નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

દુનિયાનાં સૌથી પાવરફૂલ શબ્દોમાંનો એક શબ્દ…

Change of Money To Give...

ગઈકાલે એક સુપર-માર્કેટમાં સુપર્બ ઘટના જોઈ.

ત્યાંના કેશ-કાઉન્ટર પર મારી આગળ એક જુવાનીયો હાથમાં અડધો લિટર દૂધનું પેકેટ લઈને ઉભો હતો. (પીઠ પર ભરાવાતી હેવસેક બેગમાંથી નીકળતી લાંબી ફૂટપટ્ટીથી કદાચ એમ કહી શકું કે એ સ્ટુડન્ટ આર્કીટેક્ટનો હશે.) કેશિયરે ચુપચાપ તેનું પેકેટ સ્કેન કરી બિલનાં સાડા ચાર પાઉન્ડની મૂક માંગણી કરી.

જુવાને તેના ખિસ્સામાંથી એક-એક પાઉન્ડનાં ચાર સિક્કા અને અડધા પાઉન્ડનો એક સિક્કો તેના હાથમાં મુક્યા. પણ ત્યાં જ…
કાઉન્ટરની નજીક સૂટમાં ઉભેલો (મેનેજર લાગતો) એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને કેશિયરને બિલ હોલ્ડ કરવા જણાવ્યું. પછી મને કહ્યું કે “માફ કરશો માત્ર ૨-૩ મિનીટ્સ મોડું થશે. તમને વાંધો ન હોય તો……..એમ કહી પેલા જુવાનને બાજુ પર લઇ ગયો.

બે મિનીટ બાદ, એ મેનેજરનાં હાથમાં દૂધનાં બીજાં ત્રણ પેકેટ્સ, બ્રેડ-બટરનું એક મિડીયમ સાઈઝ પેક, અને અડધો કિલો એપલનું પેક લઈને પાછો એ જુવાન પાસે આવ્યો અને કહ્યું:

“મને ખબર છે, મહિનાના આખરી દિવસો છે એટલે પૈસાની ખેંચ હોય એ સામાન્ય બાબત છે. પણ ધ્યાન રહે કે પૈસા કરતા પણ તારા જેવા સ્ટુડન્ટની હેલ્થ વધારે મહત્વની છે. આટલું જરૂરી લાગે તો તેનું પેમેન્ટ પછી કરજે. કોઈ ઉતાવળ નથી. અહીં મારા એકાઉન્ટમાં હું ‘જમા’રાખું છું. જો હજુયે બીજું કાંઈ જોઈતું હોય તો મને બોલ.”

પેલો સ્ટુડન્ટ શું બોલે? જરૂરી થોડું છે કે આવી દરેક નાનકડી ઘટનાઓ ‘બ્રેકિંગ ન્યુઝ’ તરીકે બહાર આવે?

જ્યાં ‘ફાઉન્ડેશન’ વિશે ભણવાનું હોય ત્યાં આવાં જુવાનીયાઓને તેનો ‘પ્રેક્ટિકલ પાઠ’ જોવા મળે ત્યારે તેમના દિમાગથી બનતા પ્રોજેક્ટ્સની આવરદા લાંબી તો ખરી, બહુ ઉંચી પણ થવાની, ખરું ને?

‘પૌષ્ટિક પંચ:

“દુનિયાનાં સૌથી પાવરફૂલ શબ્દોમાંનો એક ‘H E L P’, જે ક્યારેય પણ…કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સંજોગોમાં એનકેશ થઇ શકે છે. હાલોપ !!!!!”

(Image Credit: independent.co.uk)

Advertisements

6 responses to “દુનિયાનાં સૌથી પાવરફૂલ શબ્દોમાંનો એક શબ્દ…

  1. Krishnakumar May 30, 2015 at 2:47 pm

    Reblogged this on આપણું વેબ વિશ્વ.

  2. સુરેશ May 31, 2015 at 6:56 am

    આ સત્ય ઘટના હોય તો…
    પૂણ્ય પરવાર્યું નથી.

  3. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ. June 1, 2015 at 6:55 am

    HELP……….સાચી વાત છે, હેલ્પ એ ખરેખર બહુજ powerful શબ્દ છે..
    બહુ સુંદર પ્રસંગ વર્ણવ્યો છે.

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! June 1, 2015 at 11:40 am

      Thank You Mansukhbhai. આપે વાંચ્યું એ બદલ આભાર.

  4. અશોક જાની 'આનંદ' June 1, 2015 at 2:07 pm

    ગમ્યું, આ રીતે જરૂરતમંદને મદદ કરવી એ માત્ર આપણી જ સંસ્કૃતિમાં નથી.. વિધ્યાર્થીનું શ્રેય જોવાવું જ જોઈએ.. એ આવતીકાલનું ભવિષ્ય છે..

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! June 2, 2015 at 12:33 am

      જાની સાહેબ, સહમત છું આપની વાત સાથે. શુક્રિયા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: