નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

‘મૂડ’ અને ‘મૂળ’ જાણ્યા વિના ‘મડ’ ઉછાળનાર, એટલે……

Mud Throw

ભારતમાં હોળી કે દિવાળી ભલેને રાષ્ટ્રીય ઉત્સવો હોય, પણ રાજકીય તો એક જ… – કિચડફેંક.

બારેમાસ ઉજવતા આ તહેવારમાં કુટુંબના રાજ-સભ્યોથી લઇ પાર્લામેન્ટનાં દરેક (અ)સભ્યો આવી જાય. જેઓ ભરપૂર ઉત્સાહ અને જોશ ખરોશ સાથે એક-બીજાં પર કિચડફેંકવામાં કાયમી ધોરણે તત્પર રહે છે.

 • કશુંયે ન બોલો તો પણ…કિચડ ફેંકાય.
 • કાંઈક પ્રોડકટિવ બોલો તો પણ..કિચડ તો ફેંકાય.
 • કાંઈક જુના આઈડિયાને ડેવેલોપ કરવા પ્લાન કર્યું હોય તો પણ…કિચડ !
 • કોઈક નવા પ્રોજેક્ટની પાછળ કમાવવાની સારી નિયત રાખી હોય તો પણ…કિચડ !

ખાસ કરીને કિચડ એવા લોકો પર જ ફેંકવામાં આવે છે જેઓએ કાંઈક સારું કર્યું હોય છે. એટલે જ આ તહેવાર એન્ટિક નહિ પણ ‘એન્ટિ’ફોર્સનાં નિયમ પર ચાલે છે.

 • કંપનીના ચીફે તો આ રીતે જ મેનેજમેન્ટ રચવું…નહિ તો ફેંકો કંપની…કિચડમાં !
 • દેશનાં નેતા કે અભિનેતા તો અમારી ઈચ્છા મુજબ જ ચાલવા-બોલવા જોઈએ…નહિતર કિચડ !
 • સંતે તો અમને જે સાંભળવું ગમે એવી જ કથા કરવી જોઈએ…નહિ તો જાય કથા…કિચડમાં !
 • પ્રિન્સીપાલે તો વાલીઓનાં ‘પ્રિન્સીપલ્સ’ પર જ સ્કૂલ ચલાવવી…નહિતર ભણતર જાય કિચડમાં !

હાળું આ દેશ છે કે…કિચડસ્તાન ?!?!?!

અલ્યા ભાઈ….આપણી ઈચ્છા મુજબ જ આ બધું ચાલતું હોત તો…આજે ઈશ્વર છે? એવું કન્ફયુઝન કે ક્વોશચન થાત ?

આ તો સારું છે કે…આવી માથાભારે મૂંઝવણોનાં મડ-ફેંક મૂડ દરમિયાન એક નાનકડું માસૂમ બાળક પાસે આવી ગાલ પર કીચડને બદલે ‘કિસ’ લગાવી જાય છે, ત્યારે લાગે કે…..વાહ ! આવાં કિચડમાં પણ હજુએ લોટ્સ ઓફ લોટસ ખીલતાં તો રહે છે જ.

તો મૂકો ને પંચાત. ઉનકા કામ એહલે-એ-કિચડ જાને. હમારા કામ તો હૈ…ઉસમેં ભી કમલ સા ખીલ જાના.

‘હોલી’ પંચ:

‘મૂડ’ અને ‘મૂળ’ જાણ્યા વિના ‘મડ’ ઉછાળનારને ‘મેડ’ સમજવો?

8 responses to “‘મૂડ’ અને ‘મૂળ’ જાણ્યા વિના ‘મડ’ ઉછાળનાર, એટલે……

 1. pragnaju March 3, 2015 at 4:16 pm

  ‘… ‘મડ’ ઉછાળનારને ‘મેડ’ સમજવો?
  નાજી એ તો યાદ આપે પહેલી કુદરતી કલા તરીકે મડ વર્ક નું પણ મહત્ત્વનું સ્થાન છે. મડ થેરાપી એક એવી ટ્રીટમેન્ટ છે જે માત્ર સૌંદર્યમાં જ વધારો નથી કરતી પરંતુ અનેક પ્રકારના રોગમાં દવાનું કામ કરે છે,
  મનમા ગૂંજે
  યે માટી સભી કી કહાની કહેગી.

 2. pragnaju March 3, 2015 at 4:19 pm

  ‘… ‘મડ’ ઉછાળનારને ‘મેડ’ સમજવો?નાજી  એ તો યાદ આપે પહેલી કુદરતી કલા તરીકે મડ વર્ક નું પણ મહત્ત્વનું સ્થાન છે. મડ થેરાપી એક એવી ટ્રીટમેન્ટ છે જે માત્ર સૌંદર્યમાં જ વધારો નથી કરતી પરંતુ અનેક પ્રકારના રોગમાં દવાનું કામ કરે છે, મનમા ગૂંજેયે માટી સભી કી કહાની કહેગી.

 3. Vinod R. Patel March 3, 2015 at 9:53 pm

  સરસ મજાનો લેખ કટાક્ષ સબર .. હોળી મુબારક

 4. dee35(USA) March 4, 2015 at 3:06 am

  ગમે તે ભોગે છાપાંમાં નામ ચમકાવવાં હોય તો પછી કાદવ ન ઉછાળે તો શું કરે?

 5. aataawaani March 4, 2015 at 6:25 am

  હોળીના તહેવારોમાં હોળીના પડવાના દિવસે લોકો મદ ફેકમ ફેંક કરતા હોય છે , તેઓ હોળીને દિવાળીમાં ફેરવી નાખતા હોય છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: