નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: દોસ્તી

શું તમને પણ એવાં લોકોને ‘ખુલ્લા પાડવા’ ગમશે?

friends

જે રીતે અત્યારે આપણા દેશમાં બધી રીતે ‘કપડાં-ઉતાર, ‘ચિર-હરણ’, ‘નાગાઈપણું’ ભજવાઈ રહ્યું છે, તે જોતા મને પણ મારા નિકટતમ અને કમીના દોસ્તોને ખુલ્લા પાડવા છે.

એ દોસ્તો એવાં પ્યારા છે અને નજીક છે કે જેઓ…

👉 સોશિયલ મીડિયાથી દૂર જ વસવાનું પસંદ કરે છે.

👉 સખત મહેનત કરી સાવ લૉ-પ્રોફાઈલથી બહાર આવી હાયર પ્રોફેશનલ લેવલ બનાવે છે.

👉 પારકી પંચાતમાંથી ‘પંચાત’ કાઢીને દિલદારી ‘ચેટ’ કરવું પસંદ કરે છે.

👉 બેશરમ બનીને મને પણ મદદ કરવા તૈયાર હોય છે.

👉 તેમના બૈરાં (આઈ મીન એક જ બૈરુ હોં!) છોકરાંવને કદાચ સ્વિટ્ઝર્લેન્ડ તો ના લઇ જઇ શકે પણ સિદ્ધપુરની જાત્રા ય જલસાપૂર્વક કરાવી શકે છે.

👉 ખુદા કરતા પણ પહેલા ખુદ પર ‘સખ્ખત’ ભરોસો રાખે છે.

👉 જરૂર પડે ત્યારે કેશની ગોઠવણ પણ કરી આપે છે, ને પછી “ક્યારે પાછા આપીશ?” એવું બોલવાનું સાવ ભૂલી જ જાય છે.

👉 મોબાઈલી વાતચીત ડાયરેક્ટ દિલમાં જ રેકોર્ડ કરે છે એ પણ ઝેડ સિક્યોરિટી સાથે.

👉 ભેંટ આપવામાં સાવ કંજુસાઈ કરે પણ ‘ભેંટી પડવામાં’માં બંને હાથોનો ખજાનો ખુલ્લો મૂકી દે છે.

👉 “તું તારું કરને બકા!” નું ધોરણ અપનાવી અલ-મસ્ત લાઈફ જીવવામાં અને જીવડાવવામાં માનતા જીવડાં છે.

👉 કદાચ લાઈફમાં બહુ મોટ્ટું અચિવમેન્ટ ન કરી શક્યા હોય પણ ‘બીજાંને આગળ કરવામાં પાછળ પડી જાય’ એવાં છે.

મને તો એવાં સંતાયેલા, કમીના અને ડાર્લિંગ દોસ્તોને ‘નાગા કરવા કરતા, ખુલ્લા પાડવું’ જ ગમશે.

શું તમને પણ ગમે?- તો તેમને ટેગવામાં શરમ શેની હેં ?

દરેક ફોટોની પાછળ એક ઘટના ‘ક્લિક’ થયેલી હોય છે…

Murtaza-Shakilbhai-Govindbhai_At_Vapi

.

દરેક ફોટોની પાછળ એક ઘટના ‘ક્લિક’ થયેલી હોય છે.

જેમાં કેટલીક મેમરી ‘ફ્લેશ’ હોય છે ને કેટલીક ‘ફ્રેશ’. પણ આમાં તો બંનેનું ‘કોમ્બો’ છે. જો એને ૫ સ્ટેપ્સમાં જ કહેવી હોય તો…

  • તારીખી કારણ: ૨૯મી નવેમ્બરે સુરતથી મુંબઈની બાય-રોડ સફર
  • ઘટના: વાપીમાંથી પસાર થતી વખતે થયેલું (અ)મારું અપહરણ.
  • અપહરણ કરનાર મારા બે હબીબી દિલખુશ સાગરીતો: શકીલભાઈ મુન્શી અને મુ. ગોવિંદભાઈ મારું.
  • ઘટના કરવાનું કારણ: દેશી ભાષામાં ‘ચહ’ પીવડાવવા
  • આ ઘટનાને નજરોનજર જોનાર લોકો: મારી મા, મારી બહેન, મારા મોટા ભાઈ સમાન જીજાજી, રેસ્ટોરન્ટની અંદર (અને થોડાં બહાર) રહેલા કેટલાંક ગ્રાહકો, અને અફકોર્સ હું પોતે.

આ વ્હાલો શકીલ મુન્શી એટલે જીવનની ઘણી ‘ડાર્ક એન્ડ લાઈટ’ મોમેન્ટ્સમાંથી પસાર થઇ આવેલો છતાં સદા હસતો રહેતો વ્યવસાયે એક નાનકડી ફોટોગ્રાફીની શોપ સાથે આખું કાઠીયાવાડ અને દક્ષિણ ગુજરાત જેવું મોટ્ટું દિલ ધરાવતો ભલો જુનાગઢી ભાઈડો.

ને મુ. ગોવિંદભાઈ મારુ એટલે ‘તારું ને મારું’ કર્યા વગર નવસારીની એગ્રિકલ્ચર કોલેજમાંથી પસાર થઇ આવી એમના રેશનાલિસ્ટ અને ટ્રાન્સપેરન્ટ વિચારોથી આ બ્લોગ પર ભડાકા કર્યે રાખનાર એક ચેતનવંતો માનવી.

‘વાપી’માં આમ ચાહ ‘પીવા’નું આવું લાઈવ દ્રશ્ય હું મારી મેમરીમાંથી ગોતી તો લાઈવો છું, પણ તમે ક્યારેક ન્યા કણે જાવ તો એમને ગોતીને ચા-પાણી કરવાનું કામ કેવી રીતે કરવું એની ટ્રેઇનિંગ લેવાનું ભૂલતા નૈ. ઈ માણસ હંધાયને આલશે.

તમતમારે વયા જાવ બાપલ્યા…

(ઓહ! મુન્શીજી તમે પણ…ખરી પાર્ટી છો યાર!!! થોડી મિનીટ્સ માટે તમે મારી મૂળ અમદાવાદી ભાસાને ભુલાવી દીધી.)