નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

‘જાગવાની રાહ’માં….

KhudaVand

વ્હેલી સવારે ક્યારેક તે 
‘ગીતા’ની ગાંસડી પીઠ પર 
ઊંચકી જાય છે,

તો કેટલીકવાર 
ભરબપોરે ‘બાઇબલનું બંડલ’
ખભે નાખી લઇ જાય છે.

ઘણીવાર ‘કુરાનનું કાર્ટન’ 
માથે લઇ જતા જોયો ત્યારે,

એ બંદાને સવાલ કર્યો કે..
“શું ‘આ બધાં’ને તમે વાંચો પણ છો ?!?!?”

ત્યારે ગળે અને ગાલેથી પસીનો લૂંછતા 
સહજ અને સજ્જડ જવાબ આપે છે…

“એમાં શું હોય છે એની મને હજુયે જાણ નથી 
પણ દિવસે એમાંથી મારી રોજી-રોટી નીકળે છે,

અને રાતે તેના ખાલી થયેલાં ખોખાંઓની 
પથારી પર આરામથી સુઈ જાઉં છું,
વ્હેલી સવારે જલ્દી પાછા ‘જાગવાની રાહ’માં….”

– મુર્તઝા ‘અલ્ફન’

ફોટો © Murtaza Patel

Advertisements

3 responses to “‘જાગવાની રાહ’માં….

  1. jugalkishor April 9, 2018 at 5:14 pm

    ધર્મગ્રંથો અંગેની આ પણ એક ફીલસુફી છે. ખાલી ખોખાની પથારી પણ ઉંઘ લાવી દે ને સામે પક્ષે ગ્રંથોની પોટલીઓ ઉજાગરા કરાવે !! બહુ જ સરસ.

  2. સુરેશ April 11, 2018 at 7:01 pm

    બહુ દા’ડે ઝળક્યા !

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! April 12, 2018 at 6:11 am

      YES Dada! It was out from my mind for some time. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: