
મને આ અંગ્રેજ બચ્ચો સર રિચાર્ડ બ્રાન્સન સીધેસીધો ગમે છે. જો લિસ્ટ બને તો એટ-લિસ્ટ બાવીસ કારણો મળી શકે. એટલાં માટે કે તેઓ મ્હોરા-માસ્ક વગરના ચહેરાવાળી વાઈબ્રન્ટ ઝિંદગી જીવે છે.
કોઈ દંભ નહિ, કોઈ ખોટો મુખોટો નહિ. અસલી ચેહરો, બિન્દાસ્ત-બેફિકર… જીવન. જે કરે છે તે ખુલ્લે આમ. ટોટલ ‘વર્જિન’ રહ્યા વિના, સદાબહાર ગ્રીન.
(આવું હું ‘સાવચ્ચ થોરાક’માં એટલાં માટે કહી શકું કે થોડાં વર્ષો પહેલા મુંબઈમાં ગેટ-વે-ઓફ ઇન્ડિયાની પાસે મેં તેમને દેશ- વિદેશની ‘ફેશન અપ્સરાઓ’ની વચ્ચે એમને કોઈક એડ-કેમ્પેઈન માટે ફોટો-સેશન કરતા જોયા’તા….બેપરવાહ!!!!)
એમની નસેનસમાં સનસનાટી સર્જવાની તન કી શક્તિ મન કી શક્તિ ભારોભાર રહેલી છે. તેમની કંપની ‘વર્જિન ગ્રુપ’ને પણ દરરોજ તરોતાઝા રાખી સમયાંતરે મિડિયાનાં કેમેરામાં સતત લાઇમલાઈટ બતાવતા રહે છે. 65 વર્ષે એમણે ડોસો કેહવું એ બુઢાપાનું અપમાન કહી શકાય. બુઢા હોગા ઉસકા દાદા !
અત્યાર સુધીની તેમની ઝિંદગીની સફરનું લેખું જોખું જોઈએ તો દરેક દિવસ એમના અને એમણે ઓળખનાર દરેક માટે કેસ-સ્ટડી જેવો બને. બાળપણથી જ ‘સાહસ અને હસાહસ’ નામના ફેકટર્સને તેમની મા એ ગળથુથી સાથે પીવડાવી છે.
એમને બસ કોઈક વર્જિન ‘પ્રોબ્લેમ’ દેખાવો જોઈએ. એમાંથી તેઓ ધંધો શોધી કાઢી પૈસા બનાવવું શરુ કરી દે છે. પછી જો હોગા દેખા જાયેગા જેવી અજબ અને ગજબ મર્દાનગી સાથે તેમાંથી સોલ્યુશન આપતા રહે છે. એટલે ઉદ્યોગ સાહસિકની વ્યાખ્યા સમજવાની ન હોય રાજ્જા…એ તો આવા રાજાઓને જોઈને જ શીખવાની હોય.
(હવે આટલું તો હું એમના સાત પુસ્તકોમાંથી ફકત ‘લૂઝિંગ માય વર્જિનીટી’ અને ‘સ્કર્યું ઈટ, લેટ્સ ડૂ ઈટ’ વાંચ્યા પછી કહી શકું છું.)
એમના પુસ્તકો ‘સફળતાની કથાઓ’ નહિ, પણ ‘નિષ્ફળતાની કહાની’ કેટેગરીમાં મૂકી શકાય. જેના પાને પાને આ વિલાયતી કાદુના ડાયરા સંભળાય છે. અને એ પણ ડુંગરે નહિ, ટાપુઓ પર.
ટાઈમ હોય તો ખાલી આ લિસ્ટ પર પણ નજર મારી તેના પુસ્તકોના પ્રિવ્યુ વાંચશો તો પણ અટકાયેલાં કોઈક કામની વર્જિનીટી તૂટશે એની ગેરેંટી.: http://amzn.to/1NtzHMV
વર્જિન મોરલો:
“જે ડરે, એ રડે.
જે ખસે, એ હસે”
(આમ તો આ ક્વોટ રિચાર્ડબાબજીનું સમજી વાંચવાનું….બાકી આવું લખવાનું મને પણ સૂઝ્યું એમની અનેકાનેક ઓડિયો-વિડીયો ચેનલ્સ માંથી.)-
તો બોલો, આજે તમને કયો ગઢ જીતવો છે?
(Image Credit: http://99u.com)
Like this:
Like Loading...
Related
“જે ડરે, એ રડે.
જે ખસે, એ હસે”
સાચી વાત
હાસ્ય ચિકિત્સાના સંશોધક વિજ્ઞાનીઓ કહે છે હસે તેનો રોગ ખસે. હસવું એ મનુષ્યની સ્વાભાવિક ક્રિયા છે. … હાસ્ય એવો સ્ત્રોત છે જે શરીરમાં રોગમુક્ત કરનારી જીવનશક્તિમાં વૃદ્ધિ કરે છે અને મનમાં નવો ઉત્સાહ પેદા કરે છે.
અમને પણ તમારો આ ‘ સર રિચાર્ડ બ્રાન્સન’ ગમી ગયો.. 🙂