નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

સાચો ‘રફી’ હોય કે ‘સઈદ’ એ તો સદાય ‘આસપાસ’ જ રહેવાનો….

Fans of Rafi

આમ તો આફ્રિકાના કોઈક ગામમાં, અમેરિકાના ટાઉનમાં કે મિડલ-ઇસ્ટનાં કોઈક મોહલ્લામાં જાઓ ‘અમિતાપ્પચ્ચન’ના નામે લોકો ઇન્ડિયન કે ઇન્ડિયાને ઓળખે. અહીં કેરોમાં પણ નાનકડા ડ્રાઈવરથી માંડી કોર્પોરેટ ડાયરેક્ટર્સમાં પણ બચ્ચનબાબુ બવ ‘વાલા.

પણ થોડાં મહિના પહેલા મારા ઘરની જ સામે આવેલી મોટી સ્ટેશનરી-બૂકશોપમાં જવાનું થયું, ત્યારે પાછળથી અવાજ આવ્યો: “ઇન્તા હિન્દી?” (તમે ઇન્ડિયન છો?)- ત્યારે ફરીને હસતા મોંએ મેં હા ભણી. તો તુરંત બીજો સવાલ થયો. “Do You know Muhammad Rafi? I’m big fan of him.” ને બસ મારું શોપિંગ ત્યાં જ અટક્યું.

મુહંમદરફી સાહેબના નામે ઓળખે એવો પહેલો બંદો એટલે (ફોટોમાં દેખાતો) આ મુહંમદ સઈદ ચાચા.

શરૂઆતમાં થયું કે ‘રફી ફેન’ના નામે કદાચ એમના ૨-૪ ગીતોની ઓળખ આપી બાપુ મને એમની ફેનગીરી બતાવશે. પણ કાચી સેકન્ડ્સમાં જ એમના મોબાઈલમાં રહેલું પાકું રફીકી કલેક્શન……..

હમભી અગર બચ્ચે હોતે નામ હમારા હોતા”..(ફિલ્મ: દૂરકી આવાઝ)

દિલકે આઈનેમેં તસ્વીર તેરી રહેતી હૈ”.. (ફિલ્મ: આઓ પ્યાર કરે)

કૌન હૈ જો સપનોમેં આયા, કૌન હૈ જો દિલમેં સમાયા (ફિલ્મ: ઝૂક ગયા આસમાન),….

જેવાં સોંગ્સ જોયા- જાણ્યા પછી મને વાત થોડી સિરિયસ લાગી. ને મારાથી પણ એક સોંગ નીકળી ગયું: “આ ગલે લગ જા મેરે સપને મેરે અપને મેરે પાસ આ….”

ચાલો ગીત-સંગીત તો સમજ્યા પણ કયા હીરો પર ફિલ્માવવામાં આવ્યું છે એની પણ ડીટેઇલ્ડ વિગતો આપી શકે તો બેશક આ મોહબ્બતીને એવા મોહમ્મદી તરફ માન કેમ ન ઉપજે?- એટલે ચાર દિવસ પહેલા નક્કી કર્યું કે આ પોસ્ટ લખવાનું મોટિવેશન મેળવવા જ્યારે એમને પાછો મળું ત્યારે એમની સાથે સેલ્સમેની ફોટો પણ પાડી લઉં.

તો જાણે મારા દિલની વાત સમજી ગયા હોય એમ ચાચાએ બે દિવસ પહેલા સામેથી ડિમાંડ મૂકી કે “દોસ્ત, મને રફીસાહેબનું એક મોટું પોસ્ટર આપીશ, જેથી હું મારા રૂમમાં કાયમી લટકાવી શકું અને એમના દીદાર દરરોજ કરી શકું?.….” – હવે ફોટો જોયા પછી પૂરાવાની શી જરૂર?

હું માનું છું કે આ મુહંમદ સઈદચાચા જેવાં બીજાં ઘણાં મિસરી ચાહકો હશે જેઓ આપણા હિન્દુસ્તાની સંગીત પાછળ ડોલતા હશે. વાત માત્ર રફીસાહેબની જ નથી. બીજાં અનેકાનેક સંગીત રત્નો છે, જેઓના સુપર્બ-મધુર સૂરોએ બીજાં છેડા પર સૂરાવલીઓ છેડી છે.

આવા Fan કરતા પણ વધારે ‘AC’ જેવાં સાંગીતિક ચાહકો જોંઉ છું ત્યારે થાય છે, કે દિલથી કરેલા કોઈપણ કામનાં વેવ્ઝ ધીમધીમે આખા આલમમાં વગર વિઝાએ તેના ચાહક સુધી પહોંચી જ જાય છે.

(પોસ્ટર આપી નીકળતી વખતે મસ્તી સૂઝી: “ ચાચા, ફિલ્મ સંગમનું રાજ કપૂર પર ફિલ્માયેલું ‘બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ… સાંભળ્યું જ હશે ને?- તો ચાચુ બોલી ઉઠ્યા ‘હે ભાઈ ! એ તો રાજેન્દ્રકુમારે સૂરજમાં ગયું છે.)

સાચો ‘રફી’ હોય કે ‘સઈદ’ એ તો સદાય ‘આસપાસ’ જ રહેવાનો.

આજની આ મુહંમદ રફી-જુલાઈ, ‘સઈદ’ને અર્પણ….

મિસરીમુગન્ની મોરલો:

“ટંગસ્ટનનાં કે ગ્રાફેનનાં તાર કરતા પણ અનેકગણા મજબૂત સૂરીલાં તારો દિલમાંથી નીકળી ‘ટંગ’ દ્વારા પ્રસરેલાં હોય છે. અને એવાં જ સૂર વ્યક્તિને ‘તારો’ (સ્ટાર) બનાવે છે.”

Advertisements

4 responses to “સાચો ‘રફી’ હોય કે ‘સઈદ’ એ તો સદાય ‘આસપાસ’ જ રહેવાનો….

  1. pragnaju July 31, 2015 at 2:16 am

    યહાં ખુદા હૈ વહા ખુદા હૈ. આસપાસ ખુદા હી ખુદા હૈ. ખુદા ઔર ખુદ તો દેખને વાલે હમેશા આસપાસ ચારોં તરફ હાઝિર રહતે હી હૈ ન ? ઔર હમારે માંબાપ કી સીખ- નસીહત ક અસર હૈ,ઉનકી મેહરબાની હૈ કિ હમારે મનકે અંદર પલભર કે લિયે ભી ઐસા ખ્યાલ તક નહિ આયા
    ઝમીન દી હૈ તો થોડા સા આસમાન ભી દે,
    મેરે ખુદા, મેરે હોને કા કુછ ગુમાન ભી દે. -નિદા ફાઝલી.
    અનેકગણા મજબૂત સૂરીલાં તારો દિલમાંથી નીકળી ‘ટંગ’ દ્વારા પ્રસરેલાં હોય છે
    માશાલાહ

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! July 31, 2015 at 2:32 am

      ક્યા બાત બોલી હૈ…સાહેબાજી આપને. શુક્રિયા.

  2. અશોક જાની 'આનંદ' August 1, 2015 at 2:26 pm

    આપણું બૉલીવુડ ક્યાં ક્યાં ફેલાયેલું છે તે આવી ઘટનાઓ પરથી ખબર પડે… આવા ગાઢ ACની કસોટી કરાય… ?? મુર્તુઝાભાઈ.. !! 🙂

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! August 2, 2015 at 7:19 am

      જાની સાહેબ,

      રફીના શફીક સાથે થોડીક મસ્તી તો જાયેઝ છે. 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: