નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

તમને આપવું ગમે કે…લેવું?

Joy Of Giving

.

અમેરિકાના મશહૂર ચેઈન સ્ટોર જે.સી.પેનીમાં બસ હજુ થોડાં દિવસો પહેલા જ એક મસ્ત મજાની એક ઘટના બને છે…

તેનો માર્કેટિંગ સ્ટાફ સ્ટોરમાં ખરીદી માટે આવતા કેટલાંક કસ્ટમર્સને સર્વે કરવા સવાલ કરે છે: “તમને આપવું ગમે કે…લેવું?”– (ટૂંકમાં, તમે દેના બેંક કે…લેણા બેંક?)

લગભગ બધાં જ જવાબ આપે છે કે: “અમને આપવું ગમે.” – બસ!!! આ સાંભળી તેનો મેનેજર એવાં કેટલાંક ‘ઉત્સાહી આપકો’ને એક ઓફર આપે છે.

“જાવ, આ સ્ટોરનાં કોઈ ડીપાર્ટમેન્ટમાં જઈ એક અજાણ્યા બીજા કસ્ટમરને પસંદ કરો અને એમને જઈને કહો કે તમને આ સ્ટોરમાંથી જે કાંઈ પણ લેવું હોય તે લઇ લ્યો. અમારા તરફથી તમને એ ક્રિસમસ ગિફ્ટ. બોલો કરી શકશો?”

શરૂઆતમાં ભાવુક થયેલાં આપકોને વાત તો માનવામાં ન આવી પણ ઈજ્જત સાચવવા ‘આપનાર હોવાનું’ એક સર્ટીફિકેટ બતાવવાનો સાચેસાચ સમય આવી ગયો હતો અને કસોટી સામે હતી.

પછી શું? એ લોકો તો દોડ્યા અને સાવ અજાણ્યા લોકોને પકડી તેમની કોઈપણ ખરીદીનું બિલ પોતાને નામે કરી નાખવાની સેવા કરી બતાવી. જેમાં…

=> એક નાનકડું બાળક તેનું મનભાવન રમકડું મેળવે છે…

=> એક યુવાન જે તેની સગાઇની વીંટી લેવા આવ્યો છે ત્યારે કોઈક અજાણ્યા તરફથી જ તેને કિમતી વીંટી ભેંટ મળે છે…

=> એક પ્રૌઢને તેનાં જરૂરી હોમ એપ્લાયન્સ ગિફ્ટ મળે છે….

=> એક વૃદ્ધાને તેનું મનપસંદ સ્વેટર મળે છે…

જ્યાં એક તરફ….મારું….મારું…બસ મારું ની મારામારી ચાલે છે ત્યારે, બીજી તરફ ‘તારું…તમને…તમારા માટે’ની પણ ઘટનાઓ સંબંધોની આવી અનોખી બેલેન્સશિટ બનાવે છે.
———————————————————–
દોસ્તો, શક્ય છે કે આવું આપણે પણ કરી શકીએ છે…કોઈપણ મોલમાં, સુપર-સ્ટોરમાં..કોઈક એવી વ્યક્તિ માટે જ માત્ર ‘વિન્ડો શોપિંગ’ જ કરી આનંદ મેળવે છે.
આપણે પણ ‘શાંતા’ બની કોઈક અજાણ્યા માણસને ‘ક્લોઝ’ કરી આનંદ આપી શકીએ છે, ખરું ને? –
‪#‎merrychristmas‬ ‪#‎Happyholidays‬

બની શકે તો આ ‘Give’ કોન્સેપ્ટને અહીં વધુ શેર કરશો. અને પછી આ ઘટનાનો વિડીયો જોવો હોય તો…:

5 responses to “તમને આપવું ગમે કે…લેવું?

 1. pragnaju December 25, 2014 at 4:11 pm

  जीवन में हर जगह हम “जीत” चाहते हैं…
  सिर्फ फूलवाले की दूकान ऐसी है
  जहाँ हम कहते हैं कि “हार” चाहिए।
  क्योंकि हम भगवान से “जीत”
  नहीं सकते।

 2. jagdish48 December 25, 2014 at 6:27 pm

  લોકોએ તો આપીને સંતોષ મેળવ્યો, પણ મેનેજરે ‘મેળવી’ને..

 3. mdgandhi21, U.S.A. December 26, 2014 at 2:59 am

  બહુ સુંદર, પ્રયોગ કરવા જેવો છે……..મને પણ તમને આવા સુંદર ઈમેલ માટે “અભિપ્રાય” આપવાનું બહુ ગમે….

 4. mdgandhi21, U.SA. December 26, 2014 at 3:02 am

  બહુ સુંદર, આવો પ્રયોગ કરવા જેવો છે…..મને પણ તમને આવા સરસ ઈમેલ માટે “અભિપ્રાય” આપવો બહુ ગમે….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: