નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

“અપની લાઈફમેં હમ સબ લોગ બેવકૂફ હૈ !!!”

Murtaza Patel with Johnny Lever

Murtaza Patel with Johnny Lever

Murtaza-Johnny_Lever-Abbas_Hirapurwala

Murtaza-Johnny_Lever-Abbas_Hirapurwala

બાઝીગરનો ‘બાબુલાલ’, ઈશ્કનો ‘મી. લોવાલોવા’, આવારા પાગલ દિવાનાનો ‘છગન છત્રી’, ખિલાડીનો ‘નારીયેલવાળો મદ્રાસી’ અને ક્યાંક વળી ‘ગફૂરભાઈ’ જેવા કેટલાંય અભૂલક રોલ્સ કરી લોકોના કોમેડી દિલો પર રાજ કરી દિલખુશકર જોહની લિવર સાથે મારી સાંજ Truly Unforgettable રહી.

આ તો મારા અઝીઝી Facebook દોસ્ત અબ્બાસભાઈ હીરાપુરે મને કૉફી હાઉસમાં ખેંચી લાવ્યા. હવે તેમની ફિલ્મી સ્ક્રિપ્ટ-રાઈટિંગ કેરિયરની વાતોની ચૂસ્કી સાથે કાપુચિનો કૉફી ભળી જાય, અને વાતોમાં સંતાયેલા તેમના ખૂબ નીકટના જીગરી જોહનીભાઈનો ઉલ્લેખ થાય ત્યારે ‘બ્રેક’ સર્જાય એમ કોઈ શક ખરો?

તાબડતોબ ફોન લગાવ્યો. જોહનીભાઈની એપોઇન્ટમેન્ટ અમારા હાથમાં આવી અને પગ લોખંડવાલાના ‘ઓક્સફર્ડ આર્કેડ’ના ૧૫માં માળે જઈ અટકી ગયા. થોડી જ સેકંડમાં વગર મેક-અપમાં પણ એમની જેમ આંખો ફાડી જોવો ગમે એવો બિન્દાસ ચડ્ડીદાસ વ્હાલો જોહની અમારી સામે આવી ગયો. ને પછી અમારાથી વાતોનું ‘લિવર’ એવું દબાવાઈ ગયું કે બે કલાક પછી ભાન થયું કે હવે અમને પણ ‘લીવર’ બનવું જોઈએ.

તેમના અંગત અનુભવોને પણ એક્સપ્રેશન્સ સાથે અડોઅડ બેસી સાંભળવા મળે ત્યારે એમના વાઈફ સુજાતાબેનને મોકલાવેલા કૉફી-બિસ્કીટ પર ‘એશ’માં જ જાય એમાં કોઈ શક ખરો? જોહનીભાઈ સાથે ગાળેલી આ નાનકડી સાંજ પર ખૂબ મોટો લેખ લખી શકુ. પણ વળી એ જ આદત મુજબ ‘થોરામાં ઘન્નું’ કરી એમના કેટલાંક કૉફી –ક્વોટસથી કામ પતાવીએ.

=> “સબકું તીન ઘંટે તક હસાતે રહેના સચમેં બો’ત સિરિયસ કામ હૈ બાવા !”

=> “મેરે શો કો સબસે ઝ્યાદા પસંદ ઔર એન્જોય કરને વાલી પબ્લિક પૂરે ભારતમે સિર્ફ ‘ગુજરાતી’ લોગ હૈ.”

=> “અપની લાઈફમેં હમ સબ લોગ બેવકૂફ હૈ. સમજ હોતી હૈ, ફિર ભી નાસમજ બનકર પૂરી ઝિંદગી સમજદાર’ બનને કી કોશિશ કરતે રહેતે હૈ.”

=>“જો લાઈફ હંમે આજ, અભી મિલી હૈ, વો હી સબસે ખૂબસૂરત હૈ. બાકી સબ વહમ હૈ.”

જોહનીભાઈ સલામ છે આપ જેવા મસ્ત મજાના માણુસને! અને અબ્બાસભાઈ સલામ તમને પણ તમારી આ માનવતાવાળી દોસ્તી પર…બોસ!- દિમાગ કી બત્તી કા પૂરા પાવર જલા ડાલા….ભાય!

Advertisements

4 responses to ““અપની લાઈફમેં હમ સબ લોગ બેવકૂફ હૈ !!!”

  1. નિરવ November 24, 2014 at 9:09 am

    ખરેખર ઘણા એટલે ઘણા ‘અભૂલક રોલ્સ’ o_O

    મારા અત્યંત પ્રિય હાસ્ય’માનવ , જય જ્હોની 🙂

  2. yuvrajjadeja November 24, 2014 at 9:56 am

    જો લાઈફ હંમે આજ, અભી મિલી હૈ, વો હી સબસે ખૂબસૂરત હૈ. બાકી સબ વહમ હૈ. – વાહ .. કયા બ્બાત . જ્હોની તો મને પણ વ્હાલો , તમને પ્રાપ્ત થઇ વ્હાલસોયી યાદો 🙂

  3. pragnaju November 24, 2014 at 5:15 pm

    હાસ્ય’માનવ , જ્હોની
    હકારાત્મક-નકારાત્મક બાબતોઃ પરફોર્મન્સ, ડિરેક્શન, મ્યુઝિક અને નિશ્ચિત જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવેલા ડાયલોગ્સ સ્ટ્રોંગ પોઇન્ટ છે.. ‘હાઉસફૂલ 2’એ મગજને બાજૂ પર મુકીને જોવામાં આવે તો તમને ક્યારેય નિરાશ નહીં કરે.

  4. Deejay Thakore November 25, 2014 at 7:31 pm

    હાસ્ય કલાકાર ફીલ્મમાં ન હોયતો બોરીંગ લાગે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: