નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

લેવિટટાઉનમાં થયેલી ‘લવ’ની લેવી-દેવી…

MobCash_Man- Avi

ન્યૂયોર્કમાં એક નાનકડું ટાઉન છે.: લેવિટટાઉન. ત્યાં એક સ્ટેશનરી અને જનરલ પ્રોડકટ્સ સ્ટોર છે. જેના માલિક છે, અવિનાશ ગાંધી. અને તેમને સાથ આપતી પત્ની ભારતી ગાંધી.

લગભગ ૫૦+ વર્ષિય ગુજ્જુ અવિનાશભાઈએ તેની બોલવાની મિઠાશથી ‘એવું’ મજાનુ સ્નેહભર્યું વાતાવરણ રચ્યું છે કે તેના ગ્રાહકોમાં વર્ષોથી તે ‘એવિ’ તરીકે લાડકા છે. તેમણે તેમનાં રેગ્યુલર ગ્રાહકો સાથે એવો ઘરોબો કેળવ્યો છે કે…તેઓના નાના બાળકોનું ભણતર, તેમની રોજીંદી જરૂરીયાતો, તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વિશે સતત અપડેટ્સ મળતું રહે છે.. અને જરૂર પડ્યે એવિભાઈ તેમને માનસિક કે મનીવાઈઝ માઈક્રો મદદ પણ કરતા રહે.છે. (ઘણું ચ બધું ઠોરાંમાં સમજી જાશો.).

હાં ! …તો હવે થોડાં જ વર્ષ અગાઉ એવિભાઈના પત્ની ભારતીબેનને કેન્સરનું નિદાન થયું. પ્રથમ સ્ટેજમાં હતું એટલે સારવાર તો સમયસર થઇ ગઈ. પણ તેનાથી અવિનાશભાઈની ઘણી સારી એવી મૂડી ધોવાઈ ગઇ. ને વખત એવો આવ્યો કે તેમને વર્ષો જૂની આ દુકાન વેચવાનો કઠોર નિર્ણય લેવો પડ્યો.

તેમના રેગ્યુલર ગ્રાહકોમાંનો જ એક ક્રેઈગ ડેનિશને આ વાતની ખબર પડી. તેણે તેની પત્ની સેલેસ્ટે સાથે મળી એક (મદદગારી) ત્રાગું રચ્યું. બેઉએ એવિ-ભારતીને ખબર ન પડે એ રીતે છુપા રૂસ્તમ બનીને ફેસબૂક પર વિકેન્ડનો એક દિવસ નક્કી કરી ઇવેન્ટ બનાવી.: ‘મોબકેશ- ટુ હેલ્પ એવિ.’

લગભગ ૧૦૦થી વધુ લોકોએ તેને કન્ફર્મ કરી નક્કી કર્યું કે એવિનાં આવાં મુશ્કેલી ભરેલા સમયમાં ભેગા મળી સ્ટોરમાં એક સાથે ‘ખરીદીનો હૂમલો’ કરવો અને ધૂમ મચાવી બધી જ પ્રોડકટ વેચી મરાવવી. જેથી કરીને તેને સ્ટોર વેચવાની નોબત ન આવે.

ને બસ….બેનર્સ-પોસ્ટર્સ-ડેન્ગલ્સ પર ‘એવિ, વી લવ યુ’ ના નારા સાથે શરુ થઇ ‘એ વિ’કેન્ડી ઇવેન્ટ. એવિભાઈ અને ભારતીબેનના મહિનાઓથી રોકાયેલાં (દુઃખદ) આંસુઓ અનહદ ખુશીના આંસુઓથી રોકિંગ થઇ આવ્યા.

આવી સોજ્જી ઇવેન્ટ રચેલા ક્રેઇગ અને તેની પત્નીની ખુશીનું શું પૂછવું?- તેણે તો આખી આ ઘટનાને ૧૦ મિનીટની મુવી-ક્લિપમાં ફેરવી નાખી. જેમાં એવિ અને તેના ગ્રાહકોની અમેરિકન-ગુજ્જુ મોહબ્બતની આપ-લેનું અનોખું દ્રશ્ય જોવા મળે છે જ. પણ અંતમાં તેમનું ગુજરાતી હોવાની સાબિતી આપતું વાક્ય જોઈ ખુદ તમે પણ બોલી ઉઠશો.: “મઝા આવી ગઈ !”

દોસ્તો, આપણા સૌ જોનાર માટે આ ક્લિપ કદાચ નાનકડી હોઈ શકે. પણ તેમાં રહેલો સંદેશો ઘણો મોટો છે. અને મારી આજે ખાસ ઉમ્મીદ અને અપિલ છે કે….જોતા પહેલા આજની આ પોસ્ટમાં ખીલેલા મોહબ્બતનાં મૂવિ મોરલાને શક્ય એટલી લાઈક અને શેર કરી ખીલવવા દેશો. એટલાં માટે કે અહીં પણ અવિનાશભાઈનો ‘ગાંધી’ માર્ગ જ ‘અટક’માં આવ્યો છે.

Advertisements

3 responses to “લેવિટટાઉનમાં થયેલી ‘લવ’ની લેવી-દેવી…

  1. Vinod R. Patel October 19, 2014 at 7:56 am

    “મઝા આવી ગઈ !”

    અવિભાઈ ના ગ્રાહકોના એમના પરના પ્રેમએ એમનો ધંધો બચાવ્યો .

    ગ્રેટ સ્ટોરી ,

  2. pragnaju October 19, 2014 at 3:03 pm

    “પ્રેમ તેના વિવિધ સ્વરુપોમાં આંતરવૈયક્તિક સંબંધના મુખ્ય પ્રેરક તરીકે કાર્ય કરે છે અને તેના કેન્દ્રીય મનોવૈજ્ઞાનિક મહત્વને કારણે તે સર્જનાત્મક કળાઓ માં સૌથી સામાન્ય વિષયો પૈકીનો એક છે.

    મઝા આવી ગઈ !”“મઝા આવી ગઈ !”“મઝા આવી ગઈ !”

  3. dee35 October 20, 2014 at 3:38 am

    પ્રેમ……….પ્રેમ…………બસ……પ્રેમ………..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: