નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: ચાહ

દરેક ફોટોની પાછળ એક ઘટના ‘ક્લિક’ થયેલી હોય છે…

Murtaza-Shakilbhai-Govindbhai_At_Vapi

.

દરેક ફોટોની પાછળ એક ઘટના ‘ક્લિક’ થયેલી હોય છે.

જેમાં કેટલીક મેમરી ‘ફ્લેશ’ હોય છે ને કેટલીક ‘ફ્રેશ’. પણ આમાં તો બંનેનું ‘કોમ્બો’ છે. જો એને ૫ સ્ટેપ્સમાં જ કહેવી હોય તો…

  • તારીખી કારણ: ૨૯મી નવેમ્બરે સુરતથી મુંબઈની બાય-રોડ સફર
  • ઘટના: વાપીમાંથી પસાર થતી વખતે થયેલું (અ)મારું અપહરણ.
  • અપહરણ કરનાર મારા બે હબીબી દિલખુશ સાગરીતો: શકીલભાઈ મુન્શી અને મુ. ગોવિંદભાઈ મારું.
  • ઘટના કરવાનું કારણ: દેશી ભાષામાં ‘ચહ’ પીવડાવવા
  • આ ઘટનાને નજરોનજર જોનાર લોકો: મારી મા, મારી બહેન, મારા મોટા ભાઈ સમાન જીજાજી, રેસ્ટોરન્ટની અંદર (અને થોડાં બહાર) રહેલા કેટલાંક ગ્રાહકો, અને અફકોર્સ હું પોતે.

આ વ્હાલો શકીલ મુન્શી એટલે જીવનની ઘણી ‘ડાર્ક એન્ડ લાઈટ’ મોમેન્ટ્સમાંથી પસાર થઇ આવેલો છતાં સદા હસતો રહેતો વ્યવસાયે એક નાનકડી ફોટોગ્રાફીની શોપ સાથે આખું કાઠીયાવાડ અને દક્ષિણ ગુજરાત જેવું મોટ્ટું દિલ ધરાવતો ભલો જુનાગઢી ભાઈડો.

ને મુ. ગોવિંદભાઈ મારુ એટલે ‘તારું ને મારું’ કર્યા વગર નવસારીની એગ્રિકલ્ચર કોલેજમાંથી પસાર થઇ આવી એમના રેશનાલિસ્ટ અને ટ્રાન્સપેરન્ટ વિચારોથી આ બ્લોગ પર ભડાકા કર્યે રાખનાર એક ચેતનવંતો માનવી.

‘વાપી’માં આમ ચાહ ‘પીવા’નું આવું લાઈવ દ્રશ્ય હું મારી મેમરીમાંથી ગોતી તો લાઈવો છું, પણ તમે ક્યારેક ન્યા કણે જાવ તો એમને ગોતીને ચા-પાણી કરવાનું કામ કેવી રીતે કરવું એની ટ્રેઇનિંગ લેવાનું ભૂલતા નૈ. ઈ માણસ હંધાયને આલશે.

તમતમારે વયા જાવ બાપલ્યા…

(ઓહ! મુન્શીજી તમે પણ…ખરી પાર્ટી છો યાર!!! થોડી મિનીટ્સ માટે તમે મારી મૂળ અમદાવાદી ભાસાને ભુલાવી દીધી.)