નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

પડદા પાછળની હિરોઈન….ખરેખર આવી હોય છે !

Afsana Bano

તે દિવસે ખંભાત જવા માટે કાંઈક હટકે બનેલા વડોદરાના એસ.ટી સ્ટેશન પર આ મુજબના કેટલાંક ડાયલોગ્સ હું સાંભળું છું….
——————
“અબે એ હિરો ! ચલ ફૂટ યહાં સે. દિખતા નહિ હૈ તેરેકો ઇધર લાઈન બની હુઈ હૈ. ગોગલ્સ લગાકે બો’ત શાણપટ્ટી મત કર. ચલ આજા ઇધર.”

બીજી જ મિનીટમાં…

“ઓ કાકા, તમને ચ્યો જવું સ?- અંઈ આઈ જાવ બાજુ પર. તમારી બસ આવે એટલે તમને અંદર મૂકી આઈસ હો. હવડે બાજુ પર હુઈ જાવ.”

ને પછીની થોડી જ મિનીટ્સમાં …

“દેખિયે સાબ, અબ આપ હી હંમે અમારી બની હુઈ સિસ્ટમકો ચલાનેમેં મદદ નહિ કરોગે તો ફિર હમ પબ્લિકકો મેનેજ કૈસે કરેંગે? આપકો ભલે હી બુરા લગે પર હંમેભી હર એક કો સંભાલના પડતા હૈ.”

ને પછીની થોડીક વધુ ઘડીઓ બાદ…

“તે આ…લીધેલા દંડના પૈશા મારે ઘરે નહી લઇ જવાના હો. એ કોઈ ગરીબ કે અંધજનને મદદ કરવામાં વપરાશે. જોયા વગર કોઈની પર આળ ના લગાવો…ભ’ઈ.”
——————–
આવાં બીજાં કેટલાંક અનોખા ડાયલોગ્સ અને નોખા કામ ‘સિસ્ટમ’માં કરી બતાવનાર એ સ્ત્રી પણ મને સિક્યોરીટીના ટોળામાં સાવ અલગ દેખાઈ આવી. ફોટોમાં જોશો તો અમેરિકાની કોઈ પોલિસ ઓફિસર જેવી લાગે, પણ બોલે ત્યારે પાકું દેશીપણું બતાવતી આ ‘અફસાના’ સાથે મને વાત કરવાનું મન થઇ ગયું અને એની પરમિશન લઇ હું તેનો એક ફોટો અને કેટલાંક મજાના વિચારો લઇ આવ્યો.

એક પળમાં દસ માણસોને એક સાથે લાઈનમાં સીધાં કરી નાખતી ને બીજી પળે કોઈક અપંગ ભિખારીને મિનરલ-પાણી પીવડાવી માણસાઈથી બસભેગી કરતી. ત્રીજી પળે સ્ટેશન પર ખોવાયેલા કોઈક બાળકને શોધવા માટે દોડી જતી. તો ચોથી પળે માવો ચાવતા પકડાયેલા મજનુ પાસેથી રૂ. ૧૦૦ વસૂલ કરતી આ અફસાના મારા મતે સાચે જ ‘અફસાના’ બને એવાં અપ્રસિદ્ધ કામો કરે છે.

દોસ્તો, વડોદરા સ્ટેશન પર ક્યારેક જવાનું બને ત્યારે તેને જોવાનું ન ભૂલતા. એટલાં માટે ‘હર હાલમેં ખુશ’ થઇ ફરજ નિભાવતી આવી સોફ્ટ-હાર્ડ દિલદારી મહિલા ઓફિસર હિરોઈન રૂપે પડદા ઉપર નહિ પણ ક્યાંક પાછળ જ જોવા મળતી હોય છે.

અફસાનાને અસ્સલામ.

Advertisements

5 responses to “પડદા પાછળની હિરોઈન….ખરેખર આવી હોય છે !

 1. pragnaju November 26, 2014 at 4:40 pm

  ‘હર હાલમેં ખુશ’ થઇ ફરજ નિભાવતી આવી સોફ્ટ-હાર્ડ દિલદારી મહિલા ઓફિસર હિરોઈન રૂપે પડદા ઉપર નહિ પણ ક્યાંક પાછળ જ જોવા મળતી હોય છે.

  વાહ્

 2. mdgandhi21, U.S.A. November 30, 2014 at 7:40 am

  Very Nice ……………

 3. અશોક જાની 'આનંદ' December 1, 2014 at 1:39 pm

  પ્રેરણાદાયક… બીજા પુરૂષ પોલીસ મિત્રો માટે..

 4. vkvora Atheist Rationalist January 24, 2015 at 4:34 am

  અફસાનાને અસ્સલામ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: