નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

…અને એ બહેરો દેડકો વરસાદ આવતા ફરીથી લપસીને ખાડામાં પડ્યો….

Frog-Rain

…અને એ બહેરો દેડકો
વરસાદ આવતા ફરીથી લપસીને ખાડામાં પડ્યો….

પણ આ વખતે તે લાંબો સમય
નિરાશ થઇ ને
એ ખાડાની અંદર જ
બેસી રહ્યો.

કેમકે તેને ઉપર રહેલાં
એ સૌ દેડકાંઓની
ખોટ વર્તાતી ‘તી.
જેઓ એ પહેલી વખતે
“તું બહાર નહિ નીકળી શકે.” એવાં
‘મૂક-મોટિવેશન’ વડે
તેને ઉપર ચડાવ્યો ‘તો.

ખાસ્સો સમય વીત્યો,
ઉપર કોઈ ન દેખાયું.
બહેરા દેડકાંએ હવે જાતે જ
મનને સવાલ કર્યો,
“તને બહાર આવવું છે ને?”

ને ‘અંદર’થી જ આવેલા
‘હા હા હા હા હા હા’ અવાજના
મૂક-મોટીવેશનલ પડઘાઓએ
તેને ધક્કો મારી ‘બહાર’ કાઢ્યો.

દેડકો હવે
વારંવાર ખાડે પડતો નથી.
અરે તેનાથી ડરતોય નથી.
વરસાદથી બનતા પાણીના
ખાબોચિયાથી પણ નહિ.

એ તો નજીકના સરોવરની પાસે
રહેલા વડ નીચે બેસી
જલસા કરે અને કરાવે છે.
પેલા મનમોજી પોપટની જેમ જ સ્તો…

(Photo Credit: storyista.com)

5 responses to “…અને એ બહેરો દેડકો વરસાદ આવતા ફરીથી લપસીને ખાડામાં પડ્યો….

 1. સુરેશ June 22, 2016 at 1:44 pm

  બહુ જ ગમી ગઈ. વાપરી દીધી-
  https://gadyasoor.wordpress.com/2016/06/22/frog/

 2. Atul bhatt June 22, 2016 at 2:00 pm

  આદેડકાની કહાની આપણને સૌને પ્રેરણા આપે છે , જીંદગીનાં ખાડા ટેકરા કાદવ કીચ્ચડમાં થી બહાર આવવા આપણે જ ઠાન લી બહાર આવતા શીખવાનું, ફક્ત એક જ વાર જાતે પોતે બહાર આવી ગયા, બસ પછી કદિ ગમે તેવા પ્રતિકુળ સંજોગો હોય છતાં ાપણે તો આનંદી કાગડા જેવા…

 3. Vimala Gohil June 22, 2016 at 6:36 pm

  નાઈલના કિનારેથી આવેલો સુંદર સંદેશ,જે અંતર યાત્રા કરાવીને અંદરનો અંધકાર દૂર કરવાનો માર્ગ બતાવી ગયો.
  આભાર.

 4. Vimala Gohil June 22, 2016 at 6:54 pm

  નાઇલનાકિનારેથી આવેલ આ સંદેશે અંતર્યાત્રાકરાવીને અંદરના અંધકારને દૂર કરવાનો સુંદર માર્ગ ચીંધ્યો, આભાર.

 5. મનસુખલાલ ગાંધી June 23, 2016 at 3:54 am

  સુંદર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: