નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

…તો એ નાનકડી ઘટના કાંઈક આ રીતે મોટો મોડ લે છે…

Google-Reunion Story

મુંબઈથી દિલ્હી આવેલી સેન્ટીમેન્ટલ સુમન તેના દાદાજી પાસે ઘરમાં પીળા પડી ગયેલાં પાનાંની એક જૂની ડાયરી લઇ આવી બેસે છે. દાદા તેમાંથી એક સેપિયા-ટોનવાળો ફોટો કાઢી બતાવે છે. જેમાં એક ઈમેજ એમની છે, ને બીજી વર્ષો પહેલા ભારત-પાકનાં પાર્ટીશન વખતે છુટ્ટા પડી ગયેલા બાળપણનાં દોસ્ત યુસુફની…

દાદા તો ફોટાની આગળ બનેલી ઘટના વર્ણવે છે, પણ સુમન ફોટા પાછળ રહેલી ઘટનામાં ડોકિયું કરવાની કોશિશ કરે છે. દાદાના એ બાળપણની યાદોમાં રહેલાં કેટલાંક કિ-ફેકટર્સને પકડે છે. પાકિસ્તાન, ભાગલાં, લાહોર, પત્થરનું મકાન, પતંગબાજી, મીઠાઈની ચોરી, મસ્તીવાળી સાંજ….
સુમન આવી સોનેરી સ્મૃતિને રિ-એક્ટીવેટ અને સંબંધોને રિ-યુનિયન કરવાનું નક્કી કરે છે. એટલે તેનું દિમાગ દોડાવવા ગૂગલ મહારાજના શરણે જાય છે.

ગૂગલ સર્ચિંગ દ્વારા એ જાણી લે છે કે યુસુફચાચા હજુયે હયાત છે, અને લાહોરમાં એમની એક મીઠાઈની દુકાન છે. “ફઝલ સ્વીટ્સ”
આવી ગૂગલિંગ કર્યા પછી સુમન એ ફઝલ સ્વીટ્સનો નંબર મેળવી ત્યાં ડાયરેક્ટ ડાયલિંગ કરે છે. અને પકડી પાડે છે સફેદ દાઢીવાળા યુસુફચાચાને……પછી ?- થોડાં અરસા પછીનું ફાસ્ટ ફોરવર્ડ દિલ્હીમાં…

…..યુસુફચાચા તેના પૌત્ર સાથે હાથમાં બેગ લઇ દાદાજીના ઘરના દરવાજે ઉભા છે.
એક તરફ યુસુફચાચાનાં મોંમાંથી “હેપ્પી બર્થડે યારાં” !!!! ને પછી હાથમાંથી બર્થડે ગિફ્ટ નીકળે છે, જ્યારે બીજી તરફ સુમન અને દાદાજીની આંખોમાંથી આંસુઓ…

ને બસ એ બધાં જ…બહાર પડી રહેલાં વરસાદ સાથે અંદરથી પણ ભીંજાઈ રહ્યાં છે. છે ને સ્વિટ કરતા પણ ‘સ્વિટેસ્ટી’ ઘટના!!!?!?!?!…

દોસ્તો, ગૂગલ માટે ભલેને આ દોઢ વર્ષ પહેલાની એક બ્રાંડ-સ્ટોરી-એડ હોઈ શકે. પણ આપણા સૌ માટે તો ‘સોલ-સર્ચિંગનો ધક્કો જ રહેવાનું છે.

મીઠાઈક મોરલો:

” જે નોખું >સર્ચે< છે, તે અનોખું <સર્જે > છે.” મુર્તઝાચાર્ય (ઈ.પૂ. ૨૦૦૭).

Advertisements

4 responses to “…તો એ નાનકડી ઘટના કાંઈક આ રીતે મોટો મોડ લે છે…

  1. pragnaju June 1, 2015 at 2:55 pm

    ‘…..યુસુફચાચા તેના પૌત્ર સાથે હાથમાં બેગ લઇ દાદાજીના ઘરના દરવાજે ઉભા છે.
    એક તરફ યુસુફચાચાનાં મોંમાંથી “હેપ્પી બર્થડે યારાં” !!!! ને પછી હાથમાંથી બર્થડે ગિફ્ટ નીકળે છે, જ્યારે બીજી તરફ સુમન અને દાદાજીની આંખોમાંથી આંસુઓ…

    ને બસ એ બધાં જ…બહાર પડી રહેલાં વરસાદ સાથે અંદરથી પણ ભીંજાઈ રહ્યાં છે. છે ને સ્વિટ કરતા પણ ‘સ્વિટેસ્ટી’ ઘટના!!!?!?!?!…\

    અને અમારી આંખ પણ નમ

  2. dee35(USA) June 2, 2015 at 3:51 am

    વાહ, દોસ્ત વાહ! બહોત ખૂબ! આપને તો હમારીભી આંખૌમેં પાની ભરદીયા. સરસ કોમ્બીનેશન.આભાર.

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! June 2, 2015 at 12:44 pm

      Thank You Thakore Saheb. આપ આવી રીતે ‘ખુશ થઇ રડો’ એવી શુભેચ્છા 😛

      આવતા રહેશો…મળતા રહીશું ! 🙂

  3. અશોક જાની 'આનંદ' June 2, 2015 at 6:00 am

    આવું સાચે જ બની શકે.. આભાર ગૂગલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: