નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

તમને એવી સ્કૂલ ગમે કે જેમાં….

From-Child-to-Adult

જે સ્કૂલ પ્રાઈમરીથી લઇ સેકન્ડરી (કૉલેજમાં આવતા પહેલા) નીચે મુજબનાં સબ્જેક્ટ્સ/ટ્રેઈનિંગને Must Be Compulsory કરી શકે તેને સાચા અર્થમાં મંદિર-મસ્જીદ-‘ગુરુ’દ્વારા-ચર્ચ ગણવું એવું મારું માનવું છે.

૧. યોગ અને મેડિટેશન– (બેઝિકથી એડવાન્સ. બોડી આડું કર્યું હશે તો માઈન્ડ પણ ટટ્ટાર ઉભું રહી શકશે. કૉલેજ પછી પણ.)

૨. સ્પોર્ટ્સ– (દરેક પ્રકારના. જેમાં આગળ વધતા ધોરણે કોઈ એક સ્પોર્ટ્સમાં માસ્ટરી આપોઆપ કેળવાઈ શકે)

૩. સેલ્ફ-ડિફેન્સ– (યેસ ! માનસિક અને શારીરિક કોન્ફિડેન્સનો ધોધ વહેતો થાય એવાં દરેક પહેલું શીખાય પછી ‘દેશભક્તિ’ શું છે એવું કહેવાની પણ જરૂર જ ‘ની પડે’)

૪. આઉટ-સાઈડ એડવેન્ચર્સ– (સાહસિકતા માત્ર ટ્રેઈન કે પ્લેનની મુસાફરીથી નહિ પણ ભોમિયા સાથે ડુંગરા ભમવાથી આવે છે. બચ્ચાએ પેઈન ખમ્યું હશે તો ગેઇન મેળવવાનો આનંદ પણ માણી શકશે.)

૫. સેલ્સ-માર્કેટિંગ– (પિનથી લઇ પિયાનો કેમ વેચી શકાય એની ટ્રેઈનિંગનું બેઝિક શીખવા મળ્યું હશે તો બહાર આવતી વખતે એડવાન્સ મોડમાં પ્લેન વેચવું પણ સામાન્ય થઇ જશે તમારા ‘બાબા’ને)

૬. લખવાના લખ્ખણ– (પોપટના નિબંધથી લઇ પ્રેમ-પત્ર સુધી કેમ પહોંચવું એની આવડત સ્કૂલમાં જ આવડે પછી કૉલેજમાં આવતા સુધી પ્રાઈમ-મિનીસ્ટર અને પ્રેસિડેંટને પણ કેમ પર્સનલ લેટર લખી મળી શકાય એવું ચુટકીમાં આવડશે. પછી જો કાકા કે મામાય સામેથી તમારી મદદ મેળવવા આવશે એની ગેરેંટી)

૭. વાંચવાની ટેવ: (દેશી હિસાબથી અને રંગીન જોડકણાથી લઇ ગુજરાત અને ભારતના મુખ્ય દરેક લેખકોની બેસ્ટ સેલર્સ સ્કૂલમાં જ વંચાયેલી હોય તેવો અનુભવ કેવો કૂલ લાગે!!! – જેટલી વધુ બૂક્સ/મેગેઝિન્સ વાંચી હશે એટલા ગ્રેડ વધારે, સિમ્પલી દેશી હિસાબ પાછો છેલ્લે પણ)

૮. બોલવા-સાંભળવાની પાકા ઘડા જેવી ટ્રેઈનિંગ– (બાળક સાથે કઈ રીતે ‘વાત’ કરવી અને બાબાજી સાથે કઈ રીતે ‘ચેટ’ કરવી એ આવડી જાય પછી કોલેજમાં આવતી દીપિકા-પ્રિયંકા-સ્કારલેટને કાંઈ બી ચોપડી દેવામાં કોઈની બા પણ નહિ ખીજાય એવો વાતચીતનો આત્મવિશ્વાસ લોહીમાં ભરાયેલો હશે.)

૯. જોવાનો અનુભવ: (દુનિયાની બેસ્ટ બચ્ચેલોકકી ફિલ્મ્સથી લઇ બડે લોગોકી ડોક્યુમેન્ટરીઝ જોઈ લેવાય પછી ઈલોન મસ્ક, ઝકરબર્ગ કે સુંદર પિચાઈની જોડે કૉફીકપ કેમ પીવો એ માટે……..જાવ યાર કશુંયે નહિ કે’વું.)

૧૦. પ્રોગ્રામિંગ-કોડિંગ– (ડેસ્કટોપથી લઇ મોબાઈલ એપ બનાવવાનું તો બીજાં ઘણાં દેશોમાં ગ્રાઇપવોટર પીવડાવી દીધા પછીના સ્ટેજથી જ શરુ થયું છે. હજુયે મોડું નથી થયું. ‘મોદી’ફાય ફોર્સ આવે ઈ પહેલા જ… અત્યારે આ જ ફ્યુચર છે.)

પટેલીક પંચ:
“આજે જાતે ‘પુસ્તક ડે’ ના બદલે કોઈકના માટે ‘પુસ્તક દે’ મનાવીએ તો?”

(Image Credit: healthyadolescence.com)

6 responses to “તમને એવી સ્કૂલ ગમે કે જેમાં….

 1. jugalkishor April 23, 2016 at 8:19 am

  तमे एक वार लोकभारती अने एनी लोकशाळाओनी घनीष्ट मुलाकत लेजो ! खुब संतोष थशे.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! April 23, 2016 at 8:49 am

   જુ.કી દાદા, એવી સ્કૂલ્સમાં વિઝીટ કરવું ખ્હોબ ગમશે. એડ્રેસ આપશો.

   • jugalkishor April 24, 2016 at 6:28 am

    લોકભારતી સણોસરા, વાયા સોનગઢ, જિ. ભાવનગર. / ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા, વાયા સોનગઢ, જિ. ભાવનગર / લોકશાળા ગ્રામભારતી (જ્યાં માધવરામાનુજ ભણેલા) અમરાપુર, કલોલ પાસે……લોકભારતી જ્યારે જવાનું થાય ત્યારે કહેજો, હું સાથે આવીશ. ઉચ્ચશિક્ષણની એક અનેરી સંસ્થા…..

    સાનંદ ! – જુ.

   • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! April 25, 2016 at 3:19 am

    જરૂર જરૂર દાદા.

 2. pragnaju April 23, 2016 at 3:51 pm

  नरसिंह प्रसाद कालिदास (जिन्हें नानाभाई भट्ट के नाम से जाना जाता है।) प्रख्यात शिक्षाविद्, विचारक, स्वतंत्रता सेनानी और एक रचनात्मक लेखक थे। उनका जन्म ११ नवम्बर १८८२ को भावनगर में हुआ। नानाभाई, गिजुभाई बधेका और हरभाई त्रिवेदी के समकालीन और भावनगर की मशहूर त्रिमूर्ति थे जिन्होंने भारत में शिक्षा सुधार, ग्रामीण विकास और बाल शिक्षा के क्षेत्र में महान प्रेरणा और दृष्टि छोड़ी। नानाभाई भट्ट दक्षिणमूर्ति विद्यार्थी भवन/दक्षिणार्थी विनय मंदिर – भावनगर, ग्राम दक्षिणामूर्ति – अम्बाला और सिहोर ब्लॉक सनोसारा स्थित लोकभारती, भावनगर जैसी प्रतिष्ठित और अद्वितीय शैक्षिक संस्थानों के संस्थापक रहे

  • jugalkishor April 24, 2016 at 6:29 am

   મારી સંસ્થાઓ, અમારા અધ્યાપકોની વાત કરવા બદલ દીદીનો આભાર !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: