નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: ગૂગલ

…તો એ નાનકડી ઘટના કાંઈક આ રીતે મોટો મોડ લે છે…

Google-Reunion Story

મુંબઈથી દિલ્હી આવેલી સેન્ટીમેન્ટલ સુમન તેના દાદાજી પાસે ઘરમાં પીળા પડી ગયેલાં પાનાંની એક જૂની ડાયરી લઇ આવી બેસે છે. દાદા તેમાંથી એક સેપિયા-ટોનવાળો ફોટો કાઢી બતાવે છે. જેમાં એક ઈમેજ એમની છે, ને બીજી વર્ષો પહેલા ભારત-પાકનાં પાર્ટીશન વખતે છુટ્ટા પડી ગયેલા બાળપણનાં દોસ્ત યુસુફની…

દાદા તો ફોટાની આગળ બનેલી ઘટના વર્ણવે છે, પણ સુમન ફોટા પાછળ રહેલી ઘટનામાં ડોકિયું કરવાની કોશિશ કરે છે. દાદાના એ બાળપણની યાદોમાં રહેલાં કેટલાંક કિ-ફેકટર્સને પકડે છે. પાકિસ્તાન, ભાગલાં, લાહોર, પત્થરનું મકાન, પતંગબાજી, મીઠાઈની ચોરી, મસ્તીવાળી સાંજ….
સુમન આવી સોનેરી સ્મૃતિને રિ-એક્ટીવેટ અને સંબંધોને રિ-યુનિયન કરવાનું નક્કી કરે છે. એટલે તેનું દિમાગ દોડાવવા ગૂગલ મહારાજના શરણે જાય છે.

ગૂગલ સર્ચિંગ દ્વારા એ જાણી લે છે કે યુસુફચાચા હજુયે હયાત છે, અને લાહોરમાં એમની એક મીઠાઈની દુકાન છે. “ફઝલ સ્વીટ્સ”
આવી ગૂગલિંગ કર્યા પછી સુમન એ ફઝલ સ્વીટ્સનો નંબર મેળવી ત્યાં ડાયરેક્ટ ડાયલિંગ કરે છે. અને પકડી પાડે છે સફેદ દાઢીવાળા યુસુફચાચાને……પછી ?- થોડાં અરસા પછીનું ફાસ્ટ ફોરવર્ડ દિલ્હીમાં…

…..યુસુફચાચા તેના પૌત્ર સાથે હાથમાં બેગ લઇ દાદાજીના ઘરના દરવાજે ઉભા છે.
એક તરફ યુસુફચાચાનાં મોંમાંથી “હેપ્પી બર્થડે યારાં” !!!! ને પછી હાથમાંથી બર્થડે ગિફ્ટ નીકળે છે, જ્યારે બીજી તરફ સુમન અને દાદાજીની આંખોમાંથી આંસુઓ…

ને બસ એ બધાં જ…બહાર પડી રહેલાં વરસાદ સાથે અંદરથી પણ ભીંજાઈ રહ્યાં છે. છે ને સ્વિટ કરતા પણ ‘સ્વિટેસ્ટી’ ઘટના!!!?!?!?!…

દોસ્તો, ગૂગલ માટે ભલેને આ દોઢ વર્ષ પહેલાની એક બ્રાંડ-સ્ટોરી-એડ હોઈ શકે. પણ આપણા સૌ માટે તો ‘સોલ-સર્ચિંગનો ધક્કો જ રહેવાનું છે.

મીઠાઈક મોરલો:

” જે નોખું >સર્ચે< છે, તે અનોખું <સર્જે > છે.” મુર્તઝાચાર્ય (ઈ.પૂ. ૨૦૦૭).

..તો સમજી લેવું કે તમને…

click_mouse

.

•  જો તમને (કોમ્પ્યુટર સિવાયના) આસપાસના વાતાવરણમાંથી ‘નોટીફિકેશન ટોન’ જેવો અવાજ સંભળાય અને તમે તુરંત તમારો મોબાઈલ/ ઈમેઈલ ચેક કરો તો…

•  જો તમારું માઉસ-કિબોર્ડ કે મોનિટર સ્ક્રિનને કોઈ ‘આંગળી’ પણ કરે અને તમે હાથ ઉગામી દો. (પછી ભલેને તમારી ઘરવાળી હોય કે ‘બાર’વાળી) તો…

•  જો તમને કોઈ કાંઈ પણ સવાલ કરે કે પછી શોધવું હોય તો તેનો જવાબ શોધવા ગૂગલદાસ બાપુને શરણે જાઓ…(ભલેને એ તમારા ચડ્ડી-રૂમાલ પણ હોય)

•  જો તમે ચેટિંગમાં દિલથી લખવાને બદલે સૌથી વધુ ઉપયોગ માત્ર ‘સ્માઇલી કે ઈમોટીકોન’નો કરો તો…

•  જો તમારા મમ્મીને (કે બૈરાને) તમે બીજા રૂમમાંથી ‘હે હા જમવા આવું છું…’ એવો મેસેજ પણ ફેસબૂકથી કે વોટ્સએપથી આપો તો…

•  જો (વાઈફ સાથેનું કનેક્શન ભલે ખુલ્લું હોય પણ) Wi-Fi નું કનેક્શન થોડી સેકન્ડ્સ માટે પણ બંધ થઇ જાય અને તમને વાઈ જેવું કાંઈક આવી જાય તો…

•  જો તમે ક્યાંક પણ જવાનું પ્લાનિંગ કરો પણ શરૂઆત ‘તીયાં Wi-Fi નું કનેક્શન છે કે ની’ થી કરો તો…

•  જો તમને મોનિટરનું બ્લેક સ્ક્રિન જોઈને થોડી સેકન્ડ્સ માટે ધ્રાસ્કો પડે તો…

…તો સમજી લેવું કે તમને ઓનલાઈન-વાઈરલ ઇન્ફેક્શન થયું છે.

(હવે એનું મેડિકેશન ઓનલાઈન સર્ચથી કરવા કરતા નજીકમાં નજીક રહેલા કુટુંબીજનો સાથે ફેસ ટુ ફેસ સમય ગાળી કરવો. મજ્જાઆઆઆઆની લાઈફ !)

ચોંકાવનારા (અને ચમકનારી) ઈન્ટરનેટની કેટલીક અવનવી ખબરો….

 કહેવાય છે કે…

•=) યુ.એસ.એ.માં લગભગ ૨૫૦ મિલિયન ઈન્ટરનેટ યુઝર્સ છે. જ્યારે ચાઈનામાં તેના ‘ડબ્બલ કરતા બી વધારે’ પોણા-છસ્સો યુઝર્સ છે.

•=) ભલેને ફેસબૂક પર આખી દુનિયામાંથી ૧.૧૧ બિલિયન યુઝર્સ હોય છતાં તે ચાઈનામાં પ્રવેશી શક્યું નથી. કેમ કે ત્યાં એ ‘બેન્ડ’ થયેલું છે.

•=) હવે તમે એમ ધારતા હોય કે…એમેઝોન.કૉમ દુનિયાની સૌથી મોટી અબજોનો વેપલો કરતી ઈ-કોમર્સ સાઈટ છે. તો જરા એટલું જાણી લો કે તે હજુયે ખાંડ ખાય છે. કેમ કે અલીબાબા.કૉમ એ એમેઝોન.કૉમ અને ઈ-બે.કૉમના ટોટલ કરતા આગળ છે.

•=) ૨૦૧૫ સુધીમાં જ કદાચ ડેસ્કટોપ કોમ્પ્યુટરનું સ્થાન ટેબ્લેટ કોમ્પ્યુટર લઇ લેશે. કારણકે…..જગ્યા અને સાધનની જુગલબંધીની સહુલીયત એમાંથી મળી ગઈ છે.

•=) અલ્યા એય ફેસબૂક ! તું ભલેને દરરોજ ૩૦૦ મિલિયન જેટલાં ફોટોગ્રાફ્સ અહીં ઠાલવે જાય છે. પણ તારી પાછળ તારું માર્કેટ કબજે કરવા સ્નેપચેટ.કૉમ અને પિંટરેસ્ટ.કૉમ નામના બે નાનકડાં બાળ રાક્ષસો ખૂબ ઝડપથી મોટા થઇ રહ્યા છે. સાવધાન !

•=) ગૂગલ અર્થ (કે મેપ)ના ફોટોગ્રાફ્સ તૈયાર કરવામાં તેનો સ્ટાફ જેટલું ચાલ્યા કે દોડયા છે કે પૃથ્વીથી ચાંદ સુધી લગભગ ૧૦ વાર આંટાફેરા મારી શકાય. (અને આપણે આરામથી માત્ર માઉસ ફેરવ્યા કરીએ છીએ)

•=) એ તો જગજાહેર થઇ ગયું છે કે…યુ-ટ્યુબ પર અત્યારે એક વર્ષમાં એટલો વિડીયો અપલોડ થઇ રહ્યો છે કે જો હોલીવૂડને તેનો ઉપયોગ કરી એક લાંબી ફિલ્મ તૈયાર કરવી હોય તો માઆઆઆઆત્ર ૪૩,૦૦૦ વર્ષ જ લાગે. (ને ત્યાં સુધીમાં તો બીજાં કેટલાં વર્ષનું બીજું નવું ભાથું બંધાઈ ગયું હોય?!?!?!?)

તો દોસ્તો, હવે તમે જ પૂછશો કે…”આમાં આપણા કેટલાં ટકા?” – તો સાહેબ જણાવી દઉં કે…આ ટેકનોલોજીને ધક્કો મારવામાં ૨૮%થી પણ વધું એવા ભારતીયોનો ‘પાછળથી’ ફાળો રહ્યો છે.

– જય (બહાર) ભારત !

શું તમે પણ આ રીતે દુનિયા છોડી શકો?!?!?!

દોસ્તો, આજે ફરીથી ‘જસ્ટ ઈમેજીન’…

….તમે ઈન્ટરનેટની એક ખૂબ પ્રચલિત મીડિયા વેબસાઈટના એડિટર છો. મિનીટ-ટુ-મિનીટ દરેક પ્રકારના સમાચારોની વર્ષા તમારા કોમ્પ્યુટર પર, ટેલીવિઝન પર, મોબાઈલ પર, આઈ-પેડ પર. તમારી કારના રેડીઓ પર થતી જ રહે છે. 

તમે એવા ડિજીટલ વર્લ્ડ સાથે સતત વાંચન, લેખન અને મનન સાથે એક સૂત્રે સંકળાયેલા છો કે જેમાં માત્ર સુતી વખતે જ (કદાચ) અળગા રહી શકો એવી ‘કોન્સ્ટન્ટ અપડેટ’ થતી જિંદગી છે. 

ને એક દિવસ…અચાનક…

તમારા દિમાગમાં વિચારનો એક કીડો સળવળે છે. તમે તમારી જાતને કહો છો: “ જા! મારા સ્વાહાલા… આ બધાંજ ડિજીટલ ડિવાઈસીસને તિલાંજલિ આપી સાવ અલ-મસ્ત જીંદગી ગુજાર. આ બધું જ છોડીને એક અલગારી દુનિયા વસાવ. જ્યાં કોઈ મોબાઈલ ન હોય, કોઈ ટીવી કે નેટ-સર્ફિંગ ન હોય. કોઈ ઈ-મેઈલ, ટ્વિટર કે સોશિયલ મીડિયા પરનું સ્ટેટસ અપડેટ ન થાય….

…હા ! માત્ર વૈચારિક કામ ચાલુ રહે એ માટે ક્યારેક (કોઈ પણ પ્રકારના નેટ કનેક્શન વિનાનું) લેપટોપ વાપરી શકાય. અને દોસ્તો અને સ્વપરિચિતો સાથે ટૂંકમાં અને ખપ પુરતી જ વાત ઘરની ફોન-લેન્ડલાઈન પરથી કરી શકાય.” 

બાકી દુનિયા જાવે…તેલ લેણે…બોલે તો અપણે કુ ક્યા?….રે’ણા હે તો બસ…”મૈ ઔર મેરી તન્હાઈ’ કે સાથ!

…………તો દોસ્તો તમારો કેવા હાલ થાય?- (એક દોસ્તને પૂછ્યું તો કહ્યું કે ‘હું તો એક વિકમાં જ સાવ વીક થઇ મરી જાઉં. યાર !!!! જીવી જ કેમ શકાય?)

પણ સાચે જ…આવી ઘટના બરોબર..એક વર્ષ પહેલા ૩૦ મી એપ્રિલ ૨૦૧૨ના દિવસે બની હતી. સુપર ટેકનોલોજીકલ સમાચારોની સેવા આપતી સાઈટ: ધ વર્જ.કૉમના એડિટર પૌલ મિલર સાથે.

પૌલે એક આ રીતે વર્ષ સુધી લાંબો ડીજીટલ ઉપવાસ કરવાની નિયત કરી. એ જોવા માટે કે માણસ આ બધી સેવાઓ વિના (પહેલા તો) જીવી શકે છે?- અને જો હા ! તો કઈ રીતે? અને તેની માનસિક અને શારીરિક અસર શું થાય છે? 

આજે બરોબર એક વર્ષ પછી પૌલ મિલર તેની એડીટીંગ જોબ પર પાછો ફરી રહ્યો છે. અને મીડિયાના અનેક માધાંતાઓ તેની આ એક વર્ષની (ઈન્ટરનેટ વિનાની) હાઈબરનેટ વાળી (બેકાર દેખાતી) લાઈફ વિશે જાણવા બેકરાર થયા છે. 

૩૬૫ દિવસમાં કેટલાંય અવનવા સમાચારો અને ઘટનાઓથી આઉટ-ડેટેડ રહેલો મિલર તેની ઈન્ટરનેટ દુનિયામાં પાછો ફરશે ત્યારે શું શું નવું જાણશે?!?!?!?! તેના હજારો…હજારો ન વંચાયેલા ઇમેઇલ્સ, SMSs,થી ભરેલું મોબાઈલ ઈનબોક્સ ખુલશે ત્યારે શું જાણશે?…..આઆઆઆઆઅહ! કેવી કલ્પના કરી શકાય?

ખૈર, તે તેની શરૂઆતનો ‘ડિજીટલ મજૂર દિન’ કઈ રીતે ઉજવવાનો છે એ વિશે તો અફકોર્સ મને પણ પછી જ જાણવા મળશે. ત્યારે અપડેટ તમને મળશે. So, Come… What ‘May ‘ Says! 

.

ભાગ-૨ માટે અહીં આવશો:  https://nilenekinarethi.wordpress.com/2013/05/08/can-you-leave-the-world-like-this-way-2/

મોટિવેશનનો ડોઝ !…એક નાનકડી વાતથી.

આદમ ગ્રાન્ટ સાયકોલોજીસ્ટ છે. અને એ પણ ગૂગલનો. જેનું મુખ્ય કામ ત્યાંના એમ્પ્લોઇઝને સમયાંતરે મોટિવેશનનો ડોઝ આપતા રહેવાનું છે.

(બરોબર જ છે, જે દુનિયાની સૌથી પાવરફૂલ ટેકનોલોજીને પકડી ચાલતા હોય તેમને માઈન્ડનો પાવર મેળવવા સુપરબ્રેઈનને એક્ટિવ રાખવું જ પડે ને દોસ્તો!) –

ખૈર, તેના તાજેતરના એક લેખમાં તેણે મોટિવેશન મેળવવાની એક સીધી અને સરળ વાત સમજાવી.:

|| “જે કામ કરતી વખતે તમને લાગે કે આ કામથી તમને આત્મ-સંતોષ મળવાનો છે અને બીજાં લોકોને ફાયદારૂપ થવાનું છે. બસ એ કરતા જાઓ…ચાલુ જ રાખો. પછી ભલેને કોઈ આવીને ગમે તેટલી ચાવીઓ ચડાવી જાય.” ||

આ મને ગમ્યું. તેના અનુભવ અનુસાર પોતાના કામથી બીજાંને ઉપયોગી થવું એ આપણી પ્રોડકટીવિટીને ઘટાડવાને બદલે ઉલટું વધારે છે.

ખોટા સમાચારો શું કામ ફેલાવવા?

દોસ્તો, થોડાં દિવસો અગાઉ કેટલાંક ખોટા અને ખાટા ફોટોગ્રાફ્સ જોવા મળ્યા. એવા લોકો પાસેથી જેઓ હજુ સચ્ચાઈને બદલે સફેદ જૂઠ પકડીને બસ કાંઈક બતાવવા માંગે છે….માત્ર શેર કરવા માંગે છે. ઉદાહરણાર્થે…

 • આહા..અલ્હામ્દુલીલ્લાહ ! યેહ દેખિયે….ખુદા કી કુદરત! જાપાનના જબરદસ્ત ત્સુનામીમાં માત્ર એક બચી ગયેલી મસ્જીદ.” પણ સાચો ફોટો હોય વર્ષો પહેલા આર્જેન્ટીનામાં થયેલા વાવાઝોડામાં બચી ગયેલી કોઈક મસ્જીદ (જેવી લાગતી ઈમારત)….
 • વાહ! જુઓ…જુઓ..આપણા સાચ્ચા ભારતીય રતન તાતાએ પાકિસ્તાનનો ૩૫૦ તાતા સુમોનો ઓર્ડર ઠુકરાવ્યો“…એમ કહીને કે જે દેશ અમારા દેશમાં હથિયાર સપ્લાય કરે છે એને અમે માલ સપ્લાય નહિ કરીએ.”- ખરી વાત એ છે કે…રતનજીને આવો કોઈ ઓર્ડર મળ્યો નથી અને એમણે ક્યારેય કોઈ એવો ઓર્ડર ઠુકરાવ્યો નથી.
 • …અને જોઈ લ્યો આનો ક્રૂર અંજામ! કુરાનને જાહેરમાં બાળવાનું આહ્વાન કરનાર અમેરિકાનો પેલો ફાધર-પાસ્ટર આખેઆખો સળગી ગયો.”- ભલા એની માંના….એ બાપો હજુએ જીવે છે.અને આવી ઘટના ફરી નહિ થાય એવી ત્યાંની સરકારે બાહેંધરી આપી દીધી છે.
 • અમેરિકામાં એક થિયેટરમાં પયગંબર સાહેબની ફિલ્મ બતાવાતા થોડાં જ સમયમાં તે જમીન દોસ્ત થઇ ઢળી પડ્યું.”- કોઈક અમેરિકન બંધુને પૂછો છે કે ત્યાં આવી કોઈ ફિલ્મ જાહેર થિયેટરમાં બતાવવામાં આવી હોય?- પછી કોઈકની ફિલ્મ શાં માટે ઉતારવી ભૈશાબ?
 • આહા ! ઝાડમાં નેચરલી કોતરાયેલી ‘અલ્લાહ’ લખેલા શબ્દમાંથી લોહીની ધારાઓ ફૂટી નીકળી.”- ફોટોશોપ સુપર્બ ફોટો એડીટીંગ સોફ્ટવેર છે. જ્યાં રાધા..અનુરાધા થઇ શકે અને મોહન વગર વાંસળીએ સૂર કાઢી શકે પછી ઝાડમાં ઘણું કોતરી શકાય….આવા ખોટા સમાચારો ય!
 • અને આ જોઈ લ્યો ગુરુઓના ગોરખ-ધંધા! કહેવાતા મશહૂર બાપુ કોઈક જોઈ?- કોઈક સેક્સી કન્યા સાથે કામ-આસનમાં બિરાજમાન.” જ્યારે ખરો ફોટો એમના હમશકલ અમેરિકાના એક સુપ્રસિદ્ધ તંત્ર-યોગા ગુરુનો એની ઓફિશિયલ શિષ્યા-પત્ની સાથે હોય. (યાર ઉનકી ચલતી હૈ તો આપકી ક્યોં જલતી હૈ, કુછ ‘કામ’ નહિ હૈ ક્યા?)

બાપલ્યા…લાંબુ ચોળીને ચીકણું કરવામાં સા.બુ.ની ગોટી ક્યા બગાડવી!- આ અગાઉ ફેસબૂકની જો (હુકમી) પર એક લેખ પણ અહીં મુકવામાં આવ્યો જ છે.

ગૂગલ ઈમેજમાં લગભગ ઘણાં ખોટા ફોટોઝનું સાચું જન્મસ્થાન જાણી શકાય છે, તો એ માટેની અસલી તસ્દી લીધા વિના આવા નકલી સમાચારોથી ખુદની દિવાલ શાં માટે બગાડવી?

યાદ રહે મારા વા’લા દોસ્તો, આપણા આ ફેસબુકીયુંનું દરેક અમલ ‘પથ્થર કી લકીર’ છે. જે લખ્યું તે ‘સેવ’ થયું કાયમ માટે…પછી ભલે ને બબ્બે વાર ડિલીટ થતું!- યેહ ફેસબુક હૈ બાબુ! યેહ સબ જાનતી હૈ! અંદરકાભી ઔર બાહરકા ભી !

“….હાર કર ભી જીતનેવાલેકો ‘બાઝીગર’ ક્યોં કહેતે હૈ?”

“….હાર કર ભી જીતનેવાલેકો ‘બાઝીગર’ ક્યોં કહેતે હૈ?”

એનું ઉદાહરણ જોવું હોય તો અમેરિકાનું નામ મુકવું જ પડે. જો કે મેં એમાં બહુ લાંબુ રિસર્ચ નથી કર્યું. પણ લાંબા સમયથી થતું આવતું ગૂગલ સર્ચ આ બાબતની ઘણી સાક્ષીઓ પૂરી શકે છે. જેમ કે..

• સપ્ટેમ્બર ૧૧ની ઘટના પછી પણ..પહેલા કરતા વધારે ઊંચું, મજબૂત વર્લ્ડ ટ્રેડ સેન્ટર (દુબઈના બુર્જ અલ ખલીફાને ટક્કર આપી) રેકોર્ડ કાયમ કરવા જઈ રહ્યું છે. દુનિયાને તે એમ જણાવે છે કે “કોઈ અમારાથી ઊંચું કોઈ બીજું જઈ જ કેમ શકે?!?!”

• ચેસમાં વર્લ્ડ-ચેમ્પિયન આપણો વિશ્વનાથ આનંદ અને રશિયાનો ગેરી કાસ્પારોવ શિરમોર છે. પણ.. અમેરીકુ તેના ક્લાસિક ‘બોબી ફીશર’ને બેન્ચમાર્ક બનાવી માર્કેટિંગની ઉંધી ચાલ ચાલવામાં પણ પાછળ પડતું નથી.

• ગોલ્ફમાં ઇંગ્લેન્ડના જસ્ટિન રોઝથી ચેમ્પિયનશીપનો ‘ખાડો પૂરાયો’ છે. પણ…દુનિયા ઓળખે છે કોને?….એના ટાઈગર વૂડ્ઝને..અને (હવે હંટર મહાનને) જ સ્તો. પછી બીજાં જાય ‘ગબી’માં!!!

• જોઈ લો સ્વીમિંગમાં…જર્મનીના પોલ બેઇડર્મેનનું નામ સાંભળ્યું છે? યા પછી સાઉથ આફ્રિકાના કેમેરુન બર્ગ વિશે જાણો છો?- ક્યાંથી જાણો સાહેબ?- એની આગળ અમેરિકાના માઈકલ ફેલ્પ્સ અને રાયન લોક્થ પોતાની આગવી સ્ટાઈલથી આગળ ઉ(તરી) ચુક્યા છે.

• ચાલો આવો હવે ઈન્ટરનેટની દુનિયામાં ને પૂછો સવાલ કે “ઈન્ટરનેટનો પિતા કોણ છે?- આમ જવાબ આપો કે ઇંગ્લેન્ડના ‘ટીમ બર્નર્સ લી’… તો કદાચ કોઈ માર્ક્સ નહિ કપાય. પણ અમેરિકામાં હોવ ને તેમ જવાબ આપો કે ‘વિન્ટ સર્ફ’ (વિન્ટેન ગ્રે સર્ફ). તો પૈસા પાછા (કોઈ આપવાનું નથી…). તમે ગૂગલ પર જ (Father of the Internet) લખી જુઓ ને. યેહ અમેરિ કા જવાબ હૈ!..બાબુ!

• અને હવે આજે જ એક લેટેસ્ટ ઉદાહરણ મળી આવ્યું છે. આ વખતની લંડન ઓલિમ્પિકમાં દોડમાં જમૈકાના ઉસૈન બોલ્ટે અમેરિકાના માઈકલ જોહનસન અને કાર્લ લુઈસના બધાંજ રેકોર્ડઝને પોતાના પગતળે કચડી (અમૂલના કહેવા મૂજબ) આખી દુનિયાની ‘બોલ્ટી’ બંધ કરી દીધી છે.. જેનાથી અમેરિકાની તો જાણે ‘વાટ’ લાગી ગઈ.

કાંઈ કરી ના શકે પણ કાંકરીચાળો કરી શકાય એ બહાને તેણે મીડિયા દ્વારા ચારેબાજુથી ઉસૈન પર ‘ડમ્પિંગ ટેસ્ટ’ના માછલાં વાળું પાણી વરસાવવામાં તો આવ્યું છે. (આખરે ઉસૈને ગુસ્સામાં એમ કહ્યું કે આ સિદ્ધિ મળ્યા છતાં આવા વર્તન બદલ મને કાર્લ લુઈસ પરથી માન ઉતરી ગયું છે.)

આ દોડનો બદલો લેવા…(DARPA સંસ્થાએ) હવે માણસ તો નહિ પણ એક રોબોટ ચિત્તાને ‘ઉસૈન કરતા પણ ફાસ્ટેસ્ટ ભાગી શકે એવો દોડવીર’ નામે બનાવીને મીડિયામાં ફરી પાછી પોતાની ચિત્તાગરી બતાવી દીધી છે.

જોઈ લ્યો એ ટાઈટલ સાથે રોબોટનો દોડતો વિડીયો: 

લો કલ્લો બાઆઆત! …..પેલા ક્વોટની જેમ ‘ક્યારેય હાર ન માનવી’ નામનું સૂત્ર આ માનવીઓ ખરું અપનાવે છે!

અહીં તો કેટલાંક અવળચંડાઓને સાનિયા મિર્ઝાના પરફોર્મન્સને બદલે હાથમાં ન લીધેલો ઝંડો વધારે દેખાય છે. યા પછી સોનિયા નહેવાલને સચિને મોંઘી કાર ભેંટ આપી ને મેરી કોમને ફદફદીયુ ય ના મળ્યું એવી અર્થહીન ચર્ચાઓથી ફેસબૂક પર ટાઈમ પસાર કરવો છે.

આવું એટલા માટે કે…આપણને ગુલામગીરીની ‘સાઈકલ’ વધારે માફક આવી ગઈ છે. ને લિડર’શીપ’ના વહાણમાં કાણું રાખવું ગમે છે.

હારીએ તોયે …જીતનો ‘હાર’ પહેરતા રહી સાચી ‘બોન પૈણાઈ’ નાખવાનું આપણે ક્યારે શીખીશું?

લેટ્સ ગો યાઆઆમ!….

અક્કલમંદી થી અક્કલની મંદીની સફરના આ છે રહ્યાં-સહ્યાં રસ્તા…

“અક્કલમંદ કેમ થવું? “એવી વાત તો સૌ કોઈ કરે…(ફેસબૂક પર આવેલા મારા આ ફોટો-આલ્બમમાં આવેલી ગુન્જરેજી ક્વોટ્સની એક મોટી દિવાલ જ જોઈ લ્યોને).

ખૈર, પણ આજે વાત કરવી છે…. “મંદ અક્કલના કઈ રીતે થવું?” – નેટ-સંશોધન પરથી મળી આવેલા આ ૧૭.૫ રસ્તાઓ પર ચાલવાથી અક્કલમંદ થી મંદ અક્કલની સફર કરી ઝિંદગીમાં ઘણું ‘સફર’ કરી શકવાની તકો મળે છે.

૧.  ભરપૂર ‘રિયાલિટી શો’ઝ જોવા.(કંટાળો આપે એવો કાંટાળો રસ્તો)

૨.  નકરી ખાંડના બનતા પીણાં (હવે એમાં કોક-પેપ્સીનો ઉલ્લેખ કરવો જરૂરી ખરો?) સસ્તામાં વારંવાર ગટગટાવવા.

૩.  એકસાથે અનેક કામો કરી ‘સંત’ બનવાની કોશિશ કરતા રહેવું. 

૪.  દરરોજ ‘સમયસર’ ચ્યુઈંગ-ગમ ચગળતા રહેવું.

૫.  બાઘા બની હાસ્યસભર ન્યુઝચેનલ્સ જોતા રહેવું (આજતક સે પરસો તક…કે વરશો-વર્ષ તક!). 

૬.  જાડિયા બનતા રહેવું (કે પછી જાડિયા કેમ છીએ એની માત્ર ફિકર કરતા રહેવું).

૭.  બંને પગો વધુ સમયે લટકતાં રાખવા (પછી ભલે ને એ આપણને લટકાવી દે).

૮.  ફલોરાઈડ-યુક્ત પાણી પીતા રહેવું.

૯.  મોજીલી મિટીંગોમાં ટિંગાયા કરવું (કે એમાં જઈ અર્થહીન ગાયા કરવું).

૧૦.  બાળકોને કારણહીન મારતા રહેવું, વઢતા રહેવું, બાનમાં રાખતા રહેવું.

૧૧.  ‘પાવરપોઇન્ટ’ વાળા (બોરિંગ) પ્રવચનો કરતા રહેવું ને સાંભળતા રહેવું.

૧૨.  સમય પસાર કરવા કાર્ટૂન ફિલ્મોમાં (સ્પોન્જબોબ તો ખાસ) હસતા રહેવું (ને પછી ખાસતા રહેવું)

૧૩.  સિગરેટ-બીડીનાં ધૂમાડાથી ધૂમ મચાવવી.

૧૪.  મદિરા-પાન કે રાજપાઠની સ્થિતિમાં રચ્યા-પચ્યા રહેવું.

૧૫.  ખોબેખોબા ભરી મગજમાં ફિકરો ભરી રાખવી. (ટૂંકમાં સ્ટેટસ માંથી સ્ટ્રેસમાં રહેવું)

૧૬.  …ને પછી માથાના દુઃખાવાની ગોળીઓ મગજમાં અને મોંમાં માર્યા કરવી.

૧૭.  શરીરમાંથી આયોડિનનું બેલેન્સ ગુમાવી દેવું (ભલે ને દેવું થઇ ગયું હોય તો પણ)

અને છેલ્લે બાકી રહેલી ૦.૫. …ને આવા રસ્તા બતાવતી ‘ટિપ્સ’ને એક આંખથી વાંચી બીજી આંખે નિકાલ કરવો. 

“જે મારતું તે જ પોષતું એ ક્રમ દીસે કુદરતી…”

 • દુન્યવી આલમનો બનેલો રૂઢિપ્રયોગ: “જે પોષતું તે જ મારતું એ ક્રમ દીસે કુદરતી…”
 • વેપારી આલમનો બનેલો રૂઢિપ્રયોગ: “જે મારતું તે જ પોષતું એ ક્રમ દીસે કુદરતી…”

એક તરફ ઇરાન પ્રબળ રીતે અમેરિકાનું (ઓલમોસ્ટ) બધી બાજુએથી વિરોધ કરી રહ્યું છે ત્યારે એના જ કેટલાંક ટેકનોલોજીકલ-વેપારિક વીરલાંઓ અમેરિકામાં રહી આખી દુનિયાને પોતાની ઉદ્યોગસાહસિકતાથી હલાવી રહ્યાં છે. આમ તો લિસ્ટ લાંબુ છે. પણ એમની જ પારસીયન સ્ટાઈલમાં ‘થોરામાં ઘન્નું’ બતાવવા ૩ ઉદાહરણો મુકવા ગમશે.

 • Omid Kordestani: ગૂગલનો જ શરૂઆતી એક સ્થાપક અને હાલમાં સિનીયર એડવાઈઝર

 • Omid Saadati:  – ફેસબૂકનો એક મુખ્ય પાર્ટનર કમ એન્જીનિયર

 • Pierre Omidyar: – ઈબે.કૉમ (Ebay.com) નો સ્થાપક

દોસ્તો, આ ત્રણે પોતાની ધરી પર એટલા સાબૂત છે કે વેપાર અને ટેકનોલોજીની જૂની વ્યાખ્યાઓને તો ક્યારની ફેરવી નાખી છે.

સ્વાર્થથી ભરપૂર આ દુનિયામાં રાજકીય ચકલાં તો કદાચ દુનિયાને બતાવવા માટે જ ચૂંથવામાં આવે છે. પોતાનો હેતુ સિદ્ધ થતો હોય ત્યારે ઇરાની કે ઇન્ડિયન, જાપાની કે જર્મન ટેગને (યા તેગ પણ બોલોને) મ્યાનમાં ભરવી દેવામાં આવે!

આપણે કોણ અથવા શું છીએ?” એ કરતા “આપણે શું કરી શકીએ છીએ” કદાચ વધારે મહત્વનું છે ને?

સોશિયલ મીડિયા…સરળ અને સામાજિક સમજૂતી!

 • ગૂગલ: ‘નાચ’ એટલે શું?- શોધો.
 • ટ્વિટર: મને નાચવું છે…(ક્યાં જવું?!?!?)- પૂછી લો.
 • ગ્રુપોન: બોલો, મારી સાથે ક્લબમાં નાચવા આવવું છે…ડિસ્કાઉન્ટમાં?
 • લિન્ક્ડઇન: હું નાચવામાં બહુ હોંશિયાર છું, ડીપ્લોમા છે આપડી પાસે હોં!
 • ક્વોરા: હું આટલું બધું શાં માટે નાચું છું?- કોઈ મને પ્લિઝ…સમજાવશો?
 • પોલડેડી: હું કેવું નાચ્યો?- આપનો મત જણાવશો.

       અને છેલ્લે એને કેમ ભુલાય…

કોમેન્ટ: બહોત નાચ્યો…ગોપાલ!

ગૂગલ ગ્રુપ ઈ-મેઈલ: ચાલો આવો..હૈસો હૈસો કરતા…આજે બધાં નાચીએ!

આવી જાઓ અહીં જ્યાં ‘મેટ’ ૪૨ દેશોમાં જઈને નાચવા માંડી પડ્યો છે ને બધાં ને પણ એની જોડે નચાવી રહ્યો છે…