નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: એન્જિનીયરીંગ

નાનકડી ‘કેંગુરુ’નો મોટો કૂદકો !

KenGuru Car

હજુ પાછલાં વર્ષો સુધી તો એડવોકેટ મિસ સ્ટેસી ઝોર્મ હંગેરીમાં રહેતી’તી. તેનો એક મુખ્ય પ્રોબ્લેમ હતો કે તે શારીરિક રીતે અપંગ હતી. પણ માનસિક રીતે તેનું ફોકસ સોલ્યુશન પર વધારે રહેતું.

“ઝિંદગી વ્હિલચેર પર ફરતા રહી શું કામ વિતાવવી?- એ કરતા મને તો બહાર નીકળી દુનિયા જોવી છે !” એવો નિશ્ચય કરી સ્ટેસીએ પોતાના પ્રોબ્લેમની વકીલાત જાતે કરવાનું નક્કી કર્યું.

‘જબ હોશ આતા હૈ, તો જોશ ભી સાથ હોતા હૈ !’ સૂત્રનો ઉપયોગ કર્યો. ક્રિયેટિવ ડ્રિમ્સ, પેશન, પર્સપીરેશન અને સખત મહેનતને અંતે તેની સામે ઉભી થઇ ‘કેંગુરુ’.

વ્હિલચેરીઓ માટે ખાસ એવી નાનકડી સ્માર્ટકાર જે ઇલેક્ટ્રોનિક છે, ઇકો-ફ્રેન્ડલી છે અને ઇકોનોમિક છે. પણ જેમ નવા સાહસમાં દરેક પગલું પઝલ સાથે ભરેલું હોય છે. (તેમ તેનું સોલ્યુશન પણ તેની પાછળ ચીટકીને જ આવ્યું હોય છે.)

હંગેરીમાં આ ‘કેંગુરુ’ વેચવા નીકળેલી સ્ટેસીને કોઈ ખાસ ખરીદાર/ઇન્વેસ્ટર ન મળ્યાં. તેનું ટાર્ગેટ-માર્કેટતો અમેરિકામાંથી મળી આવ્યુ.

તેના વેપારની ગાડીને પાટે લાવવા સ્ટેસી તેની નાનકડી ‘કેંગુરુ’ને અમેરિકા લઈ આવી. અને પછી જોઈએ શું?- તેના માર્કેટિંગ કેમ્પેઈન દ્વારા મોટા ઇન્વેસ્ટર્સની સાથે ખુદ પ્રેસિડેન્ટ ઓબામાએ પણ તેમાં ખાસ રસ બતાવ્યો છે. (સ્ટેસીમાં નહિ..હોં!… ‘કેંગુરુ’માં સ્તો.)

મોટર-મોરલો: “નવી શોધખોળોથી હવે અપંગ રહેવું મોહતાજગી નથી બન્યું, તાજગી બની રહ્યું છે.”

વધું અવનવી વિગતો સાઈટ/વિડીયો સાથે: http://www.kenguru.com/

ખાસ ઇજન: દોસ્તો, તમારી કે તમારા કોઈક સ્વજન પાસે એવી કોઈક પ્રોડકટ કે સર્વિસ છે?- જો હોય તો ખબર કરો દુનિયાને…ખરીદાર તો આલમમાં પડ્યા છે. સવાલ એ છે કે ‘વેચનાર ક્યાં છે?’

(photo source: vitrinaauto.com.ec)

|| મગજના તરંગો સ્કેન કરી ગીતો સંભળાવતું (માથાભારે) હેડફોન ||

mico-headphones

લ્યા…આ જાપાનીઓ ને જરાયે જપ નથી. એ લોકો ટેકનોલોજીમાં એવું તપ કરે છે કે ભલભલા બગ-ભગતો પણ એ(ટેન્શન)માં આવી જાય છે. 

આ એમનું થોડાં જ દિવસો અગાઉ બહાર પડેલું (ને હવે જુનું પણ થઇ ગયેલું) હેડ-ફોન જ લઇ લ્યો ને…

સાવ સાદી ભાષામાં કહીએ તો મનમાં જે વિચારો ચાલતા હોય એને અનૂરૂપ એવા ગીતો સંભળાવે. લે હાળું બેટું ! કમાલનું છે. હવે (જસ્ટ એ પહેર્યા વિના) વિચારીએ કે આપણી વિચારસરણીની નિસરણી ક્યાંથી ક્યાં ક્યાં મુકાયેલી હોય, 

હવે જો એમાં આ હેડફોન પહેર્યું હોય તો સંસ્થાઓ, પાર્ટીઓ, ભગતો, ભક્તો, પ્રભુઓ, પપુઓ-ધધુઓ, સંટાઓ-બંટાઓ, બાવાઓ-બાવીઓ, બાપુઓ-શાગીર્દઓ, આચાર્યો-માસ્તરો, શિષ્યો, ઢોલિયાઓ, બજાણીયાઓ…હુફ….હુફ્ફ..આહ! ઓહ! ઇહ! ઊહ! ક્યાં ક્યાં, કેટલે કેટલે સુધી પહોંચી જાય?!?!?!

મારું ‘હેડ’ તો ખાલી આવું આવું વિચારતા જ ચક્કર ખાઈ રહ્યું છે. ત્યારે આવા હેડફોનને બનાવનારાંનું દિમાગ કેવું હશે, એવું વિચારવાની તાકાત રહે?

==>• બૈરાના ઓર્ડર પર પૂરતું ધ્યાન ન આપીને કોઈ સંસ્થા હારી થાકીને ‘પેલી’ની યાદમાં ખોયેલા હોય ત્યારે…

==>• બોસે પાછલાં દસ વર્ષનો સેલ્સ-રિપોર્ટનું એક કલાકમાં એનાલિસીસ કરવાનું કામ સોંપ્યું હોય ત્યારે.. 

==>• પત્નીએ ખુશી ખુશી કોઈ નવી જ રેસિપી પહેલીવાર બનાવી હોય અને ચાખ્યા પછી કાંઈક ફિડબેક આપવાનું હોય ત્યારે…

==>• આહ! સાસુમા એ પ્રેમપૂર્વક દાળ-ભાત લાડૂથી નવડાવી (કબજીયાત કરાવી) નાખ્યા હોય ત્યારે… 

એવા ડિમાંડ અને સપ્લાયની સાયકલમાં અટવાયા હોઈએ ત્યારે આવા હેડફોન પર કયા કયા ‘સોન્ગ્સો’ સાંભળવા મળે એનો વિચાર કરવો રહ્યો. 

(હવે આમાં સંસ્થાને સવાલ તો થાય ને ભ’ઈ કે જેમનું મગજ જ ન હોય તો એમને શું સંભળાતું હશે?!?!? ઘંટો કે બેન્ડ?)
.

… કુછ તો ‘લોગ’ કહેંગે, પર ‘લિગો’ કા કામ હૈ કરના!

Lego_Packs

જાગૃત ચેતવણી: આજની આ પોસ્ટ માટે સત્તર મિનીટ કાઢી શકતા હોવ તો જ… વાંચજો. અથવા જ્યારે લાગે કે ૧૭ મિનીટનો સદુપયોગ કરવો છે, તો પાછા આવી અહીંથી આગળ વાંચવા લાગજો.

પહેલા બાળકોને સૌથી પ્યારા બનીને પછી મોટેરાઓ માટે બિલ્ડીંગ ‘બ્લોક્સ’ થયેલા….ઉપસેલા ગોળ ખાંચાથી બનેલા ‘લિગો’ પ્લાસ્ટિકના એ નાનકડાં ટુકડાઓ ‘ક્રિયેટિવિટીની’ દુનિયામાં કદાચ સૌથી વધુ રાજ કરી રહ્યાં છે. ક્યાં ક્યાં રાજ કરી રહ્યા છે એનું લિસ્ટ બહુ લાંબુ છે. આ રહ્યું આ લિંક પર આખો સ્ટોર જ બનેલો છે.

દોસ્તો. સમજોને કે પ્લે-ગ્રુપથી લઇ પ્લેનેટ સુધીના લગભગ બધાંજ ક્ષેત્રોમાં ‘લિગો’ના બ્લોક્સ ‘મોડેલિંગ માટે વપરાય છે.

આપણે તો કદાચ તેને રમવામાં કાઢી નાખીએ…કે પછી વખત આવ્યે ભંગારીયામાં પણ નાખી દઈએ. પણ તેનું અસ્તિત્વ બહાર આવતા અને ટકાવી રાખવામાં બહુ મોટી મજલ કપાયેલી છે.

બ્લોક્સની આ દડમજલ બતાવવા વિશે જસ્ટ થોડાં જ દિવસો અગાઉ ૧૭ મિનીટની આ એક નાનકડી એનિમેશન ફિલ્મ આવી ગઈ છે.

પેલા ડાઈલોગની જેમ ‘સત્રહ મિનીટ હૈ તુમ્હારે પાસ!’માં આખી સફર અદભૂત રીતે બતાવવામાં આવી છે. હવે જો તમારો કોઈ ડ્રિમ-પ્રોજેક્ટ શરુ થવાનો હોય યા ચાલતા પ્રોજેક્ટમાં કોઈ મુશ્કેલીઓ આવી રહી હોય ત્યારે…લિગોની આ લીગ-વાર્તાને જરૂર યાદ રાખજો. થોડું (અરે ઘણું બધું) મોટિવેશનના બ્લોક્સ બિલ્ડ થઇ જશે. ગેરેન્ટેડ!

આવી નાનકડી ફિલ્મ માહિતીઓના મહાસાગરમાં કદાચ ધીમી તરતી હોય. પણ નેટ પર ફરતા-ફરતા મારી પાસે આ ફિલ્મ આવી ત્યારે મારા મોંમાંથી આ વાક્ય તુરંત બહાર આવી ગયું:

 સાચે જ… … કુછ તો ‘લોગ’ કહેંગે, પર ‘લિગો’ કા કામ હૈ કરના!

“જે મારતું તે જ પોષતું એ ક્રમ દીસે કુદરતી…”

  • દુન્યવી આલમનો બનેલો રૂઢિપ્રયોગ: “જે પોષતું તે જ મારતું એ ક્રમ દીસે કુદરતી…”
  • વેપારી આલમનો બનેલો રૂઢિપ્રયોગ: “જે મારતું તે જ પોષતું એ ક્રમ દીસે કુદરતી…”

એક તરફ ઇરાન પ્રબળ રીતે અમેરિકાનું (ઓલમોસ્ટ) બધી બાજુએથી વિરોધ કરી રહ્યું છે ત્યારે એના જ કેટલાંક ટેકનોલોજીકલ-વેપારિક વીરલાંઓ અમેરિકામાં રહી આખી દુનિયાને પોતાની ઉદ્યોગસાહસિકતાથી હલાવી રહ્યાં છે. આમ તો લિસ્ટ લાંબુ છે. પણ એમની જ પારસીયન સ્ટાઈલમાં ‘થોરામાં ઘન્નું’ બતાવવા ૩ ઉદાહરણો મુકવા ગમશે.

  • Omid Kordestani: ગૂગલનો જ શરૂઆતી એક સ્થાપક અને હાલમાં સિનીયર એડવાઈઝર

  • Omid Saadati:  – ફેસબૂકનો એક મુખ્ય પાર્ટનર કમ એન્જીનિયર

  • Pierre Omidyar: – ઈબે.કૉમ (Ebay.com) નો સ્થાપક

દોસ્તો, આ ત્રણે પોતાની ધરી પર એટલા સાબૂત છે કે વેપાર અને ટેકનોલોજીની જૂની વ્યાખ્યાઓને તો ક્યારની ફેરવી નાખી છે.

સ્વાર્થથી ભરપૂર આ દુનિયામાં રાજકીય ચકલાં તો કદાચ દુનિયાને બતાવવા માટે જ ચૂંથવામાં આવે છે. પોતાનો હેતુ સિદ્ધ થતો હોય ત્યારે ઇરાની કે ઇન્ડિયન, જાપાની કે જર્મન ટેગને (યા તેગ પણ બોલોને) મ્યાનમાં ભરવી દેવામાં આવે!

આપણે કોણ અથવા શું છીએ?” એ કરતા “આપણે શું કરી શકીએ છીએ” કદાચ વધારે મહત્વનું છે ને?

અહીં તમને સાત પ્રકારની વ્યક્તિઓ જોવા મળશે….

7-types-of-People

એક એન્જિનીયરીંગ કંપનીના રીસેપ્શન-કાઉન્ટર પાસેના હાર્ડ-બોર્ડ પરથી મળી આવેલાં સોફ્ટ-સૂત્રો…

 અહીં તમને સાત પ્રકારની વ્યક્તિઓ જોવા મળશે….

૧.   એવી જેઓ મુશ્કેલીઓ તો સર્જે છે પણ તેમને ખુદ ખબર નથી પડતી કે એમણે શું કર્યું?!?!?!

૨.   એવી જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે પણ પછી તેના ઉકેલ (સોલ્યુશન) માટે કાંઈ પણ કરતા નથી.

૩.   એવી જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી તેઓ બીજાને એ મુશ્કેલી જણાવીને ‘ટ્રાન્સફર‘ કરી દે છે.

૪.  એવી જેઓને એટલીસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી બીજાને એ મુશ્કેલી સ્ટિકી-નોટ્સ કે (હવે ઈમેઈલ કે SMS)થી ‘જાણ‘ કરી દે છે.

૫.  એવી જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી બીજી વાર જરાયે ન થાય એ માટે પોતાની જાતને સચેત રાખે છે. (જેને અમે નોકરીની તકો ખુલ્લી કરી આપીએ છીએ.)

૬.   એવી જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી બીજી વાર જરાયે ન થાય એ માટે બીજાને સચેત કરી દે છે. (જેને માટે અમારે ત્યાં નોકરીના દ્વાર હમેશાં ખુલ્લા છે.)

૭.  એવી જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી એનો ઉકેલ જાતે લઇ આવી બીજી વાર જરાયે ન થાય એ માટે બીજાને પણ સચેત કરે છે. (એવી લીડર વ્યક્તિઓની અમારી શોધ સતત  ચાલુ રહે છે.)

મગજ અને હાથ બંનેને નીલઆમ કરી દેતી (ઘન)ચક્કર પેટી

 પાછલી ક્લિપમાં તો પેલી પેટી ચાલો સમજ્યા કે થોડી સેકન્ડ્સમાં ખુલી ગઈ…પણ આ તો એની પણ દાદી બનીને આવી છે. બેખબરી માટે તો કલાકમાં પણ ન ખુલે તેવી આ પઝલ-પેટી માટે ચોરને પણ આખરે કહેવું પડે

 “મેં તો થઅઅઅક ગયા બોસ!”…..