નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

“જા તું બરબાદ થા…..”

વોરેન બફેટ સાહેબની પાસે વર્ષો પહેલા એક નવા નિશાળિયા જેવો શેર બ્રોકર આવ્યો: “સાહેબ, શેર માર્કેટમાં સફળ થવાની ચાવી આપો.”

“જા તું બરબાદ થા.” – વોરેન સાહેબે બફાટ માર્યો.

અને થયું પણ એવું જ…થોડાં મહિનાઓની સફળતાનું મધ ચાખ્યા પછી એ નવા સાહસિકને કરિયાતું જેવી જબ્બરદસ્ત કડવી નિષ્ફળતા મળી, એ પાયમાલ થયો, એનું નખ્ખોદ ગયું અને બરબાદ થયો.

વળી થોડાં વર્ષ પછી એ જુવાન ફરી બફેટ સાહેબ પાસે ગુલદસ્તો લઇ પાછો આવ્યો. હવે એના હાથમાં હતી, ઘડાયેલી માલેતુજારી, કડકડતી નોટો વાળી ક્રિસ્પી સફળતા. કેમ કે એને અપાયેલા શાપમાં વરદાન મળ્યું હતું.
— — —
અને એટલે જ આજે હું પણ એ સૌ દસમા અને બારમાધારી યુદ્ધવીરોને એવા શાપિત વરદાન આપું છું. “જાવ દોસ્તો, સફળતા ભલે ના મળે, એક વાર ઈજ્જતથી બરબાદ થવાની પણ તૈયારી રાખજો.”

આવું જો મેં આજથી ૨૦ વર્ષ અગાઉ લખ્યું હોત તો મને મારા કુટુંબીજનોનાં માછલાં સહન કરવાનો વારો આવ્યો હોત. પણ એ બાબતે હું એટલો નસીબદાર કે મને ક્યારેય એવો ટોણો સહન કરવો પડ્યો નથી. સિમ્પલી, આજે ઈન્ફો-એજમાં કન્ટેનર્સ ભરાઈ શકે એટલી તકોની ભરમાર છે. તમે સફળ થાવ કે ન થાવ, તમારી સામે દરરોજ નવી નવી તકો એનો રસથાળ લઈને આવે છે.

જો દિમાગ સલામત, દિલ સાબૂત અને હાથ-પગ મજબૂત હોય તો કોઈના બાપા કે બા ની તાકાત નથી કે તમને ‘પરાણે’ પાસ કરાવી શકે. આખું વર્ષ બા’રે ચારી ખાધું હોય તો બરબાદ થવાની હામ રાખજો. અને જો કશુંયે દિમાગથી ના વાંચ્યું હોય છતાં મેદાન મારવાનો જબ્બર જોમ હોય તો સક્સેસ…સેક્સની જેમ તમારી આગળ-પાછળ છવાયેલી જ રહશે.

આખું ફેમિલી, દોસ્તો, સોસાયટી તમારી વિરુદ્ધ ભલેને હોય, પણ જો તમે તમારી સાથે હશો તો બેધડક ટેસ્ટ નહિ, પણ કોન્ટેસ્ટમાં શામેલ થઇ શકશો…લાલા !!! ધ્યાન રહે જે જવાબ આપવો હોય એ….બસ તે લાજવાબ હોય.

” બેસ્ટ ઓફ ‘લખ’ !!!

Advertisements

3 responses to ““જા તું બરબાદ થા…..”

  1. pragnaju March 12, 2015 at 2:16 pm

    સ રસ
    મોંઘવારી ના આ યુગમાં વોરેન બફેટના બેઝીક ઇન્વેસ્ટમેન્ટ, ખર્ચા, બચત અને આવક વિશેના સુત્રો ઘણા ઉપયોગી છે.તેમનું કહેવું છે કે જો આ સુત્રો થી તમારી લાઈફમાં કોઈ સુધારો આવે તો ભગવાનનો જ ઉપકાર માનજો કારણકે આ તો સામાન્ય જ્ઞાન છે અને હું તો તેમને માત્ર રીપ્રોડ્યુસ કરું છું.
    વોરેન બફેટ ના કમાણી, બચત, રોકાણ અને ખર્ચ વિશેના સોનેરી સુત્રો:
    અચૂક વાંચો…શીખો અને એપ્લાય કરો…!!

    જેમકે પ્રમાણિકતા મોંઘી છે.

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! March 12, 2015 at 2:34 pm

      ખૂબ મજાની વાત કહી આપે. શુક્રિયા ડોક્ટર સાહિબા.

  2. Ashok Vavadiya March 18, 2015 at 7:49 pm

    વાહહહ “જા તું બરબાદ થાય” એક આશિર્વાદ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: