ ક્લિક…નો ફોટોશોપ !

મોર્નિંગ મોરલો:

(ફોટોમાં પેલી દેખાતી જસ્ટ પસાર થયેલી નાનકડી નાવમાં મા હલેસાં મારી રહી છે અને દિકરો માછલાં પકડી રહ્યો છે. બસ કલાપી, રમેશ પારેખ કે સુરેશ દલાલની ખોટ વર્તાય છે.)

2 responses to “આવું દેખાય ત્યારે ‘પાણી પાણી’ થવાય જ ને!

 1. pragnaju October 3, 2014 at 8:51 pm

  વાહ
  માલમ મોટાં હલેસાં તું માર,

  મારે જાવું મધદરિયાની પાર
  મેણું માર્યું છે મને ભાભલડીએ,

  દે’ર આળહનો સરદાર;
  હે… ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે,

  એનો બળ્યો અવતાર રે…માલમo
  જાવું છે મારે જાવા બંદરે જ્યાં

  લખમીનો નહિ પાર
  હે… જાવે ગિયા કોઈ પાછા ન આવે,

  આવે તો બેડલો પાર રે…માલમo
  જાવું છે મારે સિંહલદ્વીપમાં

  પરણવા પદમણી નાર;
  હે… મોતીડે પોંખે જો ભાભલડી મારી

  તો તો જીવવામાં સાર રે…માલમo
  કેસરભીના તમે જીવો ભાભલડી મારાં

  જીવો જીભલડીની ધાર;
  હે… મેણા મારીને મારી મતિ સુધારી

  ખોલ્યા તે મનના દ્વાર રે…માલમo
  માલમ મોટાં હલેસાં તું માર,મારે જાવું મધદરિયાની પાર

  અને મધુરેણ
  એક દિવસ બન્ટા સિંહ હાઇવે પરથી કારમાં જઇ રહ્યા હતા. ત્યાં તેમણે એક વિચિત્ર દૃષ્ય જોયું. ઘઉં ના ખેતરમાં સાંતા સિંહ હોડીમાં બેસી હલેસાં મારી રહ્યા હતા. બન્ટાને આશ્ચર્ય થયું .

  નીચે ઊતરીને સાંતાને કહે છે – ” અરે ! આ શું કરે છે “

  સાંતા બોલ્યો – ” અજી ! એક કવિ અહીંયા આવ્યા હતા. મારું ખેતર જોઇને તેમણે મને કવિતા સંભળાવી. ‘ સરદાર ! તારું ખેત છે લહલહાતો સાગર ! ‘ હવે તું જ કહે આટલા મોટા કવિ કંઇ ખોટી વાત કહે, એટલે હું આ હોડી ચલાવું છું .”

  બન્ટાને ગુસ્સો આવ્યો અને બોલ્યો ” અજી ! તારા જેવા લઠ્ઠને કારણે જ આપણી સરદારજીની બધા મશ્કરી ઊડાવે છે. જો મને તરતાં આવડતું હોત તો હમણાં જ આ સાગરમાં તરતાં તારી પાસે આવીને તારી ધોલાઇ કરી નાંખત. “

 2. dee35 October 4, 2014 at 3:48 am

  ભઇલા, બ્રિજનું નામ અને જગ્યાનો અહેવાલ આપ્યો હોત તો કોઇ વાર ત્યાંથી પસાર થતાં ડુબકી મારી લેવાય ને! સરસ. Deejay.

  .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: