નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

તોરશી: એક તમતમતું મસાલેદાર અરેબિયન અથાણું

Torshi- An Arabic Vegiterian Salad

Torshi- An Arabic Vegetarian Salad

રસદાર લીંબુ, ગાજર-કાકડી-સલગમના ઉભા કાપેલાં ટુકડાં, આખેઆખા ઓલિવ (જેતુન) , બહુ તીખા ન હોય એવા મરચાં અને અરેબીક મોટી કોથમીરનાં બારીક ટુકડાં તેમજ લાલ મરચાંની અધ-કચરી ભૂકીનાં મસાલેદાર કોમ્બિનેશનને……

…..નમક અને થોડા સરકા (વિનેગર)વાળા પાણીમાં મિનીમમ ૨૪-૪૮ કલાક સુધી પચાવી રાખી જે રેસિપી તૈય્યાર થાય તેને આપડી દેસી ભાસામોં લીલું અથાણું કહી શકાય. પણ અહીં અરેબિક જમાત તેને ‘તોરશી’ કહે છે.

આમ તો અસલમાં ‘તોરશી’ એટલે પેલું સફેદ અને ખાટું સલગમ છે. પણ વધુ ભાગે લોકો તમતમતા આ મિશ્રણને જ તોરશીથી ઓળખી અરેબિયન્સ લગભગ દરરોજ ટેસડા લઇ ખાય છે.

જેઓ અથાણાં-સલાડના શોખીનો છે, તેઓ મારી જેમ શરૂઆતમાં ચાખે ત્યારે ‘ઓહ્ફ્ફ…નો ભાવે આ તો બાપલ્યા’ બોલી શકે. પણ જો એક વાર જીભે ચડી જાય પછી ‘ઓહ્ફ્ફ…આના વગર તો જમવાનું કેમ હાલે બાપા’ બોલાઈ ચ જાય.

ભલેને પછી દિવસો રમઝાનનાં હોય કે…….’તૈણ મહિના લાગી ગ્યા’વાળા હોય. 🙂

One response to “તોરશી: એક તમતમતું મસાલેદાર અરેબિયન અથાણું

 1. pragnaju July 4, 2015 at 3:35 pm

  ખૂબ સ્વાદીષ્ટ અથાણુ

  આ સલગમ સમજતા વાર લાગી! ગુજરાતીમા ટર્નીપ …

  લોરી લીએ તેમની આત્મકથા ‘’ધ એજ ઓફ ડે’’માં કોટસ્વોલ્ઝમાં તેના બાળપણના સંસ્મરણો વાગોળતા બારમી રાત્રિની આજુબાજુ યોજાતા પેરોકિયલ ચર્ચ ટી એન્ડ એન્યુઅલ એન્ટરટેઇન્મેન્ટનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે “અમે તેનો લાલ ચહેરો જોયો, જે ગરમ ટર્નીપ જેવો હતો.. જાણે તેને આગમાં તપાવ્યો ન હોય.”

  અમેરિકાના ભોજનમાં ટર્નિપ ગ્રીન્સ સામાન્ય વાનગી છે,

  ભણવામા આવેલી ઝખરજાસ્ત ટર્નીપની વાર્તા યાદ આવી

  ટર્નીપની શાબ દેગ (મોટી દેગડી જેવા વાસણમાં બનાવાતું ભોજન) જેવી કાશ્મીરી વાનગી જરુર માણશો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: