નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

ફેંકેલા લીંબુમાંથી લેમોનેડ બનાવવાનું એક તાજું ઉદાહરણ !

PeepHole

કાંઈક અજીબ છે ને?

ડ્રગ્સ-બંદૂક, ઐયાશી, ગાળાગાળી, ધાન્ધલ-ધમાલીમાં પોતાની જવાની ‘ફના’ કરી એવા સંજય ‘ધત્ત’ની બાયોપિક જોવા માટે લોકો કેટલાં ‘તત્ત’ પર બનીને જુએ છે !!!

કારણકે આ ‘રાજકુમાર’ ની સંજય-દ્રષ્ટિ પણ જાણે છે કે લોકો એ ‘કુંવર’ને પડદા પાછળ ઓલરેડી લાખો ગાળો આપી નવડાવી ચુક્યા છે, એટલે હવે તેની પર કરોડો ફેંકી નવાજી લેશે જ.

બોલો છે ને ફેંકેલા લીંબુમાંથી લેમોનેડ બનાવવાનું એક તાજું ઉદાહરણ !

સિમ્પલી! કેમ કે આપણને બીજામય ઝીંદગી જીવવાની આદત પડી છે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
“આપણે ત્યાં પાણી અચાનક બંધ કે પાવરકટ ઑફ થાય,
ત્યારે પહેલું કામ પાડોશીને ત્યાં ડોકિયું કરી પૂછવાનું થાય.

થાય આજુબાજુમાં ઝગડો ને ખુશીનો આપણને સળવળાટ,
આંગણે આપણે નવી ગાડી ને, પાડોશીને એક્ટિવે ઉકળાટ.

પેલા દરવાજે કોણ ઘુસ્યું, ને કોણકોણ પાછાં પગલે પડ્યું?
ને જો પછી કોઈ-કશું ન નીકળે તો જાણે મોટું આભ પડ્યું.

બીજાંની પંચાતના ભાર હેઠળ રહી-સહી આબરૂ જાળવવી,
ને ખુદને આ’ભાર’ની કહેવાની તક ગુમાવી પીઠ પંપાળવી?

માંહ્યલામાં મસમોટો ખજાનો પડ્યો છે ત્યાં એક નજર કરીયે 
‘અર્થ’હીન ચક્કરો ફરી અંતે સાવ ખાલી હાથે કાં પાછાં ફરીયે?”

-મુર્તઝા ‘અલ્ફન’ 
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

હજુ તો કદાચ આપણે ભવિષ્યમાં આવનારી ‘સલ્લુ, મલ્લુ, પપ્પુ, રાજુ, નીરુ’ જેવી ઘણી બાયોપિક્સ સિનેમામાં ‘આછાં અજવાળે’ જોઇશું. ને પછી પાડોશીને ત્યાં જઇ પૂછીશું:

“શું તમારે ત્યાંય અંધારું છે?”

3 responses to “ફેંકેલા લીંબુમાંથી લેમોનેડ બનાવવાનું એક તાજું ઉદાહરણ !

 1. gopal khetani July 6, 2018 at 8:02 am

  એકદમ સાચી વાત કરી ‘અલ્ફન’જી! મને ગુસ્સા સાથે દયા એ વાતની આવે કે “ભાગ મીલ્ખા ભાગ” જેવી પ્રેરણાત્મક બાયોપીક માંડ માંદ ૭૫ કરોડ કમાય અને ફાલ્તુ ફીલ્મો ૧૦૦, ૨૦૦, ૩૦૦ – ૫૦૦ કરોડ કમાય. નીલ બટ્ટૅ સન્નાટ્ટા કે ન્યુટન જેવી ફિલ્મોને દર્શકો શોધવા પડે. પણ તમારી કવિતાની જેમ ભઈ માણસને આ બધું થોડું ગમે? તેને તો પંચાત કરવી જોઈએ!

 2. Vimala Gohil July 6, 2018 at 9:00 pm

  બહુ સાચો રિવ્યુ. ફિલ્મ જોઇને આવેલાઓની વાતો વાંચીને દાઝી જવાતું હતું કે ભાઈ,આનું જીવન શેની પ્રેરણા આપે છે તે
  કૂદી-કૂદીને વખાણો છો??!!! આજે આ જોઇને ટાઢક થઈ. વધારામા ગોપાલ સાહેબની વાત સાથે સહમતી દર્શાવું છું .

 3. સુરેશ July 6, 2018 at 10:55 pm

  ખાલી હાથે પાછા ન ફરવું હોય તો….
  કે’જો, આપડી કને ચાવી સે!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: