નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: પાગલ

……આમાં પાગલ કોણ?

.

એક પોથી પંડિત પોતે શીખેલા પાંડિત્યનું પારખું કરવા એક ગામ થી બીજે ગામ ફરવા લાગ્યો. ઘણાં ગામોમાંથી ફરતા ફરતા એક વાર એક નાનકડા એવા કસ્બામાં આવી ચડ્યો કે ત્યાંની બધીજ વસ્તી એને ‘પાગલ’ લાગી.

હા, વાત સાચી હતી કે ગામ આખું પાગલોનું બનેલું હતું.

એને એક વિચાર આવ્યો…… “ઓહો…ઓહો…આવા ગામના પાગલો ને સુધારવામાં આવે તો એક દિવસે આજ પ્રજાના ‘રાજા’ બની શકાય.”

પણ સુધારવું કેમ?

આઈડિયાનો એક ઝટકો આવી પણ ગયો. ગામમાં સીધો પ્રવેશ કરી ને એક એવા પાગલને શોધવા લાગ્યો કે કૈક અંશે ‘ થોડો ઓછો પાગલ’ હોય અને પોતાની વાત ને સમજી શકે.

પતરાના એક શેડા નીચે બેઠેલો એવો જ ‘થોડો સુધારેલો લાગતો પાગલ’ એને મળી પણ ગયો. પંડિતે જઈ ને એને સીધો સવાલ કર્યો કે…

” ભાઈ, આ ગામ આમ તો ઘણું સરસ છે. પણ જો થોડી મારી મદદ મળે તો હું તમને બધાને ઘણા સમૃદ્ધ બનાવી શકું એમ છું.”

“ઓહ…..એમ…તો પછી આપી દો તમારી મદદને બની જાઓ અમારા ગામના રાજા.”

પંડિતને લાગ્યું ભારે આશ્ચર્ય!!!!! ઓહ તારીની…મારો બેટો હજુ આગળ કહું એ પેહલાંજ મારા મનની વાત કઈ રીતે જાણી ગયો!?!?!?! “

“અરે ના ભાઈ ના…. મારે તો આ ગામમાં બીજા ગામડાઓની જેમ સમૃદ્ધિ લાવી છે. આતો હું ગામે ગામ ફર્યો છું એટલે થયું કે ચાલો મારા જ્ઞાન અને અનુભવોનો લાભ કોઈક એવા જરૂરતમંદને આપી જેથી દરેક ગામો સમૃદ્ધ થઇ શકે. – પંડિતે પોતાની વાત તોળી-ફેરવીને કહી દીધી…”

“અલ્યા ઓયે પંડિત?….શું કામ આવી વાતને પણ તોળીને ફેરવો છો? અમે તો હમણાંથી જ કહી દઈએ છે કે તમારી જે કોઈ ઈચ્છા હશે એને તમે અહિયાં તો પૂરી નહિ જ કરી શકો.”

“કેમ ભાઈ?”

“કેમ કે તમે તમારા ગામેથી આવો છો…તમે અમારા ગામના ગાંડા માણસ નથી…..એટલે.”