નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય તો?

Akshay-Modi

તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય અને જીન પ્રગટ થઇને તમને તમારી કોઈ ઈચ્છા પૂરી કરવાનું કહે તો તમે શું માંગો?

જો એ મને મળી જાય અને તેનામાં સાચા જ એવી કોઈ તાકાત હોય તો હું એને કહું કે “આખી દુનિયામાં રહેલા જેટલાં પણ સમાજશાસ્ત્રીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં રહેલી દરેક વ્યક્તિના મગજમાં એમ ભરી દે કે ભાવિ પેઢીને અલાદ્દીન અને ચિરાગની વાર્તા સંભળાવવાનું બંધ કરે.

ચૂંટણીના માહોલની વચ્ચે (અમેરિકાના બધાં ‘જીનો’, મિડલ-ઇસ્ટના બધાં ‘અલાદ્દીનો’ અને એશિયાના બધાં ‘ચિરાગો’ને પંચ મારતો) એક અલગ અંદાઝ અને અદામાં પૅડમેન અભિનેતાએ સુપરમેન નેતાસાહેબનો ‘મેંગો પીપલ’ યુકત ઇન્ટરવ્યૂ લઇ જ લીધો.

તેમની કિશોરાવસ્થાથી લઇ અત્યારની ૬૮ વર્ષીય પછી આવનાર નિવૃત્તિની રસીલી અને મજેદાર સફરની ફેક્ટ વાતો અને ટિપ્સ જાણવા-માણવા આ ૬૮ મિનિટ્સની વિડીયો યુટ્યુબ પર ટાઈમ કાઢીને ખરેખર જોવા જેવી રહી. બેશક! બૉડી લેન્ગવેજ પરથી બંનેવ ધૂરંધરો વડીયેવડીયા દેખાય છે.

જે ચોકીદાર કરોડો લોકો માટે માત્ર ‘હાડા તૈણ કલ્લાક’ની જ ઊંઘ લેતો હોય અને છતાં ગુસ્સો દબાવી, રોષ છુપાવી દેશ માટે જે સારું થઇ શકે તે કરવાની કોશિશ કરે તેને સલામ તો જરૂરી છે. – શલામ શાબ !!!

એટલા માટે કે તેમણે શાસ્ત્રોનો શસ્ત્ર તરીકે વિવિધ પ્લેટફોર્મ દ્વારા બખૂબી ઉપયોગ કર્યો છે. તેથી જ સ્તો ગ્રાસરુટ લેવલે સાહેબ જેટલી પણ અથાક મહેનત કરીને વડાપ્રધાનના હોદ્દા પર પહોંચ્યા છે તે કાબિલ-એ-તારીફ છે.
—–
અક્ષય:તમને ક્યારેય એવું થાય કે એક વડાપ્રધાન તરીકે ખુરશીની પાછળ માથું ઢાળી, બંને હાથ રાખી એકદમ રિલેક્સ થઇ શકું તો?

સાહેબ:હોદ્દા પર આવ્યા બાદ હમણાં તો શક્ય નથી થતું. પણ વર્ષો પહેલા દિવાળીની રજાઓમાં હું પાંચ દિવસ એક પણ પુસ્તક, નોટબૂક, રેડિયો કે સાથી વિના પ્રકૃતિની કોઈ એવી અલાયદી જગ્યાએ ચાલ્યો જતો, જ્યાં ફક્ત હું અને મારી જાત રહેતા. ત્યાં મને જે પણ વિચારો મનમાં આવતા તેને રોકટોક કે એનાલિસિસ કર્યા વિના આવવા દેતો. સમજો કે હું મારી જાતને ક્યાંક મળવા ચાલ્યો જતો. જે મારી જિંદગીની અદભૂત ક્ષણો રહેતી.
—–
એવું કહેવાય છે કે મોદી સાહેબને રૂહ-બ-રૂહ મળીને ઘણાં ‘મોદી’ફાઇડ થાય છે. જે આ ઇન્ટરવ્યૂ બાદ અક્ષયમાં પણ દેખાય છે. એટલે જ સ્તો ‘નોન-પોલિટિકલ’ બનેલા ઇન્ટરવ્યૂનો રંગ અંદરથી બહાર આવ્યા બાદ હવે મીડિયા દ્વારા પોલિટિકલ રંગે રંગાયેલો છે. તો હવે…

કોઈ ‘વ્યક્તિ પૂજા’ નહીં પણ એમના કરેલાં કામોથી મળેલી સફળતાને પૂજનીય ગણી એપ્લાય કરવામાં આવે તો દરેક વ્યક્તિ સફળ થઇ શકે છે.” – મુર્તઝાચાર્યનું ‘મોદી’ફાઇડ ક્વોટ.

2 responses to “તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય તો?

  1. વિનોદ પટેલ April 25, 2019 at 9:07 pm

    Reblogged this on વિનોદ વિહાર and commented:
    મિત્રો,

    અત્યારની ચૂંટણીની ભારે હલચલ વચ્ચે રાજકારણ ના સુપર હીરો લોક પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સીને જગતના હીરો અક્ષય કુમાર વચ્ચેનો ૬૮ મીનીટનો વિડીયો વાઈરલ થઇ ગયો છે.આ સાક્ષાતકારમાં મોદીજી એ એમના જીવનની ઘણી
    પેટ છૂટી વાતો કરી છે એ જાણવા જેવી અને ઘણી પ્રેરક છે.
    મારા અમદાવાદી મિત્ર કેરો,ઈજીપ્ત નિવાસી શ્રી મુર્તઝા પટેલ એ એમના બ્લોગ નેટ વેપાર માં આ ઈન્ટરવ્યું વિષે એમના આગવા અંદાજમાં સુંદર તારણ રજુ કર્યું છે એ મને ગમી ગયું.
    વિનોદ વિહારના વાચકો માટે મુર્તઝાભાઈ ના આભાર સાથે રી-બ્લોગ કરું છું.

    વિનોદ પટેલ,

  2. Anila Patel April 26, 2019 at 10:23 am

    ભાગ્યેજ આવો સાહજીક વિડીઓ જોવા અને સાંભળવા મળે અને તે આવી મોટી હસ્તીની.
    I am proud of my p.m. Natendra modine.

Leave a Reply to વિનોદ પટેલ Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: