નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: બાળપણ

કેટલીંક હળવી અને ફૂલ વાતો …

  • કેટલીક પોસ્ટ દિવસ બનાવી દે છે...આ જ સાજીદભાઈની આ લેટેસ્ટ કવિતા તો…આહ! શક્ય છે કે મારા વેલેન્ટાઈન્સ ડે સાથે ફેબ્રુઆરી પણ ઉજળો બનાવી ગઈ…(વાંચી લેજો વ્હાલા કુંવારાઓ..નહીંતર..નૈ પન્નીને પષ્ટાવાનો વારો આવે લાલા)
  • આજે મળ્યા બે વિરોધાભાસ ટેક્સી-ડ્રાઈવર્સ .
    • ==>જતી વખતે એક ડ્રાઈવર “સાહેબ! આપણા ઈજીપ્તની હાલત ઓહ! ખુબ ખરાબ છે….ઇકોનોમીની વાટ લાગી ગઈ છે….મોંઘવારી સખ્ત વધી ગઈ છે…ઘરે ખાવાના વાંધા છે. શું ધૂળ ચેહરો હસતો રાખીએ?..વગેરે..વગેરે…વગેરે..”
    • <== આવતી વેળા બીજો ડ્રાઈવર: “સાહેબ! આપણી આજુબાજુના દેશો (સુદાન, ઈરાક, લેબેનોન, સીરિયા, લિબિયા)ની હાલત જોતા લાગે છે કે આપણું મિસર કેટલું મજાનું છે! જમવાની બાબતે થોડાંમાં પણ ઘણી બરકત છે…પણ આપણી પબ્લિકને સમજાવે કોણ? આપણે આપણા જ દેશને કોસીયે એ કરતા જાતને ખુશ રાખી શકીએ તો ઘણું સારું થઇ શકે…વગેરે..વગેરે…વગેરે..”
  • બાળપણ પાછુ લાવતા રહેવું છે? યા પછી દિલ અંદરથી થોડું ખિન્ન છે?– લ્યો આ રહ્યો ઉપાય….તમારા બાળકોને (પોતાના ન હોય તો પડોશી કે સ્વજનના પણ) રીક્ષા કે બસ ડ્રાઈવરને ભરોસે ન મૂકી કેટલીક વાર એમની સાથે જાતે સ્કૂલ જઈ આવવા જેવું છે..

બોસ! એમની સાથે વીતાવેલા સમય પછી મોટિવેશનલ બુકની પણ જરૂર નહિ રહે. પાછલાં કેટલાંક દિવસોથી મેં પણ એવી બૂક્સનું વાંચન બાજુએ મુક્યું છે. મારા પોરીયાઓ જ પાનાંઓ ભરી આખા દિવસનું ભાથું આપી દે છે.

(નેક્સ્ટ ટાઈમ ખૂબ ખુશ થઇ જવાય ત્યારે શું કરવું એનો ઉપાય…આફ્ટર ધ ગિયર)