નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: ફૂટબોલ

લોખંડી મન અને મીણ જેવું દિલ ધરાવતી બ્રાઝિલની ‘સિક્યોરીટી મોમ’

Security Mom in Brazil

Security Mom in Brazil Football Stadium

બ્રાઝિલ એટલે ફૂટબોલમાં જીવતો દેશ. ત્યાંના જન્મેલાં બાળકને તેની મા ગળથુથીને બદલે દૂધની સાથે ફૂટબોલની કિકનું રસપાન કરાવે છે.

ત્યાંના નાગરિકો ખેલાડીઓ ભલે ટિમ બ્રાઝિલ માટે જાંબાઝ બનતા હોય છે. પણ અંદરોઅંદર પોતાની કાઉન્ટી ટિમ્સ માટે એવી જાંફેસાની પણ કરી નાખે છે, કે વિરોધી ટિમ સાથે મરણીયા બની લોહીયાળ જંગ પણ ખેલે છે. ફૂટબોલ માટે એક આવો જઝ્બો અને જોશ કદાચ બીજાં દેશમાં હશે કે કેમ એ સવાલ છે.

ખૈર, તેમનાં આવા સુપર લડાયક-લોહીયાળ પેશનને એક નવો જ સોફ્ટ ટચ આપવા ત્યાંના શહેર રિયો દે જાનેરીયોની ફૂટબોલ એસોસિએશને તાજેતરમાં એક મમતાભર્યો રસ્તો અપનાવ્યો. – ” સિક્યોરીટી મોમ.”

ફૂટબોલ માટે કિલર-ઇન્સ્ટીન્કટવાળી પણ મીણ જેવું દિલ ધરાવતી પાવરફૂલ અને ક્વોલીફાઈડ માતાઓ ને પસંદ કરી તેમને સિક્યોરીટીની પ્રોફેશનલ તાલીમ આપી ત્યાંના સ્ટેડિયમમાં સિક્યોરીટી તરીકે મુકવામાં આવી.

– શું કામ? – એટલાં માટે કે જે ટોળું આક્રમક બને એમને આખરે મા જ શાંત પાડી શકે છે. એવું સભ્યોએ માન્યું અને પ્રયોગ અમલમાં પણ મુકાયો.

ફૂટબોલની ગેમ દરમિયાન વારંવાર થતી હિંસાની આગને ટાળવા આવી માતાઓ આખરે ‘મોમ’ બનીને વ્હારે આવી. જ્યાં ‘પાંડુ કી લાઠી’ કામમાં ન આવી ત્યાં આ મોમે ખભા પર માત્ર હાથનો સ્પર્શ આપી નવલોહિયાઓને શાંત પાડી દીધા.

જેમાંથી કેટલાંક જુવાનીયાઓને તો ત્યાં જ ખબર પડી કે…”આઈલા!! અપૂન કી મા ઇધર પુલિસ બનકે કૈસે આ ગઈલી રે?!?!?!- પછી થાય શું? કયા ‘બાપા’ની તાકાત કે અફડાતફડી મચાવી શકે?!?!?!

આ પ્રયોગ એટલો સફળ થયો કે હવે નિયમિત ધોરણે ત્યાં આવી મોમ્સને જોબ્સ માટે સિક્યોર કરવામાં આવશે.

આપણે ત્યાં એવી કઈ રાષ્ટ્રીય ‘ધમાલ’ થાય છે, કે જેમાં આપણી ‘પટેલ છાપ’ મા પણ સેવા આપી શકે? – હુ કેવુંસ ભ’ઈ?

બોલના..વિવિધ તોલ અને મોલ !

Various Types of Ball

નેટ પર ક્યારેક એવી એવી માહિતીઓ મળી આવે છે કે વાંચતા જ દિમાગમાં ટીખળ સૂઝી આવતી હોય છે. યા એમ પણ હોઈ શકે કે વાંચનારને આ રીતે ‘ટિકલ’ કરવામાં લખનારને પણ મજા આવતી હોય! તો આજે એવાં જ ટીખળયુક્ત સમાચાર પર મારી પણ નજર પડી.

‘બોલ’….દડો. (આમાં તમે ‘દડો’ એમ ન બોલતા પાછા, આ તો શબ્દનો અર્થ ઘણાં દેશીઓ બરોબર રમી શકે એ માટે લખ્યો છે). નેટ-લેખકના એક ઓબ્ઝર્વેશન પ્રમાણે વિવિધ બોલ્સની સાયકોલોજી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે કે મોટા દડાથી લઇ નાનકડા દડા એક વિશિષ્ઠ પ્રકારના ઉપયોગી ‘મોલ’ દર્શાવે છે. જેમ કે…

ફૂટબોલ: –
આખી દુનિયામાં સૌથી વધુ રમાતા આ સ્પોર્ટને નાનકડી શેરીઓમાં રમતા નાનકડા ગરીબ છોકરાંવએ સૌથી વધુ સપોર્ટ કર્યો છે.

બાસ્કેટ બોલ: –
જે લોકો મજૂરી ‘નોકરીયાત’ વર્ગના (જેમ કે દબાયેલો એન્જિનિયર, શેષ થયેલો એકાઉન્ટન્ટ વગેરે…) તેમનો આ રમત માટે ડેડીકેટેડ સપોર્ટ મળ્યો છે.

રગ્બી બોલ: –
જે લોકો ‘ફ્રન્ટ-લાઈન’ના માણસો (જેવા કે એરપોર્ટ કસ્ટમર આસીસ્ટન્ટ, હોટેલ લોબી મેનેજર, રિસેપ્શનિસ્ટ વગેરે…)એ આ રમતમાં ‘આગળ’ પડતો ભાગ ભજવ્યો છે. (જો કે અમેરિકામાં આનું ચલણ વધારે છે, ભારતમાં આવી જોબ્સને ‘ચાલુ’ ગણાય)  

ક્રિકેટ બોલ: –
મધ્યમ વર્ગની આ રમત શરૂઆતમાં બિચારી ગણાય છે. પણ પછીથી તેમાં ‘જોર’ પકડાય છે. એટલા માટે જેઓ સુપરવાઈઝરી કે મીની મેનેજરશીપ કરી જાણે છે તેઓએ આ રમતને મેનેજ કરવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે.

ટેનિસ બોલ: –
જે લોકો નાનકડાં મેનેજર્સને હાથમાં ‘રમાડી’ જાણે છે તે સૌ મોટા મેનેજમેન્ટના માણસુઓએ આ રમતને અથાક ર્હદય સાથે રમી ઘણી ઉંચી ઉઠાવી છે. હવે તો આ રમતમાં બેનો પણ વધારે જોડાઈ છે એટલે ગ્લેમરસ પણ વધારે બની છે.

ગોલ્ફ બોલ: –
જે ઉચ્ચ- કોર્પોરેટ કક્ષાના ‘ખેલાડી’ઓ છે તેવા સૌને આ રમત બહુપ્રિય. ઉંચી મેડીના ઉંચા મોલ વાળી આ સ્પોર્ટ આવા નબીરા લોકોના સપોર્ટ વગર આગળ આવી જ શકી ન હોત એવું રિસર્ચ કરનારનું માનવું છે.

તો જોયું ને?…સૌથી મોટો બોલ સૌથી નાના વર્ગમાં પ્રિય થયો છે. ને જેમ જેમ બોલનું કદ ઘટ્યું તેમ તેમ જોબનું મૂલ્ય વધ્યું છે.

 

હ્મ્મ્મ્મ્મ્મ….ત્યારે હવે સમજાય છે કે આપણા સરકારી કર્મચારીઓમાં ‘લખોટી’ શું કામ આટલી પ્રિય હશે?!?!?!?!??